________________
૨૭૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
લાગ્યા ? તેનું વર્ણન કરે છે.
આ રીતે તપની મુખ્યતા યુક્ત એવા આ આચારમાં રહેલો ‘‘તપ'' શબ્દ ‘જ્ઞાન, દર્શન, ચારિત્ર’ શબ્દોની જેમ જાણવો જરૂરી છે.
તપ શબ્દનો અર્થ જણાવવા પ્રશ્નવ્યાકરણ, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને ઉત્તરાધ્યયન આદિની વૃત્તિમાં તો ‘અનશન આદિ' એવો અર્થ કર્યો જ છે. તેમજ ધર્મધ્યાનાદિ કે ધ્યાન એવો અર્થ પણ જોવા મળે છે. નવપદની આરાધનામાં પણ ‘તપ' પદની આરાધનાનો ઉલ્લેખ છે. કર્મનિર્જરાના અમોઘ સાધન સ્વરૂપે પણ તપનો ઉલ્લેખ કરાયેલો જોવા મળે છે. કહ્યું છે કે—
‘‘અનાદિ સિદ્ધ એવા દુષ્કર્મરૂપી શત્રુસમૂહનો નાશ કરનારું આ ખડ્ગની ધારા જેવું તપ વીર પુરુષો આદરે છે.”
“નિર્દોષ, નિયાણા રહિત અને માત્ર નિર્જરાના કારણભૂત એવું શુભ તપ સારી બુદ્ધિ વડે, મનના ઉત્સાહપૂર્વક કરવું જોઈએ.
“જેનાથી શરીર અને કર્મ વગેરે તપે તે તપ કહેવાય છે.''
આટલી પૂર્વ ભૂમિકા પછી હવે પાંચમી ગાથાનું વિવેચન કરીએ છીએ– • बारसविहंमि वि तवे બાર પ્રકારના તપને વિશે.
– બારસવિહંમિ - બાર પ્રકારના ગાથા-૬ અને ગાથા-૭માં તપના છછ ભેદો કહ્યા છે. આ છ અને છ ભેદો મળીને બાર પ્રકાર થાય છે.
૦ તવે - તપને વિશે. તપનો અર્થ ભૂમિકામાં નોંધેલ છે.
૦ ભિંતર-વાદિર - અત્યંતર અને બાહ્ય ભેદોવાળા
-- અહીં તપના બે મુખ્ય ભેદો જણાવ્યા છે. છ પ્રકારનો તપ એવો છે જે બાહ્ય તપ કહેવાય છે. જેમાં ‘અનશન' આદિ ભેદો છે. છ પ્રકારનો તપ એવો છે જે અત્યંતર કેહવાય છે જેના ‘પ્રાયશ્ચિત્તાદિ' ભેદો છે.
-
અત્યંતર-એટલે અંતરની સન્મુખ, અંદરનું.
બાહ્ય
એટલે બહારનું, બહારથી કરાતું એવું. સત્ત-વિદ્ધે - જિનેશ્વરોએ ઉપદેશેલું.
-
-
– કુશલ એવા જિનેશ્વરોએ જેનો ઉપદેશ કર્યો છે, તેના વિશે.
અહીં તીર્થંકરો માટે ‘કુશલ’ શબ્દ વપરાયો છે. આ શબ્દ દ્વારા તપાચાર અથવા બાર પ્રકારના તપની પ્રમાણભૂતતા જણાવે છે. અર્થાત્ જે તપ કરવાનો આચાર છે તે તપનું વર્ણન કપોળકલ્પિત કે ઉપજાવેલું નથી, પણ કેવળજ્ઞાનકેવળદર્શનના ધારક અને તીર્થંકર નામ કર્મના ઉદયવાળા એવા વીતરાગ પરમાત્માએ તેનો ઉપદેશ આપ્યો છે. આમ કહીને આ આચારની પ્રબળ સાક્ષી રજૂ કરે છે. • ભિનારૂં ગળાનીવી - ગ્લાનિ રહિત, આજીવિકાની ઇચ્છારહિત. ૦ આ બંને શબ્દો તપ કઈ રીતે કરવો તેનું સ્વરૂપ જણાવે છે.
- ‘ગ્લાનિ' એટલે કંટાળો. કંટાળાનો અભાવ તે ‘અગ્લાનિ’.
- આજીવ
-
એટલે રોજી-રોટીની ઇચ્છા. આવી આજીવિકાની ઇચ્છારહિત