________________
નાણુંમિ હંસણંમિ સૂત્ર-વિવેચન
તે ‘અણાજીવી' કહેવાય. અણાજીવી એટલે નિસ્પૃહ-ઇચ્છારહિતપણે. તપાચારના આ બંને વિશેષણો ઘણાં જ મહત્ત્વના છે. કેમકે તપ કરો કે તપનું આચરણ કરો ત્યારે કઈ રીતે કરવું ? તે ન જાણનાર લાંઘણની જેમ કે ઢસરડા માફક પણ તપ કર્યા કરે. તેથી બે મુખ્ય શરતો જણાવી કે એક તો તપ પરાણે-પરાણે કે કંટાળાપૂર્વક ન કરવો જોઈએ અને બીજું આવા તપ દ્વારા આજીવિકા પ્રાપ્તિનો હેતુ ન હોવો જોઈએ.
આ બે શબ્દોમાં ગભિતાર્થ એક જ વિચારણીય છે કે તપ ફક્ત કર્મનિર્જરાના હેતુથી જ કરવાનો છે.
– ઉપાધ્યાય યશોવિજયજીએ જ્ઞાનાસારમાં પણ કહ્યું છે કે, તપ ત્યાં સુધી
-
જ કરવો. જ્યાં સુધી મનમાં દુર્ધ્યાન ન થાય, યોગો હીન ન બને, ઇન્દ્રિયો ક્ષીણ ન બને.
-
૭ નાયવ્યે સો તવાયારો - તેને તપાચાર જાણવો.
તેને તપાચાર જાણવો. તેને એટલે કોને ? આ પ્રશ્નમાં આખી ગાથાનો સાર આવી જશે.
(૧) જેની પ્રરૂપણા તીર્થંકર ભગવંતે કરેલી છે અને
(૨) જે તપ છ પ્રકારે બાહ્ય ભેદે અને છ પ્રકારે અત્યંતર ભેદે એવા બાર પ્રકારનો છે (જેનું વર્ણન હવે પછી ગાથા-૬ અને ૭ માં છે.)
(૩) જે તપ ખેદરહિત અને આજીવિકાની ઇચ્છારહિત કરવાનો છે. તે તપાચાર કહેવાય છે.
-
૨૭૩
--
હવે સૂત્રકાર સ્વયં ગાથા-૬માં બાહ્ય તપના અનશન આદિ છ ભેદોને નામોલ્લેખ સહિત જણાવી રહ્યા છે – (તેનું સંક્ષિપ્ત વિવેચન) (૧) અળસળમ્ - અનશન, ભોજન ન કરવું તે.
ભોજન ન કરવું તે અથવા આહારનો ત્યાગ તે અનશન.
અહીં ઝશન શબ્દથી અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ચારે પ્રકારના આહારનો ત્યાગ સમજવાનો છે. માત્ર અશન નહીં, પણ ભોજન-પાનનો ત્યાગ. સામાન્ય અર્થમાં ‘અનશન' એટલે ઉપવાસ અર્થ કર્યો. પણ ‘અનશન’નો અર્થ માત્ર ઉપવાસ નથી. તે ઉપવાસથી ઘણું અલ્પ પણ છે અને ઘણું વધુ પણ છે. કેમકે અનશન તપ બે પ્રકારે કહ્યો છે – (૧) યાવજ્જીવન, (૨) ઇત્વર (કથિત) (૧) ઇત્વર કથિત - નિયત સમય માટે આહારત્યાગરૂપ અનશન તપ. નવકારસી અર્થાત્ બે ઘડી (૪૮-મિનિટ) આહાર ત્યાગના પચ્ચક્ખાણથી આરંભીને પોરસી, એકાસણું, નીવિ, આયંબિલ, ઉપવાસ, કલ્યાણક તપ, શ્રેણીતપ, ભદ્રતપ વગેરે સર્વે તપનો સમાવેશ ઇત્વરકથિત અનશન તપમાં થાય છે. દૃષ્ટાંત :- રાજગૃહી નગરીમાં ભગવંત મહાવીર સમોસર્યો. શ્રેણિક રાજા વંદનાર્થે આવ્યા. વીર પરમાત્માને વંદન કરી, દેશના સાંભળી, ભગવંતને પૂછયું, હે
218