________________
૨૭૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
ભગવન્! આ સર્વે મુનિઓમાં દુષ્કરકારક મુનિ કયા છે ? ભગવંતે કહ્યું કે આ ગૌતમ આદિ ૧૪,૦૦૦ મુનિઓમાં ધન્યમુનિ મહાનિર્જરા કરતા મહાદુષ્કરકારક છે. તેઓ નિરંતર છઠને પારણે છઠની તપશ્ચર્યા કરે છે. પારણે આયંબિલ કરે છે. ત્યારે શ્રેણિક રાજા પણ મુનિને વંદન કરી તેમની સ્તુતિ કરે છે.
પૂર્વના અતિ શ્રીમંત-ઋદ્ધિમાનું એવા ધન્યકુમારે દીક્ષા લીધી. દીક્ષાના દિવસથી જ અભિગ્રહ કર્યો છે કે નિરંતર છઠનો તપ કરવો. પારણામાં આયંબિલ પણ કેવું? ગૃહસ્થ ત્યજી દીધેલ અને માખી પણ જેની ઇચ્છા ન કરે તેવો આહાર કરવાનો. ભગવંતે પણ તેને યોગ્ય જાણીને અનુજ્ઞા આપી. આવો તપ કરતા કરતા છેલ્લે લોહી-માંસ બધુ સુકાવા લાગ્યું. માત્ર ખડખડ કરતાં હાડકા જ બચ્યા હતા. ચાલે તો પણ લાકડાની ભરેલી ગાડી ચાલતી હોય તેવો અવાજ આવે. છેલ્લે એક માસની સંલેખના કરી કાળધર્મ (મૃત્યુ) પામ્યા.
(૨) યાવત્કથિત - જાવજજીવ અનશન, તે ત્રણ પ્રકારે છે –
(૨-૧) ભક્ત પરિજ્ઞા - ભક્ત એટલે ભોજન. ઉપલક્ષણથી પાન, ખાદીમ, સ્વાદીમ એ સર્વેનો સમાવેશ થાય છે. જીવ વિચારે છે કે, આ અશન આદિ મેં ઘણીવાર વાપર્યા. તે સાવદ્ય-પાપના હેતુભૂત છે માટે તેનો ત્યાગ કરવો. એમ જાણીને પ્રત્યાખ્યાન વડે ભાત-પાણી વગેરેનો ત્યાગ કરીને અનશનનો સ્વીકાર કરવો તે “ભક્તપરિજ્ઞા' નામક જીવજજીવ અનશન છે.
(૨-૨) ઇંગિનીમરણ :- ચતુર્વિધ આહારના પ્રત્યાખ્યાનપૂર્વક નિયમિત કરેલા પ્રદેશમાં મરણ પામવું તે ઇંગિની મરણ.
(૨-૩) પાદપોપગમન :- “પાપ” એટલે વૃક્ષ. “ઉપ' એટલે સદૃશ. અથવા તેના જેવું. “ગમ' એટલે પામવું. “પાદપોપગમન'નો અર્થ વૃક્ષ જેમ જ્યાં રહેલું હોય તે સ્થળે તો અડોલ-અચલ જ રહે છે. તેમ આ અનશન સ્વીકારનાર મુનિવર પણ
જ્યાં અનશન ગ્રહણ કરે, ત્યાં તે સ્થાને જ સ્થિર રહે છે, પછી સમ-વિષમ પરિસ્થિતિમાં પણ ત્યાં જ રહી મરણ પામે છે.
આ ત્રણે પ્રકારના અનશન સ્વીકારનારને વૈમાનિકપણું અથવા મુક્તિ વિશે પ્રાપ્ત થાય છે. જો કે વર્તમાનકાલે વિશિષ્ટ કૃતધરના અભાવે આ અનશન સ્વીકારવાની મનાઈ છે.
આ ત્રણે મરણમાં “પાદપોપગમન'ને ઉત્કૃષ્ટ કહ્યું છે, ભક્તપરિજ્ઞાને ધન્યમરણ કહ્યું છે અને ઇંગિનીમરણને મધ્યમ મરણ કહ્યું છે. જેમાં ભક્ત પરિજ્ઞા મરણની સાધ્વીજીને પણ છૂટ છે. જ્યારે બાકીના બે મરણ ક્રમશઃ વિશિષ્ટતર અને વિશિષ્ટતમ વૈર્યવાળાને જ સંભવે છે.
પાદપોપગમન અનશન માટે કહ્યું છે કે, “પ્રથમ સંવનનવાળા અને જે પર્વતના શિખર જેવા નિશ્ચલ હોય તેમને જ પાદપોપગમન અનશન હોય છે. ચૌદપૂર્વીનો ઉચ્છેદ થતાં આ પ્રકારના અનશનનો પણ વિચ્છેદ થયો છે.
૦ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૩૦, ગાથા-૧૨૦૦-૧૨૦૧માં અનશનના