________________
નાસંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન
૨૭૫
આ બીજા ભેદને મરણકાળ અનશન કહે છે. તેના વિચાર અને અવિચાર બે ભેદ છે – જે સપરિકર્મ અને અપરિકર્મ અનશન પણ કહેવાય છે.
(૨) ૩ોરિયા - ઉણોદરિકા, ઉણોદરી તપ.
– બાહ્ય તપના છ ભેદમાંનો આ બીજો ભેદ છે. સામાન્ય અર્થમાં કહીએ તો “ઉન" એટલે ઓછું અને “ઉદર" એટલે પેટ. જેટલી ખરેખર ભુખ હોય તેના કરતા ઉદરમાં કંઈક ઓછું ભોજન નાખવું એટલે કે ઉદર (પેટ)ને અધુરું રાખવું તેનું નામ ઉણોદરી.
– આ તપમાં ભોજન કરવાનો નિષેધ ક્યાંય નથી, પણ ભોજન કઈ રીતે અથવા કેટલું કરવું, તેની જ સમજણ માત્ર અપાયેલી છે.
– આચારપ્રદીપમાં કહ્યા પ્રમાણે – રોજિંદા ખોરાક કરતાં કંઈક ઓછું ખાવું, પેટમાં થોડું ઓછું ભરવાની ક્રિયા તે ઉણોદરિકા.
– ઉણોદરી તપને આશ્રીને પહેલા આહારનું માપ જણાવે છે–
કુક્ષિ (પેટ) ભરવાને માટે પુરુષનો આહાર બત્રીશ કોળીયા પ્રમાણ અને સ્ત્રીઓનો આહાર અઠાવીસ કોળીયા પ્રમાણ કહ્યો છે. આ સંદર્ભમાં પૂર્વાચાર્યો જણાવે છે કે
(૧) એકથી આઠ કોળીયા સુધી ખાવું તે પૂર્ણ ઉણોદરી કહેવાય. (૨) નવથી બાર કોળીયા સુધી ખાવું તે અપાર્ધ ઉણોદરી કહેવાય. (૩) તેરથી સોળ કોળીયા સુધી ખાવું તે વિભાગ ઉણોદરી કહેવાય. (૪) સત્તરથી ચોવીશ કોળીયા સુધી ખાવું તે પ્રાપ્ત ઉરોદરી કહેવાય. (૫) પચીસથી ત્રીશ કોળીયા સુધી ખાવું તે કિંચિત્ ઉણોદરી કહેવાય.
આ રીતે ઉણોદરી તપના પૂર્ણ, અપાઈ, વિભાગ, પ્રાપ્ત અને કિંચિત ઉણોદરી એવા પાંચ પ્રકારમાંથી કોઈપણ ભેદે તપ કરી શકાય.
૦ ખોરાકનું માપ બત્રીશ કોળીયા પ્રમાણ જણાવ્યું પણ તે કોળીયો અર્થાત્ એક કવલનું માપ શું ?
– “કવલ પ્રમાણ કુકડીના ઇંડા જેવડું સમજવું." કુકડીના ઇંડાના આકારથી એક કોળીયો મોટો હોવો ન જોઈએ.
– અહીં ભોજન પ્રમાણ અને કવલ પ્રમાણ વિશે એક સ્પષ્ટતા ખાસ જરૂરી છે. ભોજનમાં મહત્તમ પ્રમાણે બત્રીશ કવલ નક્કી કર્યું. પણ તે તો સામાન્ય ધારાધોરણ થયું. ખરેખર તો પ્રત્યેક વ્યક્તિની સ્વાભાવિક ભુખ અને ભોજન પચાવવાની શક્તિ પ્રમાણે વ્યક્તિગત નિર્ણય કરીને પછી પોતે પોતાની ઉણોદરી' નક્કી કરવી જોઈએ. એ જ રીતે કવલ એટલે કુકડીના “ઇંડા પ્રમાણ' એ નિયમ ખરો, પણ તેનો ભાવાર્થ વિચારીએ તો એમ કહી શકાય કે, મોટું વિશેષ પહોળું કર્યા સિવાય સહેલાઈથી જેટલું મોઢામાં મૂકી શકાય તેને એક કોળીયાનું પ્રમાણ જાણવું.
આ બંને પ્રમાણો કરતા વિવિધ રીતે ઓછું ખાવું તે ઉણોદરી તપ. ૦ ઉણોદરી તપ અને તેના લાભનું દષ્ટાંત :