________________
૨૭૬
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨
ભગવંત મહાવીરના છદ્મસ્થકાળમાં ગોશાળો તેની સાથે વિચરી રહ્યો હતો. માર્ગમાં કોઈ વખતે વૈશિકાયમ તાપસને જોઈને ગોશાળાને તેની મશ્કરી કરવાનું મન થયું. થોડા વખત સુધી તો તે તાપસે આ મજાક ક્ષમાભાવે સહન કરી, પણ ગોશાળાએ વારંવાર મજાક કરી ત્યારે વૈશિકાયમ તાપસને ક્રોધ ચડ્યો. તેણે ગોશાળા તરફ તેજલેશ્યા છોડી ભયભીત ગોશાળો ભગવંતના શરણે આવ્યો. ભગવંતે સામે શીતલેશ્યા છોડીને તેજોવેશ્યાથી ગોશાળાનું રક્ષણ કર્યું.
ગોશાળાએ જ્યારે ભગવંતને આ સર્વ ક્રિયાનું રહસ્ય પૂછ્યું ત્યારે ભગવંતે તેજલેશ્યા લબ્ધિની વાત જણાવી. તેનો વિધિ દર્શાવતા ભગવંતે કહ્યું કે, જો મનુષ્ય છ માસ પર્યન્ત છઠની તપશ્ચર્યા કરે, પારણે એક મુઠી અડદ અને અંજલિ જળ લઈ ઉણોદરી તપ પૂર્વક પારણું કરે તો તેને આવી મહાતેજોલેશ્યાની લબ્ધિ પ્રાપ્ત કરવી શક્ય બને છે.
આવો લાભ પ્રાપ્ત કરવામાં અનશન સાથે ઉણોદરી તપ પણ કેટલું મહત્ત્વનું છે, તે આ દૃષ્ટાંતથી જાણવા મળે છે.
– ઉણોદરી તપના દ્રવ્ય અને ભાવથી પણ બે ભેદો કહ્યા છે –
(૧) દ્રવ્ય ઉણોદરી - આહાર, ઉપધિ, ઉપકરણ આદિમાં ઓછું પ્રમાણ રાખવું કે કરવું તે દ્રવ્ય ઉણોદરી કહી છે.
(૨) ભાવ ઉણોદરી - ક્રોધ આદિના ત્યાગરૂપ ઉણોદરી વ્રત કરવું તે ક્રોધ, માન, માયા, લોભ ચારે કષાયને અંકુશિત કરવા કે ઘટાડવા પ્રયત્ન કરવો.
– ઉણોદરી તપના દ્રવ્ય અને ભાવથી પણ બે ભેદો કહ્યા છે–
(૧) દ્રવ્ય ઉણોદરી - આહાર, ઉપધિ, ઉપકરણ આદિમાં ઓછું પ્રમાણ રાખવું કે કરવું તે દ્રવ્ય ઉણોદરી કહી છે.
(૨) ભાવ ઉણોદરી - ક્રોધ આદિના ત્યાગરૂપ ઉણોદરી વ્રત કરવું તે ક્રોધ, માન, માયા, લોભ ચારે કષાયને અંકુશિત કરવા કે ઘટાડવા પ્રયત્ન કરવો.
૦ ઉત્તરાધ્યયનસૂત્ર અધ્યયન-૩૦માં ગાથા ૧૨૦૨ થી ઉણોદરી તપના પાંચ ભેદો કહ્યા છે - તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પર્યાય. તેમાં દ્રવ્ય ઉણોદરી એટલે કંઈક ઓછું ખાવું તે. ક્ષેત્રથી ઉણોદરી-ગામ, નગર, નિગમ, આકર આદિ ક્ષેત્રોમાં ક્ષેત્ર પ્રમાણ નક્કી કરીને ભિક્ષા લેવી તે. અથવા પેટા, અર્ધપેટા આદિ પ્રકારે ભિક્ષા લેવી. કાળથી ભિક્ષાનો નિર્ણય કરવો તે કાળ ઉણોદરી, ભાવને આશ્રીને ભિક્ષા લે તે ભાવ ઉણોદરી.
(૩) વૃત્તિ સંક્ષેપ - વૃત્તિનો સંક્ષેપ કરવા રૂપ તપ, (જને ઉત્તરાધ્યયન સૂત્ર ગાથા-૧૨૧૩માં ભિક્ષાચર્યા તપ કહ્યો છે.)
– વૃત્તિ એટલે જેનાથી જીવતું રહેવાય તે, આજીવિકા.
– શ્રમણને આશ્રીને તેમાં ભિક્ષાથી મળતા અશન, પાન આદિનો સમાવેશ થાય છે. તેનો દ્રવ્યાદિ ચાર ભેદ વડે અભિગ્રહ કરવો તે વૃત્તિ સંક્ષેપ
– સાવારીપ માં જણાવે છે કે, જેમાં ખાવા-પીવાની વસ્તુઓની સંખ્યા