________________
નાણુંમિ સાંમિ સૂત્ર-વિવેચન
ઘટાડીને મર્યાદિત કરવામાં આવે છે તેને વૃત્તિ સંક્ષેપ કહે છે.
શાસ્ત્રકાર મહર્ષિએ આ વૃત્તિ સંક્ષેપના ચાર ભેદો કહેલા છે (૧) દ્રવ્યથી વૃત્તિ સંક્ષેપ, (૨) ક્ષેત્રથી વૃત્તિ સંક્ષેપ, (૩) કાળથી વૃત્તિ સંક્ષેપ અને (૪) ભાવથી વૃત્તિ સંક્ષેપ. ચારે ભેદોની વ્યાખ્યા કરતા આ પ્રમાણે જણાવે છે (૧) દ્રવ્યથી વૃત્તિ સંક્ષેપ
દ્રવ્યને આશ્રીને આ પહેલો વૃત્તિ સંક્ષેપ કહ્યો છે. જે સંખ્યાથી પણ નક્કી થાય છે અને સ્થિતિ તથા વસ્તુથી પણ નક્કી થાય છે.
સંખ્યાથી - એટલે આજે મારે પાંચ કે દશ દ્રવ્યો જ આહારમાં લેવા. સ્થિતિ તથા વસ્તુ-એટલે અમુક જ વસ્તુ અમુક સ્થિતિમાં હોય તો જ ગ્રહણ કરવી. જેમકે ભગવંત મહાવીરે અભિગ્રહ કરેલો કે સૂપડાના ખૂણામાં રહેલા અડદના બાકુડા કોઈ વહોરાવે તો ગ્રહણ કરવા. બીજી રીતે - પાત્રમાં લેપ ન લાગે તેવા પ્રકારની નિર્લેપ ભિક્ષા મળે તો જ ગ્રહણ કરવી.
આ વિષયમાં પાંડવ-ભીમનું દૃષ્ટાંત છે - તેણે દીક્ષા લઈ એક વખત એવો અભિગ્રહ કર્યો કે ભાલાના અગ્રભાગ વડે જો કોઈ ભિક્ષા આપે તો ગ્રહણ કરવી. છ માસ પર્યન્ત વિચરતા છેલ્લે એક ભિલના હાથે તેને આ રીતે ભિક્ષા પ્રાપ્ત થતા અભિગ્રહ પુરો થયેલો.
-
૨૭૭
-
(૨) ક્ષેત્રથી વૃત્તિ સંક્ષેપ :
આ અભિગ્રહમાં ક્ષેત્રને આશ્રીને ભિક્ષા ગ્રહણ કરવાનો નિયમ કરાય છે. જેમકે બે કે પાંચ ઘરોમાં જ જવું અથવા કોઈ એક ગલીમાં જવું કે અમુક વિસ્તારમાંથી જ જે ભિક્ષા મળે તે લેવી. અમુક સ્થિતિમાં રહીને કોઈ વ્યક્તિ ભિક્ષા વહોરાવે તો જ ગ્રહણ કરવી. જેમકે ભગવંત મહાવીરે જે અભિગ્રહ કર્યો હતો. તેમાં કોઈ વ્યક્તિનો એક પગ ઉંબરાની અંદર હોય અને એક પગ બહાર હોય, તેવી રીતે ભિક્ષા વહોરાવે તો ગ્રહણ કરવી, તેમ સંકલ્પ કરેલો. આ પણ ક્ષેત્રથી વૃત્તિ સંક્ષેપ જ કહેવાય.
(૩) કાળ વૃત્તિ સંક્ષેપ :- કાળ-સમયને આશ્રીને નિયમ કરવો તે.
દિવસના અમુક સમયે જ ગૌચરી લેવા જવું. અથવા તો સર્વ ભિક્ષુક ભિક્ષા લઈને નીવર્તી ગયા હોય ત્યાર પછી જ ભિક્ષા લેવા માટે જવું. તે કાળથી વૃત્તિ સંક્ષેપ કહેવાય. જેમકે ‘બપોરના એક વાગ્યે જ ભિક્ષા લેવા નીકળીશ'' આ પ્રમાણે અભિગ્રહ ધારણ કરે.
(૪) ભાવથી વૃત્તિ સંક્ષેપ :
વહોરાવનાર વ્યક્તિમાંથી કોઈપણ વ્યક્તિ હસતા-હસતા ગૌચરી વહોરાવે અથવા રડતા રડતા આંખમાં આંસુ સાથે વહોરાવે કે ગાતા ગાતા અથવા આવા પ્રકારના કોઈ અન્ય ભાવ સાથે ગૌચરી વહોરાવે તો જ મારે વસ્તુ ખપે અન્યથા ન ખપે. આવા પ્રકારનો અભિગ્રહ ધારણ કરવો તેને ભાવથી વૃત્તિ સંક્ષેપ તપ કર્યો કહેવાય.