________________
૨૭૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ ૦ સેમર્ષિમુનિનું દષ્ટાંત :
ક્ષેમર્ષિ નામે એક મુનિ હતા. તેણે એક વખત અભિગ્રહ કર્યો કે જો કોઈ રાજા મિથ્યાત્વી હોય, વળી તે રાજ્યથી ભ્રષ્ટ થયેલો હોય, મધ્યાહ્ન સમય હોય, કંદોઈની દુકાને પલાઠી વાળીને બેઠો હોય, બેઠા બેઠા પોતાના કાળા વાળને વિખેરતો તીણ ભાલાના અગ્રભાગ વડે એકવીશ માંડા લઈને મને આપશે તો હું પારણું કરીશ.
આ અભિગ્રહને દ્રવ્યાદિ ચાર ભેદે વિચારી જૂઓ(૧) “એકવીસ માંડા ભાલા વડે આપે" - આ થયો દ્રવ્ય વૃત્તિ સંક્ષેપ.
– અહીં સંખ્યા-૨૧ છે, દ્રવ્ય-માંડા છે, પલાઠી વાળીને બેઠો હોય અને ભાલા વડે આપે તે સ્થિતિ છે. આ ત્રણે બાબત દ્રવ્યથી અભિગ્રહની વ્યાખ્યા મુજબ છે.
(૨) તે વ્યક્તિ કંદોઈની દુકાને બેઠેલો હોવો તે ક્ષેત્ર વૃત્તિસંપ કેમકે અભિગ્રહનું ક્ષેત્ર - “કંદોઈની દુકાન' છે.
(૩) “મધ્યાહનો સમય કાળદર્શક' છે. તે કાળવૃત્તિ સંક્ષેપ.
(૪) રાજ્યભ્રષ્ટ થયેલો મિથ્યાત્વી રાજા કાળા વાળ વિખેરતો હોય - એ ભાવ વૃત્તિ સંક્ષેપ છે.
ક્ષેમષિમુનિ આવા પ્રકારના અભિગ્રહયુક્ત વૃત્તિ સંક્ષેપ તપ કરતાં વિચરી રહ્યા હતા. તેમને ત્રણ માસ અને આઠ દિવસ પસાર થયા. ત્યારે એક વખત કૃષ્ણ નામનો રાજા કે જે રાજ્યથી ભ્રષ્ટ થયેલો હતો, મધ્યાહ્ન સમયે કંદોઈની દુકાને બેઠો હતો, બેઠા બેઠા પોતાની રાજા રૂપે સ્થિતિ હતી તે યાદ કરીને વાળ વિખેરતો હતો. ત્યાંથી ભેમર્ષિમુનિ પસાર થયા, ત્યારે તે રાજા બોલ્યો - ઓ ભિક્ષુ ! “અહીં આવો.” હું તમારી આશા પૂર્ણ કરું.
ત્યારે મર્ષિ મુનિ તેમની પાસે ગયા. કૃષ્ણ રાજાએ કંદોઈની દુકાનમાં બેઠા બેઠા જ ભાલો માંડામાં માર્યો. ભાલામાં જેટલા માંડા આવ્યા તે મુનિની સામે ધર્યા. મુનિએ કહ્યું. ભાગ્યશાળી ! જરા માંડા કેટલા છે તે ગણીને કહેશો ? કૃષ્ણરાજાએ ઉત્તર આપ્યો કે હે મુનિશ્રી ! ગણવાનું શું કામ છે ? તમારા ભાગ્યમાં હશે તેટલા મળશે. મુનિએ કહ્યું - મારે એકવીશ માંડાનો અભિગ્રહ છે. રાજાએ માંડા ગણતા પુરા એકવીશ થયા. ત્યારે મુનિએ પારણું કર્યું.
શ્રાવકો પણ જો સચિત્ત, દ્રવ્ય આદિ ચૌદ નિયમ ધારતા હોય તો તેને વૃત્તિ સંક્ષેપ તપ થવાનો જ છે.
(૪) રસાયણો - રસત્યાગ :– વિકાર કરનારા રસોનો જે ત્યાગ તેને રસત્યાગ કહે છે. – દૂધ, દહીં, ઘી આદિ પ્રણિત પાન ભોજન તથા રસોનો ત્યાગ કરવો તે.
– પાક્ષિક અતિચારમાં પણ શ્રાવકો બોલે જ છે ને - રસત્યાગ તે વિગઈ ત્યાગ ન કર્યો. અહીં “રસ'નો અર્થ ‘વિગઈ કર્યો.