________________
નાણુંમિ હંસણંમિ સૂત્ર-વિવેચન
૨૫૯
(૩) અષાઢાચાર્યના શિષ્યો, (૪) અશ્વમિત્રાચાર્ય, (૫) ગંગાચાર્ય, (૬) ષલુકાચાર્ય, (૭) ગોષ્ઠામાહિલ (અને - (૮) શિવભૂતિ.) તેઓને ગચ્છ બહાર
કરાયા હતા.
તેથી સિદ્ધાંતનો અપલાપ કરવો અને ગુરુનો અપલાપ કરવો તે બંને નિહ્નવતા છે. તેમ ન કરવું તે અનિહ્નવતા છે.
(૬) મંગળ - વ્યંજન (- અક્ષર)ને વિશે
- જ્ઞાનાચારનો આ છઠ્ઠો આચાર છે. સૂત્રો શુદ્ધ ભણવા તેને સામાન્યથી વ્યંજન આચાર કહ્યો છે. વિશેષથી કહીએ તો સૂત્રના અક્ષરોનો શુદ્ધ ઉચ્ચાર કરવો તે વ્યંજનાચાર છે.
व्यज्यतेऽनेन अर्थः
જેનાથી અર્થ પ્રગટ થાય તે વ્યંજન-તેમાં વર્ણમાલાના તમામ અક્ષરો - ક, ખ વગેરે આવે અને ઉપલક્ષણથી સ્વરો પણ તેમાં આવી જાય છે. તેના ઉચ્ચારણમાં સમ્યગ્ ઉપયોગ રાખવો તેને છઠ્ઠો વ્યંજનાચાર નામે જ્ઞાનાચાર કહ્યો છે.
ઉપદેશપ્રાસાદના ૨૬૪માં વ્યાખ્યાનમાં જણાવે છે કે—
-
-
—
(૧) કહેલા વર્ણો (અક્ષરો)માંથી ન્યૂનાધિક અક્ષરો બોલીને સૂત્ર ભણવું નહીં, એ વ્યંજન નામે છટ્ઠો આચાર છે.
(૨) વ્યંજનના ભેદથી અર્થનો ભેદ થાય છે, અર્થના ભેદથી ક્રિયાનો ભેદ થાય છે, ક્રિયાના ભેદે કરીને મુક્તિનો અભાવ થાય છે. એ રીતે વ્યંજન ભેદથી અનેક દોષો ઉત્પન્ન થાય છે.
વ્યંજન એટલે કે અક્ષર રચનામાં વિપર્યાસ કઈ રીતે થાય ? તેને જણાવવા માટે કેટલીક સંભવીત ભૂલો જણાવે છે—
(૧) હીનાક્ષમાં - અક્ષર ઓછો કરીને બોલે - જેમકે ‘‘સવ્વસાહૂણં''ને બદલે ‘‘સવસાહૂણં' બોલે. ‘સવ્વ’ એટલે સર્વે થાય સવ એટલે શબ-મડદું અર્થ થઈ
જાય.
-
(૨) અત્યક્ષર અક્ષર વધુ કરીને બોલે જેમકે નમો તો! માં ઘણાં આચાર્યો-ઉપાધ્યાય બોલે છે. ખરેખર ‘આચાર્યોપાધ્યાય’ શબ્દ છે.
(૩) કાનાનો વધારો કે ઘટાડો - કોઈ સ્થાને કાનાનો વધારે કે ઘટાડો કરવો. તેનાથી અર્થમાં પરિવર્તન થઈ જાય છે, જેમકે ‘પવન' અને ‘પાવન'. પવન એટલે હવા થાય, પાવન એટલે પવિત્ર થાય. વિષા અને વિષ. અહીં ‘વિષા’ એ કન્યાનું નામ છે, કાનો ઘટાડી દેવાથી ત્યાં ‘વિષ’ શબ્દ થશે તેનો અર્થ ઝેર થાય. (૪) હ્રસ્વ કે દીર્ઘ-‘ઈ’નો વધારો કે ઘટાડો કરવો - જેમકે અરહંતાણં અને અરિહંતાણં શબ્દો બંને સાચા છે, તીર્થંકર શબ્દના દ્યોતક પણ છે. પણ અર્થથી બંનેમાં ભેદ છે. એ જ રીતે જિનવાણી શબ્દનું જનવાણી કરી દે તો જિનેશ્વરની વાણીને બદલે લોકવાણી અર્થ થઈ જશે. એ જ રીતે ‘સિદ્ધા' સિદ્ધ ભગવંતોના અર્થમાં છે, તેનું ‘સદ્ધા' થઈ જાય તો ‘શ્રદ્ધા’ અર્થ થઈ જાય. એ રીતે
-