________________
૨૫૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ વિરુદ્ધ પ્રતિપાદન કરવું તે પણ નિહ્નવ દોષ છે. તે દોષરહિતતા તે “અનિલવન' નામે પાંચમો જ્ઞાનાચાર જાણવો.
– શ્રુતના અક્ષરને આપનારા ગુરુઓનો અને મૃતાદીકનો અપલાપ કરવો નહીં એ પાંચમો જ્ઞાનાચાર જિનેશ્વરોએ કહેલો છે.
– ભણાવનાર ગુરુને ઓળવવો નહીં એટલે જેની પાસે ભણ્યા તેનું નામ ન દેતા બીજા પાસે ભણ્યાનું કહેવું - આવું મિથ્યા કથન કરવું તે અનિલવ કહેવાય છે.
સર્વાનિવૃત્તિ માં જણાવે છે કે, ગ્રહણ કરેલ કૃતનો અપલાપ કરવો ન જોઈએ. જેમની પાસે ભણ્યા હોઈએ, તેનું જ નામ આપવું જોઈએ બીજાનું નામ આપવું જોઈએ નહીં. કેમકે તેમ કરવાથી ચિત્તની કલષતા ઉત્પન્ન થાય છે. અનિલવતા સંબંધે વૃત્તિકારે એક દૃષ્ટાંત મૂકેલ છે–
કોઈ એક વાણંદ હતો, તેનો અસ્તરો વગેરે સાધનો વિદ્યાસામર્થ્યથી આકાશમાં રહેતા હતા. ત્યાં કોઈ એક પરિવ્રાજક કે જે ઘણાં રૂપ-સંપત્તિથી યુક્ત હતો તેણે આ વિદ્યાને વાણંદ પાસેથી પ્રાપ્ત કરી. ત્યારપછી તે પરિવ્રાજક અન્ય સ્થાને ગયો. ત્યાં તે પોતાનો ત્રિદંડ વિદ્યાબળે આકાશમાં રાખવા લાગ્યો. આકાશસ્થિત ત્રિદંડને કારણે મહાજનો તેને પૂજવા લાગ્યા. કોઈ વખતે રાજાએ તે પરિવ્રાજકને પૂછયું, હે પૂજ્ય ! આપનો આ દંડ આકાશમાં ચાલે છે (રહે છે) તે આપનો વિદ્યા અતિશય છે કે તપનો અતિશય છે ? ત્યારે તેણે કહ્યું કે, રાજન્ ! આ મારો વિદ્યા-અતિશય છે. ત્યારે રાજાએ પૂછ્યું કે, આપને આ વિદ્યા કોના પાસેથી પ્રાપ્ત થઈ ? ત્યારે પરિવ્રાજકે કહ્યું કે, હિમવંતમાં ફલાહાર ઋષિ પાસેથી હું આ વિદ્યા શીખ્યો. તે પરિવ્રાજક હજી આટલું બોલ્યો કે તુરંત જ તેના જૂઠ બોલવાથી તે ત્રિદંડ ખટુ કરતો નીચે પડી ગયો.
આ પ્રમાણે જેઓ આચાર્ય પ્રતિ (કે સિદ્ધાંત પ્રતિ) નિલવતા કરે છે તેઓને ચિત્ત સંક્લિષ્ટતા દોષથી તે વિદ્યા ફળદાયી બનતી નથી. માટે અનિલવતાનો ત્યાગ કરવો જોઈએ.
– જે ગુરુએ શાસ્ત્રાભ્યાસ કરાવ્યો હોય તે બહુ પ્રસિદ્ધ ન હોય કે જાતિ અથવા કુળ આદિથી ઉચ્ચ ન હોય તેટલા માત્રથી તેમના નામનો અપલાપ કરીને - તેમનું નામ છુપાવીને કોઈ જાણીતા કે સમર્થ પુરુષનું ભળતું જ નામ લેવું તે ‘નિલવતા' છે તેમ ન કરવું તે અનિલવતા છે. જ્ઞાનોપાસના અને જ્ઞાન પરંપરા યથાર્થ રીતે જળવાઈ રહે તે માટે આ અતિચાર અતિ મહત્વનો છે. જેઓએ તેમનાથી વિરુદ્ધ વર્તન કર્યું છે, તેના જ્ઞાનની ક્ષતિ થયાના - વિદ્યાઓ ન ફળ્યાના દૃષ્ટાંતો શાસ્ત્રમાં છે. લોકમાં પણ એ વાત સુવિદિત છે કે એક પણ અક્ષરનું જ્ઞાન આપનાર ગુરુનો અપલાપ કરવો નહીં
– જિનશાસનમાં એકાદ સિદ્ધાંતનો પણ અપલાપ કર્યો હોય તેમને નિલવા નામે જ્ઞાનીઓએ ઓળખાવ્યા હોવાના ઉલ્લેખો આગમ સૂત્રોમાં જોવા મળે છે. એવા સાત (આઠ) નિલવોના શાસ્ત્રોબ્લેખ મળે છે – (૧) જમાલિ, (૨) તિષ્યગુણાચાર્ય,