________________
સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિવેચન
૧૮૫
- અહીં ‘સિદ્ધ' શબ્દમાં આ કર્મક્ષય સિદ્ધને ગ્રહણ કરવાના છે. અન્ય દશ પ્રકારના સિદ્ધોનું ગ્રહણ કરાયેલ નથી. તેથી ‘સિદ્ધાણં' શબ્દથી કર્મક્ષયથી સિદ્ધ એવા સિદ્ધોને જ નમસ્કાર કરવામાં આવેલ છે.
- સિદ્ધાવસ્થા એ આત્માનું પરમ વિશુદ્ધ સ્વરૂપ છે. તેની પ્રાપ્તિ અંગે વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે
– પ્રવાહની અપેક્ષાએ દીર્ધકાળની સ્થિતિવાળા આઠ પ્રકારના બાંધેલા કર્મને ધ્યાનરૂપ અગ્નિ વડે જેણે બાળી નાંખ્યાં છે, એવા “સિદ્ધ'ને સિદ્ધપણું પ્રાપ્ત થાય છે.
– સિદ્ધ થયેલા જીવોનો ‘કર્મક્ષયથી સિદ્ધ' એવો અર્થ કર્યો. પરંતુ તેનો પણ જુદી જુદી રીતે બાર ભેદે વિચાર કરતા તત્ત્વાર્થ સૂત્રના અધ્યાય-૧૦ના સૂત્ર-૭માં આ પ્રમાણે જણાવેલ છે–
(૧) ક્ષેત્ર, (૨) કાળ, (૩) ગતિ, (૪) લિંગ, (૫) તીર્થ, (૬) ચારિત્ર, (૭) પ્રત્યેકબુદ્ધબોધિત, (૮) જ્ઞાન, (૯) અવગાહના, (૧૦) અંતર, (૧૧) સંખ્યા અને (૧૨) અલ્પ બહત્ત્વ - આ બાર બાબતોથી સિદ્ધના જીવોનો વિચાર થઈ શકે છે.
આ બારે બાબતો કિંચિત્ વિસ્તારથી આ પ્રમાણે કહી શકાય(૧) ક્ષેત્ર-મનુષ્યલોકમાંથી સિદ્ધ થાય છે.
(૨) કાળ - બધાં કાળમાં સિદ્ધ થાય છે. (આ વિધાન મહાવિદેહ ક્ષેત્રને આશ્રીને છે. ભરત, ઐરવતમાં જે-તે તીર્થંકરનો શાસનકાળ જ્યાં સુધી પ્રવર્તતો હોય ત્યાં સુધી મોક્ષ માર્ગ ચાલુ રહે છે.).
(૩) ગતિ - કોઈ પણ જીવનું મોક્ષગમન મનુષ્ય ગતિમાંથી જ થાય છે.
(૪) લિંગ - સ્વલિંગ (જૈન-દીક્ષા)વાળા, પરલિંગ (તાપસ આદિ) અને ગૃહલિંગ (ગૃહસ્થો) પણ “સિદ્ધ થાય છે
(૫) તીર્થ - તીર્થને આશ્રીને સિદ્ધોના બે ભેદો છે. તીર્થ ચાલુ હોય ત્યારે સિદ્ધ થનારા. જેને તીર્થ સિદ્ધ કહે છે. જેમકે ભ૦ મહાવીરના તીર્થમાં જંબુસ્વામી વગેરે. તીર્થ વિદ્યમાન ન હોય ત્યારે (તીર્થ સ્થાપના પૂર્વે અને ભગવંતના કેવળજ્ઞાન પછી.) પણ સિદ્ધ થાય - જેમકે - મરૂદેવા માતા કે જેને અતીર્થ સિદ્ધ કહે છે.
(૬) ચારિત્ર - ચારિત્રના સામાયિક, છેદોપસ્થાપનીય આદિ પાંચ ભેદો છે. તેમાં પાંચમાં યથાખ્યાત ચારિત્ર યુક્ત જીવ જ સિદ્ધ થાય છે.
(૭) પ્રત્યેકબુદ્ધબોધિત - બે પ્રકારના જીવોની મોક્ષગમન સંભાવના કહી છે. પ્રત્યેક બુદ્ધ - જે પોતાની જ્ઞાનશક્તિથી બોધ પામે છે અને સિદ્ધ થાય છે. જ્યારે બીજા બુદ્ધબોધિત કહ્યા છે. જેઓ બીજાનો ઉપદેશ પામીને જ મોક્ષે જાય.
(૮) જ્ઞાન - વર્તમાનકાળની દૃષ્ટિથી માત્ર કેવળજ્ઞાનવાળાને જ સિદ્ધત્વની પ્રાપ્તિ થાય છે. | (૯) અવગાહના - એટલે ઊંચાઈ. જે અવગાહનાથી જીવ “સિદ્ધ થાય તેની બે તૃતીયાંશ અવગાહના મોલમાં હોય છે.