________________
૧૮૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
વિદ્યાથી પાત્રાને આકાશમાં તરતા મૂકી ઉપાસકોના ઘરમાંથી આહારના પાત્રો ભરીને પાછા લઈ લેતો હતો. તેનાથી પરેશાન થયેલા લોકોએ ખyટાચાર્યને બધી વાત કરી. ત્યારે ખપુટાચાર્યએ આકાશમાં પાષાણની સ્થાપના કરી. તેના લીધે બધાં જ પાત્રા ભાંગી ગયા. તે બાળ સાધુ ભયભીત થઈને ભાગી ગયો. આવી અનેક પ્રકારે ખપુટાચાર્યએ વિદ્યાસિદ્ધિથી શાસનનો મહિમા વધાર્યો.
(૪) મંત્રસિદ્ધ :- જાપ કર્યા વિના જ પાઠ માત્રથી ફળ આપે અથવા જેનો અધિષ્ઠાયક દેવ હોય તે મંત્ર. જેણે તે સાધ્યો હોય તે મંત્રસિદ્ધ.
(૫) યોગસિદ્ધ :- અનેક ઔષધિ ભેગી કરીને બનાવેલા લેપ-અંજન વગેરે યોગ. તેમ કરવામાં જે સિદ્ધ હોય તો યોગ સિદ્ધ.
દષ્ટાંત :- દેવશર્મા નામે કુલપતિ ૪૯૯ તાપસોથી પરિવરેલો હતો તે કુલપતિ સંક્રાંતિ આદિ પર્વને દિવસે પોતાની પ્રભાવના કરવા સર્વ તાપસો સહિત પારલેપ વડે કૃષ્ણ નદીને ઉતરીને અચલપુર આવતો હતો. લોકો તેના આ અતિશયથી વિસ્મય પામીને તેની વિશેષ પ્રકારે ભક્તિ કરતા હતા. તેમજ શ્રાવકોની નિંદા કરતા કે તમારા ગુરુમાં આવી શક્તિ નથી.
ત્યારે શ્રાવકોએ આર્યસમિતને તે વાત કરી. તેમણે કહ્યું કે તેઓ માયાકપટથી પારલેપ કરીને નદી પાર ઉતરે છે. તમે તાપસોને ભોજન માટે નિમંત્રણ આપો. તેના પગનો પારલેપ ધોઈ નાંખો. પછી તાપસો નદીને પાર કરીને જઈ શકશે નહીં. ત્યારે શ્રાવકોએ તેમ કરતા તાપસી પાદલપના અભાવે નદીમાં ડૂબવા લાગ્યા, તેથી લોકોમાં ઘણી જ અપભ્રાજના પામ્યા.
આ અવસરે તેમને પ્રતિબોધવા આર્યસમિત સૂરિ ત્યાં આવ્યા. તેમણે સમગજનની સમક્ષ નદીને કહ્યું કે, હે કૃષ્ણા નદી ! અમે સામે કાંઠે જવા ઇચ્છીએ છીએ. તે વખતે કૃણા નદીના બંને કાંઠા એક થઈ ગયા. તે જોઈને લોકો તથા તાપસો વિસ્મય પામ્યા. પછી બધાં તાપસોએ દીક્ષા લીધી.
(૬) આગમસિદ્ધ :- આગમ એટલે દ્વાદશાંગીરૂપ પ્રવચન. તેમાં અસાધારણતયા સંપૂર્ણ અર્થોના બોધવાળા હોય તે આગમ સિદ્ધ.
(૭) અર્થસિદ્ધ :- અર્થ એટલે ધન. તે “મમ્મણીની જેમ જેને પુષ્કળ પ્રમાણમાં સિદ્ધ થયું હોય તે અર્થ સિદ્ધ.
(૮) યાત્રાસિદ્ધ - જળ માર્ગ કે સ્થળ માર્ગે “તુંડિકાની જેમ જેની મુસાફરી નિર્વેિદનપણે સંપૂર્ણ થતી હોય તે યાત્રાસિદ્ધ કહેવાય.
(૯) અભિપ્રાયસિદ્ધ :- કરવા ધારેલા કાર્યોને અભયકુમારની જેમ ધાર્યા પ્રમાણે સિદ્ધ કરે તે અભિપ્રાય સિદ્ધ.
(૧૦) તપસિદ્ધ - દૃઢપ્રહારી મહાત્માની જેમ જેને સર્વોત્કૃષ્ટ તપ કરવાનું સામર્થ્ય પ્રગટ્યું હોય તે તપસિદ્ધ.
(૧૧) કર્મક્ષયસિદ્ધ :- જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને મૂળમાંથી નાશ કરવા દ્વારા “મરૂદેવા માતાની જેમ સિદ્ધ થાય તે કર્મક્ષયસિદ્ધ.