________________
સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિવેચન
૧૮ ૩
‘લોગસ્સ' અને સૂત્ર-૧૩ નમૂત્થણમાં કરાયેલ છે તે જોવી.
- યોગશાસ્ત્ર વિવરણમાં જણાવે છે કે, સિદ્ધ થયેલા અર્થાત જેમ રાંધેલા ભાતને ફરી રંધાવાનું નથી તેમ ગુણોથી સિદ્ધ થયા - પૂર્ણ થયા માટે તે તે વિષયમાં જેઓને કંઈ કરવાનું બાકી નથી તે સિદ્ધોને નમસ્કાર થાઓ એમ વાક્યર્થ જોડવો.
(અહીં ‘સિદ્ધ’ શબ્દ એ ગાથાના અંતે આવતા “સિદ્ધ' શબ્દના વિશેષણ રૂપ છે - “જેઓના સર્વે કાર્યો સિદ્ધ થયા છે.” તે અર્થમાં - હવેનું વિવરણ વિશેષ્ય એવા સિદ્ધપદનું છે.)
– આવશ્યક વૃત્તિમાં પણ જણાવે છે કે - સિત ધ્યાતિ પામ્ રૂતિ સિદ્ધ ! કર્મરૂપી ઇંધણને બાળી નાંખ્યા છે, તેથી સિદ્ધ કહેવાય છે, એવા સિદ્ધોને.
– સિદ્ધો પણ ‘કર્મસિદ્ધ' વગેરે અનેક પ્રકારના કહ્યા છે– - આવશ્યક નિર્યુક્તિ-૯૨૭માં અગિયાર પ્રકારના સિદ્ધો કહ્યા છે–
(૧) કર્મસિદ્ધ, (૨) શિલ્પસિદ્ધ, (૩) વિદ્યાસિદ્ધ, (૪) મંત્રસિદ્ધ, (૫) યોગસિદ્ધ, (૬) આગમ સિદ્ધ, (૭) અર્થસિદ્ધ, (૮) યાત્રાસિદ્ધ, (૯) અભિપ્રાયસિદ્ધ, (૧૦) તપસિદ્ધ અને (૧૧) કર્મક્ષય સિદ્ધ. (તેનું વિવેચન આ પ્રમાણે-)
(૧) કર્મસિદ્ધ - કોઈ આચાર્યના ઉપદેશ વિના જ પ્રર્વતેલા જેવા કે ભાર ઉપાડવો, ખેતી કરવી, વ્યાપાર કરવો વગેરે કર્મ. તે કર્મમાં “સહ્મગિરિ સિદ્ધની જેમ જે પારંગત હોય તે કર્મસિદ્ધ.
(૨) શિલ્પસિદ્ધ :- કોઈ આચાર્યના ઉપદેશથી લોકમાં ચાલેલું સુતાર, લુહાર વગેરેની અનેક કળાઓ રૂપ શિલ્પ અને તે તે શિલ્પમાં કોકાસ સૂત્રધાર(સુતાર)ની જેમ પ્રવીણ હોય તે શિલ્પસિદ્ધ.
(૩) વિદ્યાસિદ્ધ :- જાપ હોમ વગેરેથી ફળ આપે અથવા જેની અધિષ્ઠાયિકા દેવી હોય તે વિદ્યા. આર્યખપુટાચાર્યની જેમ જેણે તે સાધી હોય તે.
૦ દૃષ્ટાંત :- આર્યખપુટ નામે એક આચાર્ય હતા. તેનો એક ભાણેજ હતો. બાલ્યવયનો હતો. તેણે સાંભળી-સાંભળીને વિદ્યા ગ્રહણ કરેલ. વિદ્યા સિદ્ધ એવા આચાર્ય તેના ભાણેજને ભૃગુકચ્છ નગરે કોઈ સાધુ પાસે મૂકીને પછી ગુરુશસ્ત્ર નગરે ગયા. તે નગરમાં કોઈ પરિવ્રાજક સાધુ સાથે વાદમાં હારીને દુઃખી થઈને મૃત્યુ પામેલ. મૃત્યુ પામીને ગુડશસ્ત્ર નગરમાં વ્યંતર થયેલો. તેણે ત્યાં રહેલા સાધુઓને ઉપસર્ગ કરવાનું શરૂ કરેલ.
આર્ય ખપૂટાચાર્ય ત્યાં ગયા. ત્યાં જઈને તેણે વ્યંતરના કાનોમાં ઉપાહ લટકાવી દીધા. પછી લોકોને લઈને ત્યાં આવ્યા, ત્યારે તે વ્યંતર બધાંને લાકડી વડે મારતો પાછળ દોડવા લાગ્યો. લોકો પગે પડીને પોતાને મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યા. ત્યારે આર્યખપૂટે તે વ્યંતરને પોતાની વિદ્યાના પ્રભાવથી અંકુશમાં રાખ્યો.
એ જ રીતે આહાર લાલસાને કારણે બુદ્ધ સાધુ થઈ ગયેલ તે પોતાની