________________
૯૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ - વિનોનો જય થાય છે અને ફળની પ્રાપ્તિ થાય છે ઇત્યાદિ કારણોથી પ્રણિધાનરૂપ એવા આ સૂત્રમાં ઉપરોક્ત આઠ અભિલાષાઓ જણાવીને તે ભગવંતના પ્રભાવથી ફળે છે તેમ નિવેદન કર્યું છે.
ઉપરોક્ત વિવેચન પહેલી બે ગાથાનું કર્યું. તે ગાથા બોલવાની વિધિ મુક્તાશક્તિ મુદ્રાએ છે. અર્થાત્ બે હાથને છીપના આકારે જોડી મસ્તકે - લલાટે રાખવાના અને શસ્તવ મુદ્રાપૂર્વક બેસીને (અથવા ચોમાસી દેવવંદનમાં ઉભા-ઉભા પણ) આ બે ગાથાનું ઉચ્ચારણ થાય છે. સંવત ૧૫૦૧માં હેમહંસ ગણિ રચિત પડાવશ્યક બાલાવબોધમાં જણાવે છે કે આ પહેલી બે ગાથા ગણધર કૃત્ છે. અન્ય ગાથા પૂર્વાચાર્ય કૃત્ છે. (તેથી પણ કદાચ વિધિમાં એવો ઉલ્લેખ હોય કે પ્રથમ બે ગાથા મુક્તાશુક્તિમુદ્રાએ બોલવી. બીજી ગાથાઓ યોગમુદ્રાએ બોલાય છે. વળી લલિત વિસ્તરા, દેવવંદન ભાષ્ય, યોગશાસ્ત્ર, પંચાશક આદિ ગ્રંથોમાં પણ પહેલી બે ગાથાનું જ વિવેચન છે. પછીની ત્રણે ગાથાનો ઉલ્લેખ ત્યાં જોવા મળતો નથી.
હવેની બે ગાથામાં પણ આવી જ પ્રાર્થનાઓ કરાઈ છે. તે બંને ગાથાનું સાથે વિવેચન અહીં રજૂ કરીએ છીએ
• વારિ વિ - જો કે નિષેધ કરેલો છે - ના પાડી છે. ૦ વારિત્ર - વાર્યુ છે, નિષેધ કરેલો છે, ના પાડી છે. ૦ નટ્ટુ વિ - જો કે, યદ્યપિ.
– આ પદોનો સંબંધ હવે પછીના નિવાબવંધ સાથે છે. (નિદાનબંધનનો) જો કે નિષેધ કરવામાં આવેલો છે - મનાઈ ફરમાવી છે.
• નિયા-વંથ - નિદાન બંધન, નિયાણું બાંધવું તે.
- ધર્માનુષ્ઠાનના ફળની પ્રાપ્તિ માટેની અભિલાષા અથવા સંકલ્પ વિશેષ ને નિયાણું કે નિદાન કહેવાય છે. જે કરવાની મનાઈ છે.
૦ નિદાનના પ્રકારો – નિદાન કે નિયાણાનું વર્ણન દસાશ્રુતસ્કંધ નામના આગમમાં દશમી દશા “આયતિસ્થાન'માં સુંદર રીતે કરાયેલ છે. અન્ય ગ્રંથોમાં પણ તેનું વર્ણન આવે છે તે મુજબ સંક્ષેપથી ત્રણ પ્રકારે અને વિસ્તારથી નવ પ્રકારે નિયાણાના ભેદોનું વર્ણન જોવા મળે છે–
-૦- ત્રણ પ્રકારે નિયાણું :
(૧) ઇહલોક નિદાન :- આ લોક સંબંધી સૌભાગ્ય, રાજ્ય, બળ અને રૂપસંપદાની અભિલાષા ધર્માનુષ્ઠાનના ફળરૂપે કરવી તે.
(૨) પરલોક નિદાન :- વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થવાની કે ઇંદ્રાદિ પદવી મેળવવાની અભિલાષા કે સંકલ્પ કરવો તે.
(૩) કામભોગ નિદાન :- ધર્મકરણી કર્યા બાદ ભવોભવમાં શબ્દાદિ કામભોગ માટેની અભિલાષા કરવી તે.
-૦- નવ પ્રકારે નિયાણું :