________________
જય વીયરાય સૂત્ર-વિવેચન
(૮) તત્રેયન સેવા - તેમના (સદ્ગુરુના) વચન પ્રમાણે ચાલવું તે.
– સગુનો યોગ પ્રાપ્ત થયા પછી તેમની આજ્ઞાનું પાલન કરવું તે. કેમકે સદ્ગુરુ કદાપિ અહિતકર આજ્ઞા કરે નહીં, માટે તેમના વચનની સેવના કરવી.
– યોગશાસ્ત્રમાં જણાવે છે કે, આ આઠમી અભિલાષા “અપ્રમત્તસંયત' થયા પહેલાં રાખવાની, કારણ કે “અપ્રમત્ત સંયતાને તો મોક્ષની પણ અભિલાષા રહેતી નથી.
– “આજ્ઞા એ જ ધર્મ એ વચનાનુસાર સદગુરુનો યોગ સાંપડ્યા પછી તેમની આજ્ઞાનુસાર ચાલવું - તેનું પાલન કરવું તેને તવાન સેવા નામની આઠમી અભિલાષા કહી છે.
• મવમવંડ – જ્યાં સુધી સંસારમાં પરિભ્રમણ કરવું પડે ત્યાં સુધી.
૦ મવમ્ - પંચાશક ટીકામાં તેનો અર્થ કર્યો સંસાર ભ્રમણ છે ત્યાં સુધી અને સર્વ એટલે સંપૂર્ણ, પુરેપુરી. ખંડિત કે અપૂર્ણ નહીં
૦ મોક્ષ ન થાય ત્યાં સુધી પરિપૂર્ણપણે તે સામવમવં.
-૦- ભવનિર્વેદ આદિ જે આઠ અભિલાષા ઉપર કહી તે ક્યાં સુધી ? તે વિશે લલિતવિસ્તરા વૃત્તિમાં જણાવે છે કે આ આઠે અભિલાષાઓ માત્ર એક જ વખત કે થોડો સમય માટે કરવામાં આવતી નથી પણ જીવનભર એટલે કે સંસારકાળ પર્યન્ત મને અવશ્ય હોજો. આટલું કલ્યાણ પ્રાપ્ત થાય તો અવશ્યજલ્દીથી મોક્ષ પ્રાપ્ત થાય છે. અન્યથા એક વખત ભવનિર્વેદ થયો પછી ફરી ભવરાગ થશે. માર્ગાનુસારિતા આવ્યા પછી ફરી અમાર્ગ કે અતત્ત્વનું અનુસરણ આવશે. માટે અખંડપણે મોક્ષ પર્યન્ત જ આ માંગણી કરી.
૦ આ આઠે અભિલાષા ફળે કઈ રીતે ?
લલિતવિસ્તરામાં શ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે કે, આઠે અભિલાષા અચિંત્ય ચિંતામણિરૂપ ભગવંતના પ્રભાવથી- સામર્થ્યથી ફળે છે.
જીવે પુરુષાર્થ તો અવશ્ય કરવાનો જ છે પણ આ પુરુષાર્થ-પ્રયત્ન ભગવંતના પ્રભાવથી ફળે છે. જેમ ચિંતામણિરત્ન કશી પ્રવૃત્તિ ન કરતું હોવા છતાં તેની આરાધના લોકોના મનોવાંછિતને પૂર્ણ કરનારી થાય છે, તે રીતે અરિહંત પરમાત્મા અચિંત્ય ચિંતામણિ સમાન છે, તેમની ભક્તિ, આરાધના, પર્થપાસના આદિથી ઉક્ત આઠે વસ્તુ સિદ્ધ થાય છે.
અરિહંત પરમાત્મા પરત્વેની શ્રદ્ધા અને ભક્તિથી પ્રવૃત્તિ કરતો જીવ કદાપિ અહંકારી-ઘમંડી બનતો નથી, પુરુષાર્થનું સાતત્ય જળવાય છે, પરમાત્માના જીવન અને કાર્યો તથા ઉપદેશ નજર સમક્ષ રહેતા શ્રદ્ધા વધુને વધુ મજબુત બની રહે છે. તેમના પ્રભાવે જ કલ્યાણ થાય તેવી બુદ્ધિથી કૃતજ્ઞતા ભાવ પ્રગટે છે.
મન, વચન, કાયાનું પ્રણિધાન એ સમસ્ત શુભ અનુષ્ઠાનનું કારણ છે અને પ્રણિધાનનું અંતિમ ફળ મોક્ષ છે. વળી આ આશંસામાં અપ્રશસ્ત એવા રાગ, દ્વેષ કે મોહનો અભાવ હોવાથી તે નિયાણારૂપ નથી. પ્રણિધાન કરવાથી જ પ્રવૃત્તિ થાય [2] 7]