________________
જય વિયરાય સૂત્ર-વિવેચન
(૧) રાજાપણું :- દેવલોક તો સાક્ષાત્ જોયો નથી પણ રાજા જ બળદેવ છે, માટે તપના બળે હું રાજા થઉં, આવા પ્રકારનું નિયાણું કરવું.
(૨) શ્રેષ્ઠી થવું :- રાજાને તો ઘણી ચિંતા હોય, પણ ધનિક લોકો સુખી હોય છે. માટે તેવા ઉચ્ચકુળમાં શ્રેષ્ઠીને ત્યાં હું પુત્રપણે ઉત્પન્ન થઉં તેમ વિચારવું તે બીજું નિયાણું જાણવું.
(૩) સ્ત્રીપણું :- કોઈ એવું વિચારે કે પુરુષપણામાં તો વ્યાપાર, સંગ્રામ આદિ અનેક પ્રકારના કષ્ટો રહેલા છે, તેથી સ્ત્રીનો અવતાર મળે તો સારું.
(૪) પુરુષપણું :- સ્ત્રીનો જન્મ તો નીચ ગણાય માટે સર્વકાર્ય કરવામાં સમર્થ એવા પુરુષપણાને પામું, તો આ પણ એક પ્રકારે નિયાણું જ છે. કેમકે આપણે તો નિર્વેદની સ્થિતિ પામવી છે.
(૫) પરપ્રવિચાર :- મનુષ્યના કામભોગની પ્રક્રિયા તો અપવિત્ર - અશુચિમય છે. તેના કરતાં દેવપણું મળે તો સારું. જેથી દેવી સાથે ભોગ ભોગવી શકાય તે પરપ્રવિચાર નિયાણું કહ્યું
(૬) સ્વપ્રવિચાર :- દેવપણું પામ્યા પછી બીજી દેવી ભોગવવામાં કષ્ટ છે, તેના કરતાં હું પોતે જ દેવ-દેવી બંને રૂપ વિક્ર્વી ભોગ ભોગવું તે યોગ્ય છે, માટે હું તેવા પ્રકારનો દેવ બનું એવું નિયાણું કરવું. T (૭) અલ્પ વિકારીપણું - કામભોગથી વૈરાગ્ય પામી કોઈ એવું વિચારે કે તપના પ્રભાવે હું અલ્પવિકારી દેવ બનું તો આવું નિયાણું કરનાર કદાચ દેવપણું પામે, તો પણ ત્યાંથી ચ્યવીને પછી દેશવિરતિપણે પામે નહીં.
(૮) દરિદ્રીપણું - દ્રવ્યવાન્ પુરુષને રાજા, ચોર, અગ્નિ વગેરેનો મહાભય રહે છે. તેમ સમજી એવું નિયાણું કરે કે હું અલ્પારંભ દરિદ્રી થાઉં.
(૯) શ્રાવકપણું :- મુનિને દાન આપવામાં પ્રીતિવંત હોય અને વ્રતધારી શ્રાવક થવા માટે વિચારણા કરે તે નવમું નિયાણું. આવું નિયાણું કરનાર દેશવિરતિપણું તો કદાચ પામી જાય પણ સર્વ વિરતિપણું પામતો નથી.
આ રીતે નવ પ્રકારે નિયાણાનું સ્વરૂપ જણાવે છે. દસાગ્રુતસ્કંધ નામક આગમમાં પણ નિયાણાનું સ્વરૂપ નવ પ્રકારે બતાવેલ છે, પણ તેનું સ્વરૂપ ઉક્ત નવ ભેદો કરતા થોડું જુદા પ્રકારે છે. પણ તેમાં મહત્ત્વની વાત એ કરી છે કે (૧) નિયાણું કરનાર જીવ તેમના સુઆચરિતસંયમ અને તપ આદિના ફળરૂપે જો પુન્યનો યોગ હોય તો જ નિયાણું કર્યા મુજબનું ફળ પામી શકે છે. પણ નિયાણું કરવાથી પાપનો બંધ અવશ્ય થાય જ છે. (૨) જો નિયાણા પ્રમાણેનું ફળ પામી પણ જાય તો પણ આ નવે નિયાણા એવા છે કે તેનાથી ફળ પામ્યા પછીના ભવે મોક્ષ થતો નથી. અર્થાત્ નિયાણું કર્યા પ્રમાણેનો ભવ મળી ગયા પછી, બીજે ભવે તે જીવનો મોક્ષ કદાપિ થતો નથી. તે જીવો દુર્લભ બોધિ પણ થાય છે.
• વીરા ! તુદ સન - હે વીતરાગ ! તમારા શાસ્ત્રોમાં-આગમમાં. ૦ “વીતરાગ’ અને ‘તુહ' શબ્દની વ્યાખ્યા પહેલી ગાથામાં કરાઈ છે.