________________
૨૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ શ્રતધર્મ કે દ્વાદશાંગીની આદિ કરનારાઓને
– આદિ કરનાર કે આદિ કરવામાં હેતુભૂત થનાર તે “આદિકર' તેઓને. - - ‘આદિ'પદ અહીં શ્રતધર્મ કે દ્વાદશાંગીની આદિનું સૂચન કરે છે. જો કે દ્વાદશાંગી કોઈપણ કાળે ન હતી કે નથી કે નહીં હોય તેવું નથી. કેમકે અર્થથી તે નિત્ય છે. પ્રવાહથી તે અનાદિ છે, પણ પ્રત્યેક તીર્થંકરના સમયમાં તેની સૂત્ર સ્વરૂપ રચના પુનઃ પુનઃ થતી હોય છે, તેમાં શબ્દોથી પરિવર્તન પણ હોઈ શકે છે. તેથી
વ્યવહારનયની દૃષ્ટિએ તેની આદિ મનાય છે. કેમકે દ્વાદશાંગી અર્થથી શાશ્વતી છે, સૂત્રથી શાશ્વતી નથી.
– સર્વ તીર્થકરો પોતપોતાના તીર્થમાં આદિના કરનારા હોવાથી વિવાર કહ્યા છે. (લોગસ્સ સૂત્રમાં ભગવંત “ઋષભનું વિવેચન જુઓ).
– મત નિરસન :- સાંખ્ય દર્શન વાળાઓ ભગવાનને સર્વથા અકર્તા માને છે. કેમકે તેઓનું સૂત્ર છે કે – “માઁSSત્માં' આત્મા કર્તા નથી. તેમના આ મતનો નિષેધ કરીને કથંચિત્ કતૃત્વ પ્રતિપાદન કરવાની ઇચ્છાથી ‘મહિર' શબ્દનો પ્રયોગ કર્યો છે.
– ૩રૂર/પદ અરિહંતનું વિશેષણ છે. અનાદિ કાળથી અરિહંતો પણ જન્મ, શરીર, સુખદુઃખ આદિ તથા કર્મબંધ કરવાના સ્વભાવવાળા હોય. પણ પુરુષાર્થ કરી પોતાના કર્મોની નિર્જરા કરતા-કરતા તેઓ “અરિહંત' પદ સુધી પહોંચ્યા છે. પછી પોતાના તીર્થની અપેક્ષાએ ધર્મની આદિના કરનારા બન્યા છે. . – પાઠભેદથી – નાટિકાર પાઠ પણ મળે છે.
• “હિત્યરા” તીર્થકરોને, તીર્થકરોને. - આ શબ્દનું વિવેચન સૂત્ર-૮ લોગસ્સમાં થઈ ગયેલ છે. – તીર્થને સ્થાપે કે તીર્થન કરે તે તીર્થકર કે તીર્થકર કહેવાય છે. - તીર્થ શબ્દ ચતુર્વિધ સંઘ, પ્રથમ ગણધર આદિ અર્થમાં ગ્રહણ થાય છે.
– જેના વડે સંસારસાગર તરાય તે તીર્થ. આ તીર્થનો ‘પ્રવચન' એવો પણ અર્થ કરાયેલ છે. સંઘને પણ તીર્થ કહેલ છે. આ તીર્થના કર્તા તે તીર્થકર.
- મત નિરસન :- કેવલીપણું થયા પછી તુરંત મોક્ષ થાય જ. એમ માનનાર વેદપ્રધાન ધાર્મિકતાવાળા કોઈને પણ તીર્થ-કર્તા માનતા નથી. તેઓ માને છે કે જ્યાં સુધી સર્વ કર્મોનો ક્ષય ન થાય, ત્યાં સુધી કોઈને પણ કેવલજ્ઞાન થાય નહીં અને કેવળજ્ઞાન થાય ત્યારે સંપૂર્ણ કર્મોનો ક્ષય થતો હોવાથી તરત મોક્ષ જ થાય. તેથી તીર્થ કરવાનું કોઈ કારણ રહેતું નથી એટલે તેઓ “અ-તીર્થકર' હોય. તેમના આ મતને ખોટો છે તેમ જણાવવા માટે અરિહંતોનું એક વિશેષણ મૂક્યું – તિર્થયરા' અર્થાત્ તીર્થની સ્થાપના કરનારાઓને.
૦ લઇ દષ્ટાંત :- ભગવતી મલ્લિ અને જે દિવસે પ્રવજ્યા ગ્રહણ કરી, તે જ દિવસે અપરાભકાળ સમયે દિવસના પશ્ચિમ ભાગે અશોકવૃક્ષ નીચે પૃથ્વી શિલાપટ્ટક પર ઉત્તમ સુખાસને શુભ પરિણામ અને પ્રશસ્ત અધ્યવસાયો તથા