________________
નમુત્થણં-સૂત્ર-વિવેચન
૨૫
પ્રશસ્ત લેગ્યાએ વર્તતા –૪–૪–૪– કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે કાળે તે સમયે બધાં દેવોનું આસન ચલાયમાન થયું. દેવોએ આવીને સમવસરણની રચના કરી, મલ્લિનાથ અરહંત દેવતા રચિત સમવસરણમાં બિરાજમાન થઈને ધર્મદેશના આપી. ત્યારે જિતશત્રુ આદિ છ રાજાઓ પણ ધર્મદેશના સાંભળવા આવેલા હતા. મલ્લિનાથ અરિહંતે ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરી, ત્યારપછી તીર્થની સ્થાપના થઈ.
મલ્લિનાથ પ્રભુએ તીર્થની સ્થાપના કરી. તેમાં ‘ભિષક' આદિ શ્રમણો, બંધુમતી આદિ શ્રમણીઓ, કુંભ આદિ શ્રમણોપાસકો અને પ્રભાવતી આદિ શ્રમણોપાસિકા રૂપ ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના થઈ. તેમજ “ભિષક' આદિ ૨૮ગણધરોએ પરમાત્માની અનુજ્ઞાપૂર્વક પ્રત્યેક અલગ-અલગ દ્વાદશાંગીની રચના કરી. | (આ રીતે પ્રત્યેક તીર્થંકરો કેવળજ્ઞાન પછી તીર્થની સ્થાપના કરે છે.)
-૦- સંપૂર્ણ કર્મોના ક્ષય વિના કેવળજ્ઞાન ન થાય તેવી માન્યતા પણ ખોટી છે, કેમકે કર્મોના મૂળ આઠ ભેદો બતાવેલા છે. જેમાં ચાર કર્મોને છાઘસ્થિક કે ઘાતકર્મો કહેવાય છે અને ચાર કર્મોને ભવોપગ્રાહી કે અઘાતી કર્મ કહેવાય છે. તેમાં જ્ઞાનવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર છાઘસ્થિક કર્મોનો ક્ષય થવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્યારે મોક્ષ તો બાકીના “ભવોપગ્રાહી ચાર કર્મોનો ક્ષય થાય ત્યારે થાય છે. તેથી જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે નિયમો તેઓ તીર્થ કરવાનું કે સ્થાપવાનું કાર્ય કરી શકે છે. તેમાં કોઈ વિરોધ આવતો નથી. એ પ્રમાણે તેમનું તીર્થંકરપણું વ્યાજબી જ છે. જ્યારે સર્વકર્મથી મુક્ત થઈ જાય તેવા જીવને મુક્તાવસ્થામાં તીર્થ કરવાનું તો જૈનદર્શન પણ માનતું નથી.
૦ લલિતવિસ્તરામાં જણાવે છે કે, આગમ ધાર્મિક અર્થાત્ આગમ એટલે કે વેદશાસ્ત્રોને જ મુખ્ય કરનારા ધાર્મિક. તેઓ કોઈ ધર્મસ્થાપકને માનતા નથી. તેમના મતે વેદો જ ધર્મ પ્રતિપાદક છે. પણ કોઈ પુરુષ ધર્મપ્રણેતા નથી, મીમાંસકો પણ માને છે કે, “ધર્મ' એ વેદના વાક્યથી જણાય છે. ધર્મ આદિ અતીન્દ્રિય વસ્તુ છે. તે માટે વેદો પ્રમાણભૂત છે. અતીન્દ્રિય વસ્તુઓનો કોઈ સાક્ષાત્ દૃષ્ટા સર્વજ્ઞ પુરુષ જગમાં સંભવી શકતો નથી, તો કોઈ પુરુષ તેનો પ્રણેતા ક્યાંથી હોય ?
વેદવાદીઓના આ કથનને “ખોટું છે' તેમ બતાવવા અહીં અરિહંતને “તીર્થકર વિશેષણથી ઓળખાવવામાં આવેલા છે. અરિહંતોએ પૂર્વભવે અચિંત્ય પ્રભાવવાળું તીર્થકર નામકર્મ બાંધેલ હોય છે. આ નામકર્મનું વેદના કેવલ તીર્થને કરવાથી જ થાય છે, અન્ય કોઈ રીતે આ કર્મ વેદી શકાતું નથી. (આવા જ કારણે) અંતકૃત્ કેવલી હોઈ શકે છે પણ તીર્થકરો કદાપી અંતકૃત્ હોતા નથી. અર્થાત્ કેવળજ્ઞાન અને મોક્ષ સાથે જ થઈ જતાં (અંતમુહૂત્તમાં થઈ જતા) હોય તેવા કેવલી હોઈ શકે પણ તીર્થકરો કદાપી કેવળજ્ઞાન થતાંની સાથે જ મોક્ષમાં જતા નથી. કેમકે તેઓને તીર્થંકર નામકર્મનો ઉદય હોય છે. જે કર્મનું વેદન કર્યા સિવાય કદાપી મોક્ષે જઈ શકાતું નથી.