________________
૧ ૩૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
– “કલાણ વલણ' એટલે કલ્યાણરૂપી વેલ કે લતાના. ૦ વિસાન - વિશાળ, મોટા ૦ રુંવા - કંદ કે મૂળ. જુઓ ગાથા-૧ “કલાણ કંદં' – જે મૂળ મોટું કે વિશાળ હોય તેને મૂળ કે કંદ કહેવાય છે.
સમગ્ર ગાથાનો ભાવ સાથે વિચારીએ તો આ બીજી ગાથામાં ત્રણ બાબતોનો સમાવેશ થયેલો છે – (૧) સર્વે જિનેન્દ્રો કે તીર્થકરો. (૨) જિનેન્દ્રના ત્રણ વિશેષણ અને (૩) મોક્ષ આપો તેવી પ્રાર્થના.
(૧) જેઓ અપાર એવા સંસારરૂપી સમુદ્રને પાર પામેલા છે– (૨) જેઓ દેવોના સમૂહને પણ વાંદવા યોગ્ય છે પૂજ્ય છે–
(૩) જેઓ કલ્યાણરૂપી લતાના વિશાળ મૂળ કે કારણ રૂપ છે – એવા સર્વે તીર્થંકર પરમાત્માઓ
– સર્વ પવિત્ર વસ્તુના સારરૂપ એવો મોક્ષ મને આપો. -૦- હવે આ સ્તુતિ ચતુષ્કની ગાથા-૩નું વિવેચન જોઈએ
• નિવ્યાપ- યર-બાઇ-વેણે - નિવાર્ણ માર્ગમાં ઉત્તમ વાહન સમાન અથવા મોક્ષ માર્ગમાં પ્રધાન યાન-રથ તુલ્ય.
– આ સમગ્ર ચરણ એ “જિનમત’ કે ‘જિનશાસન'નું વિશેષણ છે.
૦ નિવ્વાણ - મોક્ષ. નિર્વાણ શબ્દનો અર્થ સકલ કર્મબંધનથી મુક્તિ અથવા મોક્ષ થાય છે. જન્મ, જરા, મરણરૂપ ભવભ્રમણથી મુક્ત થઈને હંમેશાને માટે સિદ્ધિગતિમાં જવું તેને નિર્વાણ કહે છે.
– આવા નિર્વાણને પ્રાપ્ત કરનાર જીવને ફરી કર્મ વડે બંધાવાનું રહેતું નથી કે ફરી જન્મ ધારણ કરવો પડતો નથી.
– સૂયગડાંગ તથા સમવાય નામક આગમમાં “નિવ્વાન' શબ્દનો અર્થ કરતા કહ્યું છે – “ઘનઘાતિ કર્મ ચતુષ્ટયના ક્ષય વડે કેવળજ્ઞાન પ્રાપ્તિ.”
- પ્રશ્રવ્યાકરણ - મોક્ષ, તેનો હેતુ તે નિર્વાણ. - નાયાધમ્મકહા - સકલકર્મના વિરહથી ઉત્પન્ન સુખ તે નિર્વાણ. – આવશ્યક નિર્યુક્તિ - નિવૃત્તિ, સકલકર્મ ક્ષયથી ઉત્પન્ન આત્યંતિક સુખ
- આવશ્યક વૃત્તિ - બાકી રહેલા કર્મરૂપી રોગના જવાથી જીવનું સ્વરૂપે અવસ્થાન અર્થાત્ મુક્તિપદ તે નિર્વાણ.
– ઉત્તરાધ્યયન વૃત્તિ - કર્મરૂપી અગ્રિના સર્વથા શાંત થઈ જવાથી જીવોને જે શાતા-શાંતિ પ્રાપ્ત થાય તે નિર્વાણ કહેવાય.
૦ મ - માર્ગ, પથ, રસ્તો. ૦ નિવ્વાણુમ - નિર્વાણનો માર્ગ, મોક્ષ પ્રાપ્તિનો રસ્તો. – જંબૂતીપપ્રજ્ઞપ્તિ - અસાધારણ રત્નત્રયરૂપ તે નિર્વાણ માર્ગ. – ભગવતીજી - સકલકર્મના વિરહથી ઉત્પન્ન થતો સુખનો ઉપાય. ૦ વર - શ્રેષ્ઠ, ઉત્તમ (આ “નાશબ્દનું વિશેષણ છે.)