________________
“કલ્લાણ-કંદ” સ્તુતિ-વિવેચન
૧૩૧
ગળોનું સત્ત્વ અનેકગણું વધારે ગુણકારક હોય છે અને ગુલાબ કરતાં ગુલાબનું અત્તર અનેકગણું વિશેષ સુવાસિત હોય છે. એ રીતે “શુચિ પવિત્રતા કરતા પવિત્રતાનો સાર અનેકગણો ચડિયાતો હોય છે. પવિત્રતાનો ઉત્તમ સાર એ પવિત્રતાની પરાકાષ્ઠા છે.
૦ સુફસાર - શ્રુતિના એક સારરૂપ કે પવિત્રતાના સારરૂપ. – શાસ્ત્રોમાં જેને અદ્વિતીય સારરૂપે વર્ણવેલું છે તેવું. - પવિત્રતાના અદ્વિતીય સારરૂપ કે શ્રેષ્ઠ સત્વરૂપ.
-૦- આ પદ “સિવ’ મોક્ષપદના વિશેષણ રૂપ છે. સમગ્ર પદને સાથે વિચારતા આ પ્રમાણે અર્થ થાય કે શાસ્ત્રના અદ્વિતીય સારરૂપ અથવા સર્વ પવિત્ર વસ્તુના સારરૂપ એવા મોક્ષપદને આપો.
તલ્લે જિવા સુરવિંદ વંલા - દેવતાઓના સમૂહ વડે વંદન કરવા યોગ્ય કે વંદાયેલા સર્વે જિનેન્દ્રો.
– અહીં સવ્વ નિખંલા અને સુવં ચંદ્રા બંને અલગ-અલગ રીતે વિચારવા જરૂરી છે. કેમકે - સવ્વ નિખિલા નું એક વિશેષણ બીજી ગાથાના પહેલા ચરણમાં હતું, બીજું વિશેષણ આ ત્રીજા ચરણમાં છે અને ત્રીજું વિશેષણ આ ગાથાના ચોથા ચરણમાં છે.
૦ સર્વે - સર્વે, બધાં.
૦ નિકા - જિનેન્દ્રો. ‘બિન' શબ્દ માટે જુઓ સૂત્ર-૮ લોગસ્સ'. જુઓ સૂત્ર-૧૧ “જગચિંતામણી', નિતિ’ આ સૂત્રની ગાથા-૧માં જુઓ.
૦ સુરવિંદ્ર વંતા - જેમાં ‘કુર' શબ્દનો અર્થ છે દેવો, દેવતાઓ. વિંદ્ર એટલે વૃંદ, સમૂહ. (તેના વડે) વં - વંદાયેલા અથવા વંદન કરવાને યોગ્ય. (આ પદ નિMિવા' શબ્દનું વિશેષણ છે.)
– “કુર' - જે પ્રણામ કરનારા ભક્તોને સારી રીતે અભિલષિત અર્થ અથવા ઇચ્છિત વસ્તુને આપે છે, તેને સુર કે દેવતા કહેવાય છે
– અથવા જેઓ વિશિષ્ટ ઐશ્વર્ય વડે દીપે છે તે “સુર” કહેવાય. – આ સુર ના દેવ, દેવતા, અમર ઇત્યાદિ પર્યાય નામો છે. ૦ અરવિંદ્ર - દેવોનો સમૂહ કે દેવોનો સમુદાય.
– જેઓ દેવતાના સમુહ વડે વાંદવા યોગ્ય કે વંદાયેલા છે તેવા (જિનેન્દ્રો)ને સુરવિંદ્ર વંદ્વા કહેવામાં આવે છે.
• હાઇ-વણી વિસાત-સંતા - કલ્યાણરૂપી વેલ કે લતાના વિશાળ કંદ કે મોટા મૂળ સમાન (એવા જિનેન્દ્રો)
૦ છન્યા - કલ્યાણ, જુઓ ગાથા-૧ “કલ્લાણ કંદ' ૦ વર્ણી - વેલ, લતા.
– જે વનસ્પતિ વૃક્ષ કે મંડપના આધારે લાંબી પથરાતી જાય કે વધતી જાય અને ઊંચે ચડે તે વેલ કહેવાય છે. જેમકે જાઈ, જુઈ, ચમેલી, માધવી ઇત્યાદિ.