________________
૧૩૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
વત્તા' શબ્દનો અર્થ છે. “પ્રાપ્ત થયેલા”. જે પહેલા ચરણ સાથે જોડાયેલ છે અને “અપાર સંસારસમુદપાર પત્તા” એ આખું વાક્ય સર્વે જિનેન્દ્રોના વિશેષણ સ્વરૂપે વપરાયેલ છે.
• સિવં હિંદુ - શિવ, કલ્યાણ, મોક્ષપદને આપો. ૦ ‘સિવ' શબ્દ આ પૂર્વે સૂત્ર-૧૩ “નમુત્થણ'માં આવી ગયો છે. ૦ ‘હિંદુ' શબ્દ આ પૂર્વે સૂત્ર-૮ ‘લોગસ્સ'માં આવી ગયો છે. – ‘હિંત' શબ્દથી પ્રાર્થના કરાયેલ છે કે મને “સિવં' મોક્ષ' સુખ આપો. • સુદ-સાર - શ્રુતિના અથવા સર્વ પવિત્ર વસ્તુના એક સારરૂપ.
– અહીં પ્રાકૃતમાં જે “સુ” શબ્દ છે તેના બે અર્થો - સંસ્કૃત રૂપાંતરો થઈ શકે છે. સુવું એટલે શ્રુતિ અને “સુરૂ' એટલે શુરિ.
-જો “સુ' શબ્દથી શ્રુતિ અર્થ ગ્રહણ કરવામાં આવે તો
– “કૃતિ' - “શું' ક્રિયાપદનો અર્થ છે “સાંભળવું ભૂયતે રૂતિ કુતિ: જે સંભળાય છે તે શ્રુતિ અથવા જે સાંભળવા યોગ્ય છે તે શ્રુતિ.
– શ્રુતિ શબ્દનો અર્થ વેદ, કાન, શાસ્ત્ર ઇત્યાદિ થાય છે. પણ અહીં શ્રુતિ શબ્દ દ્વારા “શાસ્ત્ર” અર્થનું ગ્રહણ કરવું તે અભિપ્રેત છે.
-૦- હવે જો ‘સુ' શબ્દથી શુદ્ધિ અર્થ ગ્રહણ કરવામાં આવે તો– શુવિ શબ્દનો અર્થ છે પવિત્ર કે પવિત્રતા.
– મૂળ ક્રિયાપદ છે “શુદ્'. શુન્ એટલે શોધવું કે મળનું શોધન કરવું તે શુચિ' શબ્દથી “પવિત્રતા' અર્થ કરાયેલ છે.
– અહીં “શુચિ' શબ્દ “ભાવ-શુચિ' અથવા “અંતર શુચિ'ના અર્થમાં પ્રયોજાયેલ છે. શુચિ દ્રવ્યથી અથવા બાહ્યપણે પણ હોય અને ભાવથી અથવા અત્યંતરપણે પણ હોય છે. પરંતુ દ્રવ્ય કે બાહ્ય શુચિમાં માત્ર નહાવું, ધોવું કે સ્વચ્છ રહેવાનો સમાવેશ થાય છે. તેથી તે અર્થ અહીં સ્વીકાર્ય નથી. જ્યારે ભાવશુચિ કે અત્યંતર શુચિમાં અંતરમાંથી કષાયરૂપી કચરો બહાર કાઢી નાંખવો અથવા હિંસા-અસત્ય આદિ દોષોને દૂર કરવાનો સમાવેશ થાય છે. તેથી “શુચિ' શબ્દમાં “ભાવશુચિ'નો અર્થ જ અભિપ્રેત છે.
૦ - એક સુ શબ્દમાં ‘સુ' શબ્દ સાથે જોડાયેલા શબ્દ રૂઢ છે. – એક એટલે અદ્વિતીય, ઉત્તમ કે શ્રેષ્ઠ. ૦ HR - સારરૂપ સાર એટલે નિચોડ કે સત્ત્વ
- જ્યારે કોઈપણ વસ્તુમાંથી બિનજરૂરી પદાર્થને દૂર કરીને તેનો વિશિષ્ટ ગુણવાળો ભાગ જ એકત્ર કરવામાં આવે છે, ત્યારે તેનો નિચોડ અથવા સત્વ કે અર્ક કાઢવામાં આવે તેને “સાર" કહેવાય છે. આવી સારરૂપ વસ્તુ મૂલ્યવાનું અથવા વધારે ગુણવાનું હોય છે.
- વ્યવહાર દૃષ્ટાંતથી “સાર' શબ્દને સમજવા પ્રયત્ન કરીએ તો એમ કહી શકાય કે, જેમ સાકર કરતાં સેકેરીન અનેકગણી વધુ ગળી હોય છે. ગળો કરતાં