________________
કવાણ-કંદ” સ્તુતિ-વિવેચન
૧૨૯ શાંતિ, અરિષ્ટનેમિ, પાર્થ અને વર્તમાન એ પાંચ જિનેશ્વરોની સ્તુતિ કરવામાં આવી છે. સંઘાચાર ભાષ્યની ટીકામાં આ સ્તુતિને અધિકૃત જિનની સ્તુતિ કહેવામાં આવેલ છે. સામાન્યતયા જે તીર્થંકર પરમાત્માને આશ્રીને મધ્યમ કે બૃહતું ચૈિત્યવંદન કરાતું હોય તેમને આશ્રીને પહેલી સ્તુતિ બોલાય છે. જે અહીં પાંચ જિનને આશ્રીને બોલાયેલ છે.
હવે સર્વ જિનને આશ્રીને બીજી સ્તુતિનું વિવેચન કરીએ છીએ– • પર સંસાર સમુદ પાર - અ-પાર સંસાર સમુદ્રના કિનારાને૦ સપR - જેનો પાર નથી અર્થાત્ કિનારો નથી તે અપાર કહેવાય.
– જેનો પાર પામવો મુશ્કેલ છે તે. જેના કિનારે પહોંચવું અતિ દુર્ગમ અથવા અશક્ય છે તે “અપાર' કહેવાય. આ “સંસાર' શબ્દનું વિશેષણ છે.
૦ સંસાર - સંસાર એટલે સંસરણ કે પરિભ્રમણ.
– જેમાં એક ગતિમાંથી બીજી ગતિમાં જવાની ક્રિયા અવિરતપણે અને અખ્ખલિતપણે ચાલુ છે, તેને સંસાર કહેવાય છે. અહીં “ગતિ' શબ્દ દ્વારા નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર પ્રકારની ગતિ સમજવી.
– ઠાણાંગ સૂત્રમાં સંસારનો અર્થ કર્યો છે. “ગતિચતુષ્ક', “મનુષ્યાદિ પર્યાયમાંથી નારકાદિ પર્યાયમાં જવું તે.
– જીવાજીવાભિગમ સૂત્ર - સંસાર એટલે નારક, તિર્યંચ, મનુષ્ય, દેવના ભવભ્રમણ લક્ષણરૂપ સંસરણ.
૦ સમુદ્ - સમુદ્ર – જે મુદ્રાથી એટલે મર્યાદાથી વર્તે છે તે સમુદ્ર. - જે ઘણાં જ ઉદક અર્થાત્ પાણીથી યુક્ત છે તે સમુદ્ર કહેવાય.
– સમુદ્રને સાગર, દરિયો, ઉદધિ, જલધિ, જલનિધિ, સિંધુ, રત્નાકર સરિસ્પતિ ઇત્યાદિ અનેક નામે ઓળખવામાં આવે છે.
૦ સંસારમુ - સંસારરૂપી સમુદ્ર. જેમ સમુદ્ર અગાધ જલ વડે ભરપુર છે, તેમ સંસાર પણ અનંત જન્મોની યુક્ત, અનંત દુઃખની રાશિ અને અનંતભવ સમુહોથી વ્યાપ્ત છે.
– જન્મ-મરણની આ અનંતતા સમુદ્રના અનંત જળરાશિ સાથે સારશ્ય ધરાવતી હોવાથી સંસારને સમુદ્રની ઉપમા અપાયેલી છે.
૦ પર - પાર એટલે કિનારો કે તટ. – સમુદ્ર એટલે સમુદ્રનો તટ અથવા સમુદ્રનો કિનારો. – સંપરસમુદUR એટલે સંસારરૂપી સમુદ્રનો તટ કે કિનારો.
– આ સંસારપી સમુદ્રનો કિનારો કે પાર જલ્દી પામી શકાય તેવો હોતો નથી, તેથી તેને “અપાર' કહેવામાં આવે છે.
– આ સમગ્રપદ સાથે આ ગાથાના બીજા ચરણનો પહેલો શબ્દ સંબંધ ધરાવે છે. - પત્તા', પત્તા એટલે પ્રાપ્ત થયેલા.
• પd - (જેઓ) અપાર એવા સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત થયેલા છે. અહીં [2] 9]