________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
૦ પયાસં - પ્રકાશ સ્વરૂપ, પ્રકાશ કરનારા, પ્રકાશનારા. કેવળજ્ઞાનની પ્રાપ્તિને લીધે તેઓ સમગ્ર જગતના સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયો જાણતા હોવાથી તેને પ્રકાશનારા છે.
૧૨૮
—
અથવા કૈવલ્ય ઋદ્ધિ પ્રાપ્ત થવાથી ઉત્પન્ન થયેલા અતિશયોને કારણે પૂર્વ સ્વરૂપે પ્રકાશે છે માટે પ્રકાશરૂપ એવા.
અથવા તીર્થંકરોનું રૂપ એટલું બધું ઝળહળાટ યુક્ત હોય છે કે તેમની સન્મુખ જોવું દુષ્કર હોય છે. ભામંડલ રૂપ અતિશયથી તેમનું રૂપ-તેજ સંહરી લેવાય છે. માટે તેમના તેજને કારણે પ્રકાશ સ્વરૂપ એવા.
-
.
સુમુનિઘ્ધાળું - સદ્ગુણોના એક સ્થાન રૂપ, જ્યાં બધાં જ સદ્ગુણો એકત્ર થયા છે તેવા (પાર્શ્વપ્રભુ).
સુમુળ - સમ્યક્ ગુણ, સદ્ગુણ કે શોભન ગુણ તે સુગુણ. इक्कठाण એક સ્થાન, એકત્ર થવાનું જે અદ્વિતીય સ્થાન. બધાં જ સગુણોને એકત્ર થવા માટેના સ્થાનરૂપ હોવાથી તેમને ‘‘સુગુÊકઠાણ’” એવું વિશેષણ અપાયેલ છે.
આપણાં ઘણાં કવિવર આચાર્યાદિ મુનિરાજોએ પરમાત્માને ‘અનંતગુણ'' હોવાનું કથન તેમના ચૈત્યવંદન, સ્તવન આદિમાં કર્યું જ છે. જેમકે જ્ઞાનવિમલ સૂરિ
સ્તવનમાં લખે છે–
---
-
-
“એક એક પ્રદેશ તાહરે - ગુણ અનંતનો વાસ રે' ૦ મીડ઼ સઁવે - હું ભક્તિપૂર્વક વંદના કરું છું.
મત્તીર્ - ભક્તિથી, અંતરની શ્રદ્ધાથી, હૃદયના ઉલ્લાસથી.
વંà - હું વંદુ છું. વઢે - જુઓ સૂત્ર-૮ ‘લોગસ્સ’.
આ પદ બધાં જ તીર્થંકરો સાથે સાંકળવાનું છે. (૧) પ્રથમ જિન આદિનાથ, ૧૬માં શાંતિનાથ, ૨૨માં નેમિનાથ, ૨૩માં પાર્શ્વનાથ આ ચાર તીર્થંકરોનો ઉલ્લેખ થઈ ગયો છે અને હવે આ પહેલી ગાથાના ચોથા ચરણમાં છેલ્લે ચોવીશમાં મહાવીર સ્વામી આવે છે. આ પાંચેને ભક્તિપૂર્વક હું વંદના કરું છું તેમ સમજી લેવાનું છે.
• સિરિવદ્ધમાનું
શ્રી વર્ધમાનને, શ્રી મહાવીર સ્વામીને. ૦ સિરિ - શ્રી. શ્રી એટલે - લક્ષ્મી, શોભા, વિભૂતિ કે સિદ્ધિ.
• શ્રી શબ્દ પરમાત્માની અતિશયાદિ ઋદ્ધિ, પૂજ્યતા, સન્માન આદિ ભાવ દર્શાવે છે. ‘શ્રી’થી યુક્ત એવા - ‘વર્તમાન' સ્વામી એવો અર્થ થશે.
વજ્રમાળ - આ શબ્દ પૂર્વે ‘લોગસ્સ' સૂત્ર-૮માં આવી ગયેલ છે. આ ચોવીસીના ચોવીશમાં તીર્થંકર પરમાત્મા છે. તેઓ મહાવીર સ્વામી નામથી પ્રસિદ્ધ છે. જન્મનું નામ ‘વર્ધમાન' હતું અને આગમોમાં ‘શ્રમણ ભગવંત મહાવીર' એવા નામથી અનેક સ્થાને ઉલ્લેખ પામેલા છે.
૦ આ રીતે આ સ્તુતિ ચતુષ્કની પહેલી ગાથામાં ભગવંત ઋષભ,
-
-
-