________________
“કવાણ-કંદ” સ્તુતિ-વિવેચન
૧૨૭
– જેમની માતાએ સ્વપ્નમાં રત્નજડિત, રિઝ રત્નમય ચક્રધારા જોઈ હતી, તેથી તેઓ અરિષ્ટનેમિ કહેવાયા. મૂળ તો રિષ્ટનેમિ થાય પણ રિષ્ટ શબ્દ અમંગલનો સૂચક છે. તેથી અમંગલના પરિવારને માટે પૂર્વે “અ' લગાડી “અરિષ્ટનેમિ' કર્યું.
- લોગસ્સ સૂત્ર-૮માં નેમિનાથના નામનું રહસ્ય જણાવેલ જ છે. પણ વિશેષણરૂપે નેમિનાથના બે વિશેષણો પ્રસિદ્ધ છે. (૧) બાલ બ્રહ્મચારી નેમિકુમાર પરણ્યા ન હતા, પણ કુંવારા અવસ્થામાં જ દીક્ષા ગ્રહણ કરેલી અને (૨) યદુકુલનંદન - યાદવ કુળમાં જન્મીને મોક્ષે પધાર્યા હતા તેથી યાદવકુલના વંશજ તરીકે યદુકુલ નંદન કહેવાતા હતા.
૦ નિન - નેમિ સાથે લાગેલો શબ્દ છે “જિન” આ શબ્દની વ્યાખ્યા પૂર્વે સૂત્ર-૮ લોગસ્સમાં થયેલી જ છે. ત્યાં જોવી અહીં તો બિન શબ્દ અરિહંત કે ભગવંતનો સૂચક છે. તેટલું સમજવું પૂરતું છે.
૦ મુદ્ર - મુનીન્દ્ર, મુનિઓના ઇન્દ્ર અર્થાત્ તીર્થકર.
– મુનિ - સામાન્યથી સાધુ, શ્રમણ, યતિ, નિર્ગસ્થ, મુનિ, અણગાર, ભિક્ષુ ઇત્યાદિ સર્વે પર્યાય શબ્દો છે.
– મુનિ શબ્દની વ્યાખ્યા આગમોમાં જુદી જુદી રીતે કરાયેલ છે–
– પહેલા સંસ્કૃત વ્યાખ્યા જોઈએ કેમકે આ વ્યાખ્યા (૧) પ્રજ્ઞાપના, (૨) આવશ્યક, (૩) સૂયગડાંગ, (૪) વિશેષાવશ્યક આદિમાં આપેલ છે. “મનુત્તે जगतस्त्रिकालावस्थामिति मुनिः
– ઉત્તરાધ્યયન - મુનિ એટલે તપસ્વી, સર્વવિરતિને સારી રીતે જાણતા હોવાથી તે મુનિ કહેવાય છે, સર્વ સાવદ્યવિરતિને સારી રીતે જાણતા હોવાથી તે મુનિ કહેવાય છે.
– દશવૈકાલિક - સાવદ્ય (પ્રવૃત્તિ)માં મૌન સેવે છે માટે તે મુનિ છે. – ભગવતીજી - તત્વને જાણતા હોવાથી તે મુનિ છે.
-૦- ભગવંત - મુનિઓમાં ઇંદ્ર સમાન અર્થાત્ સર્વશ્રેષ્ઠ હોવાથી તેમને મુનીન્દ્ર કહ્યા. એવા મુનીન્દ્ર જિન નેમિનાથ ભગવંતને (હું ભક્તિથી વંદના કરું છું.)
• પરં પારં સુખack - સમગ્ર સદ્ગણોના એક સ્થાન રૂપ એવા તથા સમગ્ર પદાર્થને પ્રકાશનારા કે પ્રકારૂપ એવા પાડ્યું.
૦ પાઉં - આ ભરતક્ષેત્રની આ અવસર્પિણીના ત્રેવીસમાં તીર્થંકર, પાર્થને. – “પાર્થ' નામનું રહસ્ય સૂત્ર-૮ લોગસ્સ'માં જોવું. – જેઓ બધી વસ્તુને પાસે રહેલી હોય તેમ નિહાળી શકે તે પાર્થ.
- જેમની માતાએ રાત્રિમાં અંધકાર હોવા છતાં પાસેથી-પડખેથી પસાર થતા કૃષ્ણ સર્પને જોયા હતો, ગર્ભના પ્રભાવે તેમ થયું હોવાથી પુત્રનું પાર્થ' નામ રાખવું તેમ નકકી કરેલ, માટે પાર્શ્વ.
- પાર્શ્વનાથ સંબંધી જાણકારી માટે સૂત્ર-૧૭ “ઉવસગ્ગહર' જુઓ.