________________
૧૨૬
(૭) સ્થાનાંગ (૮) જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ
-૦- આવા કલ્યાણના કંદ સ્વરૂપ - પદ્મમં નિખિદ્ - ને. • पढमं जिणिदं પહેલા જિનેન્દ્રને, આદિ-નાથને.
– પઢમં - પ્રથમ, પહેલા. અહીં સંખ્યાવાચી કે ક્રમવાચી પદ રૂપે આ શબ્દ મૂકાયો છે. આ જંબુદ્વીપના આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીમાં જેઓ પહેલા છે, તે અર્થાત્ ઋષભદેવ ભગવંતને.
નિળિવું - જિનેન્દ્રને, જિનવરને. ‘નિન’ શબ્દના અર્થ માટે જુઓ સૂત્ર૮ ‘લોગસ્સ' ગાથા-૧.
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
-0
કલ્યાણ એટલે સમૃદ્ધિ, મંગલ સ્વરૂપ.
-
સામાન્ય કેવલી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદ પૂર્વધર આદિ બધાંને પણ જિન તો કહ્યાં જ છે. પણ આ સર્વે જિનોમાં ઇન્દ્ર સમાન હોવાથી અરિહંત પરમાત્માને જિનેન્દ્ર કહ્યાં છે.
કલ્યાણ એટલે તથા પ્રકારે વિશિષ્ટ ફળદાયી.
પૂર્વ પશ્ચાત્ સંબંધની દૃષ્ટિએ સમગ્ર અર્થ આ પ્રમાણે થશે કે, કલ્યાણના કારણરૂપ એવા પહેલા તીર્થંકર ઋષભદેવને (હું ભક્તિ પૂર્વક વંદન કરું છું) કેમકે છેલ્લે મત્તીફ ચંદ્રે પદ આવે છે.
૭ અંતિ - સોળમાં તીર્થંકર શાંતિનાથ ભગવંતને.
-
- સંતિ - નો અર્થ શાંતિ થાય છે. પણ અહીં આગળ-પાછળ બીજા પણ ભગવંતોના નામો આપીને વંદના કરાઈ છે, તેથી સંતિ અહીં શરૂપે નહીં પણ ખાસ નામ રૂપે છે તેમ સ્વીકારવું જોઈએ. વળી સૂત્ર-૮ ‘લોગસ્સ'માં પ્રત્યેક તીર્થંકરના નામનો સામાન્ય અને વિશેષ અર્થ નોંધ્યો ત્યારે ત્યાં જણાવેલ છે કે, માતાના ગર્ભમાં આવ્યા ત્યારે સર્વ ઉપદ્રવો શાંત થઈ ગયા તેથી તેમનું શાંતિ એવું નામ રખાયું હતું.
-
ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીમાં સોળમાં તીર્થંકર રૂપે થયેલા એવા આ શાંતિનાથ ભગવંતને (હું ભક્તિપૂર્વક વંદન કરું છું.)
૦ તો - ત્યારપછી. (છંદના માત્રા મેળ પુરતો આ શબ્દ પ્રયોજાયો છે. અર્થની દૃષ્ટિએ તેમાં કોઈ વિશેષતા નથી.
૦ મિનિળ મુખિવું - બાવીશમાં તીર્થંકર નેમિજિન મુનીંદ્રને.
અહીં મુળિંદ્ર એ નેમિજિનના વિશેષણરૂપ શબ્દ છે. જો કે ખરેખર વિશેષ્ય તો નેમિ જ છે. બિન પણ વિશેષણ રૂપ છે.
નૈમિ - આ ભરતક્ષેત્રની આ ચોવીસીના બાવીશમાં તીર્થંકર, તેમનું મૂળ નામ તો ‘અરિષ્ટનેમિ' છે, પણ તેઓ ‘નૈમિ’ નામથી પણ ઓળખાય છે. જેમકે સૂત્ર-૧૧ જગચિંતામણિમાં ગાથા-૩માં ‘નૈમિનિ' જ લખ્યું છે. બૃહત્ શાંતિમાં પણ ‘નૈમિ’ જ લખ્યું છે.
-
- ‘નેમિ' એટલે ચક્રની ધારા. જેઓ અરિષ્ટ-અશુભનો નાશ કરવામાં ચક્રની ધારા સમાન છે, તે નેમિનાથ.