________________
“કલ્લાણ-કંદં” સ્તુતિ-વિવેચન
વિવેચન :
થઈ કે થોયને સ્તુતિ પણ કહે છે. તે મોટે ભાગે એક શ્લોક પ્રમાણ હોય છે. (ક્યારેક થોડી મોટી પણ હોય છે.) તે ચારની સંખ્યામાં ગોઠવાયેલ હોય ત્યારે સ્તુતિ ચતુષ્ક કે થોયનો જોડો કહેવાય છે. તે લઘુ કે મધ્યમ ચૈત્યવંદનને અંતે બોલાય ત્યારે તેનો પ્રથમ શ્લોક કે પ્રથમ પદ્ય જ મુખ્યત્વે બોલાય છે. જો ઉત્કૃષ્ટ ચૈત્યવંદન (દેવવંદન)માં બોલાય તો થોયના જોડારૂપે ચાર વખત એક-એક શ્લોક પ્રમાણે બોલાય છે. સ્તવનની માફક સ્તુતિ (થોય) પણ પરમાત્માની ભાવ પૂજાનું મહત્ત્વનું અંગ છે. અર્થગંભીર સ્તુતિ દ્વારા પદાર્થ જ્ઞાન તો પ્રાપ્ત થતું જ હોય છે, પણ તે ભાવપૂજા રૂપે પ્રયોજાય છે ત્યારે કર્મવિષને દૂર કરવા માટે પરમમંત્ર સમાન નીવડે છે.
અહીં વિવેચનમાં ‘કલ્લાણ કંદં’ આદિ શબ્દોના અર્થ અને વિવરણ પૂર્વે આટલી ભૂમિકા નોંધવાનું કારણ એ છે કે આપણે સૂત્રોને બદલે અહીં સ્તુતિનું વિવેચન જોવાનું છે. ‘કલાણ કંદં' સ્તુતિ ચતુષ્ક-થોયના જોડા રૂપે રજૂ થયેલ છે. એટલે જ આ “કક્ષાણ કંદું-સ્તુતિ” નામે પ્રસિદ્ધ છે. જો કે ક્યાંક તે ‘પંચજિન સ્તુતિ’ નામે પણ પ્રસિદ્ધ છે. વળી સ્તુતિ ચતુષ્કનું જે ધોરણ છે કે પહેલા અધિકૃત્ જિન સ્તુતિ, પછી સામાન્ય જિન સ્તુતિ, પછી જ્ઞાન-શ્રુતની સ્તુતિ અને ચોથી દેવ કે દેવીને આશ્રીને બોલાતી સ્તુતિ, તે ધોરણ પણ અહીં જળવાયેલ છે.
તેઓને
कल्लाण-कंद કલ્યાણના કંદ કે મૂળ ને.
-
- કલ્યાણરૂપી વૃક્ષના મૂળને, જેઓ કલ્યાણ કરવામાં મુખ્ય કારણભૂત આ પ્રથમ જિનેશ્વર માટે વપરાયેલ વિશેષણ છે.
૧૨૫
રાળ શબ્દ સૂત્ર-૧૭ “ઉવસગ્ગહરં’ની ગાથા-૧માં આવેલ છે. – ‘કલ્લાણ' એટલે આરોગ્ય કે નિરુપદ્રવતા, શ્રેય કે આત્મોદ્ધાર.
‘કંદ' એટલે મૂળ અથવા કારણ
— ‘કલાણ કંદ’ – જેઓ અન્યનું કલ્યાણ કરવાની શક્તિ ધરાવે છે, અન્યનું કલ્યાણ કરવાની નિષ્ઠાવાળા છે અથવા અન્યનું કલ્યાણ કરવામાં કારણભૂત છે તે ‘કહ્યાણ કંદ’ કહેવાય છે.
-
- આગમમાં ‘છાળ’ શબ્દના જુદા જુદા અર્થો જોવા મળે છે— (૧) આવશ્યક કલ્યાણ એટલે આરોગ્યને આણવું તે. (૨) જીવાજીવાભિગમ - કલ્યાણ એટલે એકાંત સુખ. (૩) સૂયગડાંગ - કલ્યાણ એટલે ઇષ્ટાર્થ ફળની સંપ્રાપ્તિ.
(૪) ઉત્તરાધ્યયન - કલ્યાણ એટલે શુભ અથવા મુક્તિનો હેતુ. (૫) ભગવતી કલ્યાણ એટલે શ્રેય કે નિરોગતાનું કારણ અનર્થના ઉપશમનો હેતુ, અર્થ પ્રાપ્તિ.
(૬) દશવૈકાલિક - કલ્ચ એટલે મોક્ષ, તેને ‘ગળ’ એટલે આપે તે કલ્યાણ.
.
-