________________
કલાણ-કંદં
સ્તુતિ-વિવેચન
૧૩૩
૦ ના - યાન, વાહન, રથ ૦ વM - કલ્પ એટલે સમાન, સદશ, તુલ્ય.
• સિવાસ-રુવારૂ-ટુi - જેણે કુવાદીઓનું અભિમાન સંપૂર્ણપણે નષ્ટ કરેલ છે તેને - અથવા - સમગ્ર કુવાદીઓના અભિમાનનો સર્વથા નાશ કરનાર છે તેને. (આ બીજુ ચરણ પણ “જિનમત'નું વિશેષણ છે.)
૦ નાલય - એટલે નાશ કરાયેલો. ૦ રૂસિય - એટલે વિશેષ અથવા પ્રકૃષ્ટતયા નાશ કરાયેલો. ૦ સેમ - બાકી રહેલા, બધાં, જેમાં શેષ કંઈપણ બાકી નથી તેવા. ૦ યુવાડું - કુવાદી, કુત્સિતવાદી કે કુતર્કવાદી, મિથ્યાવાદી.
– વાદ - એટલે સિદ્ધાંતની ચર્ચા કરવી કે શાસ્ત્રાર્થ કરવો તે. આવો વાદ ન્યાયશાસ્ત્રના સ્થાપિત પ્રમાણો કે ધોરણો અનુસાર કરાય છે.
– વાદી - એટલે જેઓ વાદ કરનાર છે તે વાદી કહેવાય છે. - કુવાદી - એટલે જેઓ વાદશાસ્ત્રથી વિરુદ્ધ વર્તનારા છે તે.
-૦- અથવા તો જેઓ જિજ્ઞાસા બુદ્ધિથી, સત્યશોધનની દૃષ્ટિએ કે સ્વસમય અને પરસમયની ચર્ચા દ્વારા શાસ્ત્ર ચર્ચા કરે છે તે વાદી.
-૦- જેઓ વાદ કરવા ખાતર કે ફક્ત વિવાદ બુદ્ધિથી વાદ કરે છે તેઓ કુવાદી કહેવાય છે જેમને ફક્ત ખંડન પ્રવૃત્તિમાં જ રસ હોય છે.
બીજી રીતે વાદી અને કુવાદીનો ભેદ કરીએ તો સમ્યફ કે મિથ્યા શાસ્ત્રને આધારે આ ભેદ થઈ શકે. સર્વજ્ઞકથિત સિદ્ધાંત અથવા જિનમત અનુસરીને વાદ કરવો તે સમ્યકૂવાદ કહેવાય. આવો વાદ કરનારને સમ્યગૂ વાદી કહેવાય છે. જ્યારે મિથ્યામતિએ પ્રરૂપેલા સિદ્ધાંતો કે સ્થાપેલા શાસ્ત્રોને અનુસરીને વાદ કરવો તે કુવાદ' કહેવાય. આવો વાદ કરનારા કુવાદી-મિથ્યાવાદી કહેવાય છે.
૦ ટj - દર્પ એટલે અભિમાન, અહંકાર, ગર્વ આદિ.
- ત્રીજી ગાથાના આ બીજા ચરણનો સમગ્રતયા અર્થ વિચારીએ તો તેનો ભાવ એવો છે કે, જિનેશ્વર દેવે પ્રરૂપેલ મત કે સ્થાપીત સિદ્ધાંત સ્યાદ્વાદ કે અનેકાંતવાદથી યુક્ત છે. આ અનેકાંતવાદને આધારે કંઈપણ એકાંતપણે ન વિચારતા પ્રત્યેક વસ્તુને અનેકાંતપણે મૂલવવામાં આવે છે. જેથી “આમ જ છે' અથવા “આમ નથી જ' એ રીતે ન વિચારતા ભિન્ન ભિન્ન અપેક્ષા અનુસાર વસ્તુની વિચારણા થાય છે. જેમકે “આત્મા' તે “નિત્ય છે' એમ પણ કહેવાય અને “નિત્ય નથી' એમ પણ કહેવાય. કેમકે દ્રવ્યરૂપે આત્મા નિત્ય છે અને પર્યાયરૂપે આત્મા અનિત્ય છે.
આ રીતે અનેકાંતવાદ અનેક યુક્તિથી ભરપૂર છે. તેની પાસે કુવાદી કે કુતર્કવાદીનું કંઈ ચાલતું નથી. તેઓના એકાંતવાદી અભિગમ ટકી શકતા નથી. એકાંતવાદનું ખંડન કરવા આ અનેકાંતવાદ સમર્થ છે. તેથી “જિનમતાને સમગ્ર કુવાદીના અભિમાનનો સંપૂર્ણ નાશ કરનાર કહ્યો છે.