________________
૩૧૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ નિરીક્ષણ કે આવશ્યક પ્રમાર્જનાદિ કર્યા વિના ચાલવું.
(૨) ભાષા સમિતિની જાળવણી ન કરવી. જેમકે સાવદ્ય વચન બોલવા, નિરવદ્ય વચન બોલે તો પણ સામાને પીડાકારી વચન બોલે, નિરવદ્ય અને પ્રિય બોલે તો પણ નિરર્થક લંબાણથી બોલવું આદિ.
(૩) એષણા સમિતિ ન પાળે - શાસ્ત્ર વિહિત રીતે ગવેષણાદિ ન કરવા. શ્રમણ પક્ષે - ઘાસ, અન્ન, પાણી, વસ્ત્ર આદિ અકખ્ય લેવા, શ્રાવક પક્ષે - જયણાપૂર્વક ભોજનાદિ ન કરવા.
(૪) આદાન-નિક્ષેપ સમિતિ - વસ્તુ લેતા કે મૂકતા જયણા ન પાળે. જેમકે - આસન, શયન, ઉપકરણ, વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ કોઈપણ વસ્તુ પૂંજ્યા-પ્રમાર્યા વિના લેવી કે મૂકવી અથવા જીવાકુલ ભૂમિ પર મૂકવી.
(૫) પારિષ્ઠાપનિકા સમિતિ ન જાળવે - જયણાપૂર્વક પરઠવે નહીં. જેમકે - મળ, મૂત્ર, બડખો, મેલ, કચરો ઇત્યાદિ વસ્તુઓ પૂંજ્યા કે પ્રમાર્યા વિનાની કે જીવાકુલ ભૂમિમાં ગમે ત્યાં અને ગમે તે રીતે પરઠવે.
(૬) મનોગુપ્તિ ન જાળવે - મનમાં આર્ત અને રૌદ્ર ધ્યાન કરે કે ખોટાં સંકલ્પો-વિકલ્પો કર્યા કરવા તે.
(૭) વચનગુપ્તિ ન પાળે - પાપયુક્ત વચન બોલે, બોલતી વખતે ઉપયોગ ન રાખે, નિરર્થક ભાષણ કરે ઇત્યાદિ.
(૮) કાયગુપ્તિ ન આદરે - કાયાને ગોપવીને ન રાખવી, હલાવવી, ચલાવવી આવશ્યક હોય ત્યારે પડિલેહણ-પ્રમાર્જના કર્યા વિના હલાવે-ચલાવે કે પૂજ્યાપ્રમાર્યા વિના કોઈ સ્થાને બેસે, સૂવે ઇત્યાદિ.
ચારિત્રાચાર સંબંધે આ આઠ આચારની વાત તો સૂત્રકારે ગાથામાં પણ જણાવી જ છે. પણ “પાક્ષિક અતિચારમાં શ્રાવક અને સાધુ બંનેને માટે ચારિત્રાચાર સંબંધી વિશેષ વિચારણા પણ અતિચારમાં રજૂ કરાયેલ જ છે. જેમાં અહીં “શ્રાવક' અધિકારની મુખ્યતા હોવાથી તેની જ ચિંતવના કરેલ છે. (શ્રમણ ‘પક્ષીય ચિંતવનાને રજૂ કરતા નથી - શ્રમણની હકીકત શ્રમણ પાક્ષિક અતિચારથી જાણવી.)
- શ્રાવક પણે અતિચારના વિશેષ વર્ણનમાં સમ્યકત્વ સહિતના બાર વ્રત અને સંખનાનું વર્ણન ‘પાક્ષિક અતિચાર'માં જોવા મળે છે. આ સર્વે અતિચારોનું વિવેચન અહીં બે કારણે કરેલ નથી.
(૧) અહીં “નાસંમિ દંસણંમિ” સૂત્રમાં “પંચાચાર” વિષયક ચિંતવના એ મુખ્ય વિષય છે તેથી વિશેષરૂપે વર્ણવાએલ અતિચારોનું વર્ણન કરતા નથી. વળી આપણો વિષય પણ અતિચાર-વિવેચન નથી.
(૨) વંદિત્ત સૂત્રની ગાથા-૬ થી ૩૩ પર્યન્ત સમ્યકૃત્વ, બાર વ્રત અને સંલેખનાના અતિચારોનું વર્ણન આવવાનું જ છે, તેથી પુનરાવર્તન કર્યું નથી.
(૪) તપાચાર :નાસંમિ દંસણૂમિ સૂત્રની ગાથા ૫ થી ૭માં તપાચારના સ્વરૂપનું અને તેના