________________
૧૧૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ કાયોત્સર્ગમાં પણ આવી વૃતિ જરૂરી છે. જેથી શ્રદ્ધા અને મેધારૂપ સાધન વડે આરંભાયેલ કાયોત્સર્ગરૂપી યાત્રા માર્ગમાં ન અટકે.
– ધૃતિ એટલે મનનું સુપ્રણિધાન-એકાગ્રપણું. જેના વડે લાભના નિમિત્તોમાં ચિત્ત હર્ષાવેશમાં આવતું નથી, હાનિને કારણે શોકમાં ડૂબતું નથી, પણ ધર્મમાં સુસ્થિર રહે છે.
– આ ગુણને લીધે દીનતા તથા ઉત્સુકતાનો અભાવ થાય છે અને ગંભીરતા તથા ઉદારતા પ્રકટે છે. તેથી ‘વધતી જતી વૃતિ વડે' એમ કહ્યું.
(૪) ધારા :- ધારણા વડે, સ્મૃતિ વડે. – કાયોત્સર્ગ માટે શ્રદ્ધા, મેધા, ધૃતિ પછી ચોથું સાધન છે ધારણા.
– “ધારણા'પૂર્વક એટલે અરિહંત પરમાત્માના ગુણોના સ્મરણ કરવા દ્વારા કાઉસ્સગ્ન કરું છું, નહીં કે શૂન્ય ચિ.
– ધારણાના ઘણાં અર્થો થાય છે. પણ લલિત વિસ્તરામાં તેનો અર્થ કયો છે - એક વખત ગ્રહણ કરેલા વિષયને ન ભૂલવા તે ધારણા.
– ધારણા એટલે ધ્યેયની અવિસ્મૃતિ. કેમકે કાયોત્સર્ગનું ધ્યેય ભૂલાઈ જાય તો શ્રદ્ધા, મેધા, ધૃતિ ત્રણે સાધનો અધુરા રહેશે.
– જો કે મતિજ્ઞાનના ચાર ભેદોમાં પણ ચોથો ભેદ “ધારણા' કહ્યો છે. તત્ત્વાર્થ વૃત્તિમાં તેનો અર્થ કર્યો છે – પોતપોતાના વિષય પ્રમાણે પ્રતિપત્તિ, મતિમાં સ્થિર થવું અને અવધારણ-યાદ કરવું તે ધારણા
– નંદીસૂત્રમાં ધારણાનો અર્થ કર્યો - જાણેલા અર્થને અવિસ્મૃતિ પૂર્વક ધારણ કરી રાખવો તે.
(૫) બુUિ - અનુપ્રેક્ષા વડે, તત્ત્વચિંતન વડે, વિચારણા વડે.
– અનુપ્રેક્ષા એટલે અરિહંતોના ગુણોને વારંવાર ભાવનાપૂર્વક વિચારતો કાઉસ્સગ્ન કરું છું, નહીં કે જડતાથી કે સમજણ રહિતપણે.
– અનુપ્રેક્ષા એટલે અનુચિંતન. તત્ત્વના અર્થનું અનુચિંતન અથવા ભાવના ભાવવી તે અનુપ્રેક્ષા કહે છે.
- શબ્દ, પાઠ અથવા તેના અર્થનું ચિંતન-મનન કરવું તે અનુપ્રેક્ષા. – વિવિધ આગમોમાં અનુપ્રેક્ષા શબ્દના અર્થો આ પ્રમાણે કરેલ છે– ૦ બાવાર - મનુ એટલે પશ્ચાદુ પ્રેક્ષા એટલે જોવું, સ્મૃતિ ૦ માવતી - ધર્મધ્યાન પછીનું પર્યાલોચન તે અનુપ્રેક્ષા. ૦ સર્વજનિ - જે મનમાં પરિવર્તન કરે પણ વાણીથી ન બોલે. ૦ વરશ્ય - ધ્યાન કાળે જે ભાવવામાં આવે છે તે અનિત્યાદિ ભાવના. ૦ સ્થાનો - સૂત્રાર્થનું અનુસ્મરણ, ધ્યાન પછી કરાતી ભાવના.
૦ થાન - સૂત્રની જેમ અર્થનું પણ વિસ્મરણ થઈ શકે છે, તેથી તેને પણ વારંવાર સ્મરણ કરવા રૂપ, ચિંતનિકા.
૦ મોનિત્તિ - ગ્રંથ અને અર્થનું ચિંતન.