________________
નમુત્થણ-સૂત્ર-વિવેચન
૩૩
NTB
‘લોકોત્તમ અરિહંતોને' આ પદથી નમસ્કાર કરાયેલ છે
– અહીં લોક શબ્દથી ભવ્ય પ્રાણીરૂપ લોક લેવાનો છે. અન્યથા અભવ્યની અપેક્ષાએ સર્વ ભવ્યો ઉત્તમ જ છે, તેથી અરિહંત પરમાત્માની ઉત્તમતા સાબિત થઈ શકે નહીં. એટલે કે અરિહંતો ભવ્ય આત્માઓના સમૂહરૂપ લોકમાં સકલ કલ્યાણના કારણભૂત વિશિષ્ટ ભવ્યત્વને ધારણ કરનારા હોવાથી ઉત્તમ છે.
– ભગવંતો માત્ર પુરુષોમાં જ ઉત્તમ છે તેમ નહીં, પરંતુ સકલ જીવલોકમાં પણ ઉત્તમ છે. અહીં “લોક' શબ્દથી તિર્યંચ, મનુષ્ય, નારક, દેવરૂપ લક્ષણવાળા જીવલોકને ગ્રહણ કર્યો છે. તેમાં ઉત્તમ કહ્યા છે. અરિહંતો ચોત્રીશ બુદ્ધાતિશય આદિ અસાધારણ ગુણ સમૂહને ધારણ કરનારા હોવાથી સકલ સુર, અસુર, ખેચર, નર, સમૂહ દ્વારા નમન કરાતા હોવાથી લોકમાં ઉત્તમ કહેવાય છે.
– “જે શબ્દો સમૂહવાચક હોય, તે શબ્દો તે સમૂહના અમુક અવયવ (અંશ) વિભાગના પણ વાચક હોય” એવું શબ્દશાસ્ત્રનું કથન છે. તેથી અહીં લોક શબ્દથી “સર્વ ભવ્યજીવોમાં ઉત્તમ' એમ સમજવું. જો કે ધર્માસ્તિકાયાદિ પાંચ અસ્તિકાયના સમૂહવાળા ક્ષેત્ર (ચૌદ રાજ)ને લોક કહેવાય છે. તો પણ અહીં તીપુત્તમા - માં “લોક” શબ્દને શબ્દશાસ્ત્રના ન્યાયનુસાર સર્વ ભવ્ય પ્રાણીઓ રૂ૫ જ લોક' સમજવો. કેમકે ભગવંતને અહીં ઉત્તમ કહ્યા છે, તે ઉત્તમતા સમાન જાતિવાળાઓમાં હોય તો યોગ્ય છે. આથી જ તેઓ સજાતીય એવા ભવ્ય જીવોમાં ઉત્તમ છે તેમ કહ્યું. તે એ કારણે સાચું છે કે, સર્વ ભવ્ય પ્રાણીઓમાં સકલ કલ્યાણના કારણભૂત ‘તથાભવ્યત્વ' ભાવ તો માત્ર ભગવંતમાં જ હોય છે. તેમને નમસ્કાર થાઓ.
૦ લલિત વિસ્તરામાં જણાવે છે કે, “ભવ્યત્વ એટલે મોક્ષપ્રાપ્તિની યોગ્યતા' તે અનાદિ પારિણામિક ભાવ છે. તથાભવ્યત્વ તો પ્રત્યેક જીવનું જુદા જુદા પ્રકારનું હોય છે. કેમકે જીવોને ધર્મબીજ વગેરેની સિદ્ધિ થાય છે તે ભિન્ન ભિન્ન કાળ આદિમાં થાય છે. એ રીતે વ્યક્તિભેદે ભિન્ન ભિન્ન સ્વરૂપે રહેલ ભવ્યત્વને તથાભવ્યત્વ કહે છે. અર્થાત્ વિશિષ્ટ ભવ્યત્વ એ જ તથાભવ્યત્વ. તેમાં અરિહંતો સર્વોત્તમ હોવાથી તેમને લોકોત્તમ કહ્યા છે.
તો નાહા - લોકના નાથોને. લોકના નાથ તે લોકનાથ, તેઓને.
– લોક શબ્દથી અહીં રાગાદિ ઉપદ્રવોથી રક્ષણીય વિશિષ્ટ ભવ્યલોક સમજવાનો છે. તેમનો યોગ અને ક્ષેમ કરવા વડે અરિહંત દેવો લોકનાથ કહેવાય છે. બીજાધાન (બીજ એટલે સમ્યકત્વ અને તેનું આધાન એટલે સ્થાપન), બીજોદુભેદ અને બીજનું પોષણ વગેરે યોગ છે અને ઉપદ્રવોથી રક્ષણ તે ક્ષેમ છે. (સૂત્ર-૧૧ “જગચિંતામણિ'માં “નાના' શબ્દનું વિવેચન જોવું.).
– લોક શબ્દનો અર્થ અહીં “સંજ્ઞિભવ્યલોક' અર્થ લેવો. તેના “નાથ'.
- નાથ તે કહેવાય, કે જે અપ્રાપ્ય વસ્તુને પ્રાપ્ય કરાવવારૂપ યોગને અને પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરવારૂપ લેમને કરે. અહીં અરિહંતને લોકના નાથ કહ્યા તે પણ [2] 3]