________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
– કુંજર કે કરિવરને સૂંઢરૂપી હસ્ત હોય છે, તેથી તે હસ્તી કહેવાય છે. આ હસ્તીના ભદ્ર, મંદ્ર, મૃગ આદિ અનેક ભેદો છે. તેમાં જે હાથીની ગંધમાત્રથી સામાન્ય હાથીઓ દૂર ભાગી જાય, તે ‘ગંધહસ્તી' કહેવાય છે. અરિહંતોને ગંધહસ્તીની ઉપમા એટલા માટે અપાઈ છે કે તેઓના વિહારરૂપી પવનની ગંધથી જ સ્વચક્ર, પરચક્ર, દુષ્કાળ, મહામારી આદિ દૂર ભાગી જાય છે. મત નિરસન :- બૃહસ્પતિના શિષ્યો માને છે કે
૩૨
‘પહેલાં સામાન્ય ગુણ, પછી વિશિષ્ટ પછી તેથી વિશિષ્ટ' એમ યથાક્રમે ઉત્તરોત્તર ગુણોનું વર્ણન કરવું જોઈએ, એ ન્યાયે પહેલાં હીનગુણવાળી અને પછી અધિક ગુણવાળાની ઉપમા આપવી જોઈએ. જો વ્યાખ્યામાં આવો ક્રમ ન સચવાય તો જેની વ્યાખ્યા કરવી હોય તે પદાર્થ પણ ક્રમ વિનાનો બની જાય અને ગુણો ક્રમશઃ વૃદ્ધિ પામે છે, તેથી તે ઠરે છે. તેઓ કહે છે કે, ‘જેના વિકાસમાં ક્રમ નથી તે વસ્તુ અસત્ અસત્ (ખોટી) છે. તેથી અરિહંતના ગુણોનો પણ વિકાસ ક્રમિક છે, એમ જણાવવા માટે પહેલા સામાન્ય અને પછી વિશિષ્ટ ઉપમા આપવી જોઈએ.'
-
તેમના આ મતનું ખંડન કરતાં કહે છે કે, “પુસિવર બંધથીળ’’ આ પદથી અરિહંતને ‘પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન' એમ કહીને તેઓને મારો નમસ્કાર થાઓ' એમ કહ્યું. આ ઉપમા દ્વારા ‘ક્ષુદ્ર હાથીઓને નસાડવા' વગેરે ધર્મો દ્વારા ગંધહસ્તિની સાથે અરિહંતનું સમાનપણું દર્શાવ્યું છે. પહેલાં અરિહંતને સિંહની ઉપમા આપી, પછી કમળની અને પછી ગંધહસ્તિની ઉપમા આપી. ગંધહસ્તિથી સિંહ બલિષ્ટ છે. છતાં અક્રમથી પહેલા સિંહની અને પછી ગંધહસ્તિની ઉપમા આપી. તે દ્વારા એવું સૂચિત કર્યું કે, બૃહસ્પતિના શિષ્યોનો મત ખોટો છે. વસ્તુતઃ સામાન્ય કે વિશિષ્ટ સઘળા ગુણો પદાર્થમાં પરસ્પર સાપેક્ષપણે - સાથે જ રહે છે. તેથી ગુણીની સ્તુતિ ક્રમથી કે ક્રમરહિત કરવામાં કોઈ દોષ નથી.
એ પ્રમાણે પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુંડરીક અને પુરુષવર ગંધહસ્તીના વિશિષ્ટ ધર્મના યોગે જ નિયમા અનાદિ ભવોમાં, ચારિત્ર સ્થિતિમાં અને મોક્ષમાં સ્તવવા યોગ્ય સ્વભાવસંપત્તિની સિદ્ધિ થાય છે. સ્તોતવ્ય સંપત્તિની જ આ અસાધારણ સ્વરૂપ હેતુ સંપદા છે એમ લલિત વિસ્તરામાં કહ્યું છે
સંક્ષેપમાં કહીએ તો – પુરિમુત્તમાળ આદિ ચાર પદોથી અરિહંત ભગવંતોની સ્તુતિના વિશેષ હેતુઓ જણાવ્યા. આથી જ તેનું નામ “સ્તોતવ્ય વિશેષ હેતુ સંપદા'' છે. એ રીતે ત્રીજી સંપદા પૂર્ણ થઈ હવે સ્તુતિ કરવા યોગ્ય તે અરિહંત દેવો સામાન્ય રીતે લોકમાં કેવા ઉપયોગી છે ? તે જણાવવા પાંચ પદોવાળી ‘સ્તોતવ્ય સામાન્ય ઉપયોગ'' નામની ચોથી સંપદાનું વર્ણન કરે છે. જે માટે પ્રયોજાયેલ પદો છે – ‘લોગુત્તમાણં, લોગનાહાણું, લોગહિયાણં, લોગપઈવાણું, લોગપજ્જોઅગરાણં. આ પદોની વ્યાખ્યા આ પ્રમાણે છે–
-
૦ હોમુત્તમાનં -- જેઓ લોકમાં ઉત્તમ છે તેઓને.
- લોકમાં વિશ્વમાં જેઓ ઉત્તમ છે, તેઓ લોકોત્તમ' કહેવાય છે, તેવા
-
----