________________
નમૃત્યુાં-સૂત્ર-વિવેચન
૩૧
– પુંડરીક શબ્દનો એક અર્થ છે - શ્વેત કમળ. કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે, જળથી વૃદ્ધિ પામે છે. છતાં તે બંનેને છોડીને ઉપર રહે છે. તે રીતે અરિહંતો સંસારરૂપી કાદવમાં ઉત્પન્ન થાય છે, દિવ્ય ભોગરૂપી જળથી વૃદ્ધિ પામે છે, છતાં તે બંનેને છોડીને તેનાથી અલિપ્ત રહે છે.
કમળ જેમ સ્વભાવથી સુંદર, ચક્ષુને આનંદ આપનાર તથા લક્ષ્મીના નિવાસ સ્થાનરૂપ છે. તેમ અરિહંત પરમાત્મા ચોત્રીશ અતિશયોથી શોભતા, પરમાનંદના હેતુરૂપ તથા ગુણ સંપદાઓના નિવાસસ્થાન હોય છે.
– પુંડરીક એટલે સહસ્રપત્ર ધવલ (શ્વેત) કમળ, શ્વેત કમળ સમાન પુરુષ એટલે પુરુષવર પુંડરીક. જેમ કમળ શ્વેત હોય છે, તેમ ભગવંતના માંસ અને રૂધીર પણ ધવલ (શ્વેત) હોય છે. વળી તે અશુભતા રહિત હોય છે. સર્વ અનુભાવોને ધારણ કર્તા હોવાથી શુદ્ધત્વ આદિ યુક્ત હોવાથી પુંડરીક સમાન હોય છે.
૦ મત નિરસન :- સુચારુના શિષ્યો માને છે કે ભગવંતો સજાતીય ઉપમાવાળા હોવા જોઈએ, વિજાતીય ઉપમાથી ઉપમાનના ધર્મો ઉપમેયમાં આવી પડવાથી ભગવાનના પુરુષપણા આદિનો અભાવ થશે. તેઓ કહે છે કે – “વિરુદ્ધ ઉપમાને યોગે ઉપમેયમાં ઉપમાના ધર્મો ઘટાવતાં ઉપમેયની વાસ્તવિકતા રહેતી નથી.'' તેમના આ મતનું ખંડન કરતા કહ્યું કે, પુરસવરપુંડરીઞળ - પુરુષ છતાં શ્રેષ્ઠ પુંડરીક જેવા અરિહંતોને મારા નમસ્કાર થાઓ. જેમ ઉત્તમ ગુણોને કારણે કમળનું સેવન (ઉપભોગ) તિર્યંચો, મનુષ્યો અને દેવો પણ કરે છે. તેમ કેવળજ્ઞાનાદિ ઉત્તમ ગુણોના કારણે ભવ્ય પ્રાણીઓ પણ અરિહંતને સેવે છે (પર્યાપાસના કરે છે) તેથી મોક્ષસુખની પ્રાપ્તિમાં અરિહંતો કારણ બને છે. માટે અરિહંતો શ્રેષ્ઠ કમળ સમાન છે. આ પ્રમાણે ભિન્ન જાતીય કમળની ઉપમા આપવા છતાં અર્થમાં કોઈ વિરોધ નહીં હોવાથી ‘સુચારુ’ના શિષ્યો વિજાતીય ઉપમામાં જે દોષ બતાવે છે તેનો અહીં સંભવ નથી.
-
-
૦ લલિત વિસ્તરા વિવેચનમાં આઠ રીતે કમળ અને અરિહંત પ્રભુની સમાનતા દર્શાવતા કહ્યું છે કે, (૧) જેમ કમળ કાદવમાં જન્મે છે તેમ અરિહંતો કર્મોરૂપી કાદવમાં જન્મે છે. (૨) જેમ કમળ પાણીથી વૃદ્ધિ પામે છે તેમ અરિહંતો પણ સંસારના દિવ્યભોગોરૂપી જળથી વૃદ્ધિ પામે છે. (૩) કમળની માફક અરિહંત પણ ‘‘કાદવ અને જળ’’થી બહાર રહે છે. (૪) જેમ કમળ શોભાયમાન દેખાય છે તેમ અરિહંતો પણ તેમના અતિશયોથી શોભે છે. (૫) કમળ એ જેમ લક્ષ્મીનું નિવાસ સ્થાન છે તેમ અરિહંત પણ વિશિષ્ટ ગુણ સંપત્તિનું નિવાસસ્થાન છે. (૬) જેમ કમળ નેત્રોને આનંદકારી છે તેમ અરિહંતો પણ સમ્યગ્દર્શનાદિ રૂપ આનંદકારી છે. (૭) જેમ કમળ વિશિષ્ટ ગુણોને લીધે તિર્યંચ-નર-દેવોથી સેવ્ય છે, તેમ અરિહંતો પણ કેવળજ્ઞાનાદિ ગુણને કારણે સેવ્ય છે. (૮) કમળ જેમ સુખનું કારણ છે તેમ અરિહંતો પણ શાશ્વત સુખનું કારણ છે
૦ પુરસવરપંચતત્ત્વીળ :- પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાનને—