________________
સંસારાદાવાનલ-સ્તુતિ-વિવેચન
૧૪૩
- આ વિશેષણ ભગવંત મહાવીરનું છે. ભગવંત મહાવીરને સંસારરૂપી દાવાનલના દાહને શાંત કરવા કે બૂઝવવામાં જળ સમાન કહ્યા છે. કેમકે આધિ,
વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધ તાપને શાંત કરવામાં કે બાહ્ય-અત્યંતર એવા સંસારના દાડથી બળી રહેલા જીવોને શીતળતા અર્પવાનું કામ ભગવંત મહાવીર કરે છે. માટે તેમને “નીર-સમાન' હોવાની ઉપમા આપી છે.
• સંમોદ-પૂર્વી-દર સમીર - અજ્ઞાનરૂપી ધૂળને દૂર કરવામાં – તેનું હરણ કરવામાં પવન સમાન (એવા ભગવંત મહાવીરને)
૦ સંમોટું - જે ભાવને લીધે બુદ્ધિ યોગ્યાયોગ્ય તત્ત્વનો નિર્ણય કરી શકતી નથી તે “મોડ' કહેવાય છે. આ મોહ જ્યારે પ્રબળ બને ત્યારે તેને સંમોહ કહેવાય છે. “સંમોહ'ની સ્થિતિમાં બુદ્ધિ ઘણી જ વિકલ બની જાય છે. તેથી જ તેને અજ્ઞાન કે વિપરિત જ્ઞાન કહેવામાં આવે છે.
– સંમોહ એટલે મહામોહનીય કર્મ કે તજન્ય અજ્ઞાન – સ્થાનાંગ સૂત્ર - મોહભાવનાથી જનિત તે સંમોહ કહેવાય છે. – ભગવતી સૂત્ર - સંમોહ એટલે મૂઢતા. – અનુયોગદ્વાર સૂત્ર - કર્તવ્ય-અકર્તવ્ય વિવેકાભાવ. ૦ યૂનિ - ધૂળ, રજ, કચરો ૦ દર - દૂર કરવામાં, ઉડાડવામાં -૦- આ જે “સંમોહ'રૂપી ધૂળ છે તેનું હરણ કરવામાં કે દૂર કરવામાં ૦ સમીર - પવનને, વાયુને.
-૦- અહીં ભગવંત મહાવીરની ઉપમા જણાવતા વિશેષણરૂપે “સમીર શબ્દનો પ્રયોગ થયેલો છે. કેમકે જેમ ધૂળને દૂર કરવાનું કે ઉડાડી લઈ જવાનું કામ પવન કરે છે, તેમ સંમોહ, અજ્ઞાન, મિથ્યાત્વ કે મૂઢતારૂપી ધૂળને દૂર લઈ જવાનું કે ઉડાડવાનું કામ ભગવંત મહાવીર કરે છે.
– મોહનીય કર્મના પ્રભાવ હેઠળ જીવ વ્યામોહિત કે સંમોહિત થાય છે. પછી તેના જ્ઞાન-દર્શન વિપરીત બને છે. અથવા તો મિથ્યામોહનીય દર્શનથી યુક્ત અને તર્જન્ય અજ્ઞાનથી યુક્ત બને છે. જ્યાં સુધી આવા વિપરીત જ્ઞાન અને દર્શનથી યુક્ત હોય ત્યાં સુધી જીવ શુદ્ધ સમ્યકત્વને પામતો નથી કે આત્માનો વિકાસ સાધી શકતો નથી. તેથી આવા સંમોહરૂપ કર્મકચરાને દૂર કરવો જરૂરી છે. આ કર્મ કચરાને દૂર કરવાનું કાર્ય ભગવંત કરે છે, તેથી તેઓને “સમીર' અર્થાત્ કર્મકચરો ઉડાડનાર પવનની ઉપમા અપાઈ છે.
• માયા-ર-વર-સરિ-સીર - માયારૂપી જમીનને ખોદી નાંખવામાં તીણ હળ સમાન (એવા ભગવંત મહાવીરને).
– જેમ પહેલા ચરણમાં સંસારને દાવાનલની ઉપમા અપાઈ છે, બીજા ચરણમાં સંમોહને ધૂળની ઉપમા અપાઈ છે તેમ આ ચરણમાં પૃથ્વીને માયા દ્વારા ઓળખાવવામાં આવેલ છે. પણ માયા એટલે શું?
૦ માયા - સામાન્યથી માયા એટલે છળ, કપટ, દગો, શઠતા ઇત્યાદિ અર્થો