________________
૧૪૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ થાય છે. કષાયની દૃષ્ટિએ માયા એ ત્રીજો કષાય છે, આઠમું પાપસ્થાનક છે.
આવશ્યક વૃત્તિ - માયા એટલે સર્વત્ર સ્વવીર્યને છૂપાવવું તે. સૂયગડાંગ વૃત્તિ - માયા એટલે છેતરવાની બુદ્ધિ. નાયાધમ્મકહા વૃત્તિ - માયા એટલે બીજાને ઠગવાની વૃત્તિ ઉત્તરાધ્યયન વૃત્તિ - સ્વ-પર વ્યામોહને ઉત્પન્ન કરતી શઠતા પ્રજ્ઞાપનાવૃત્તિ - માયાથી નિવર્તિત જે કર્મ મિથ્યાત્વ આદિ પણ માયા છે. ૦ રસ એટલે પૃથ્વી, ભૂમિ કે ધરતી -૦- માયા-સી એટલે “માયા'રૂપી પૃથ્વી કે ભૂમિ. તેનું ટાર
૦ વાર - વિદારવું, તોડવું, ટુકડા કરવા, ફાડી નાખવું ઇત્યાદિ જે ક્રિયા તે બધાંને “દારણ” કહેવામાં આવે છે.
૧૦ સર એટલે ઉત્તમ થાય પણ અહીં તીણ અર્થ ગ્રહણ કરવો. ૦ તીર - એટલે હળ.
-૦- સર-૨ - તીણ હળ સમાન આ વિશેષણ ભગવંત મહાવીર માટે વપરાયેલ છે. તેનો રહસ્યાર્થ એ છે કે - જેમ તીક્ષ્ણ હળ વડે અર્થાત્ હળના અગ્રભાગ વડે જેમ પૃથ્વી-ભૂમિ ખોદાય છે, ઉત્તમ પ્રકારના હળ વડે જે રીતે ભૂમિના કઠણ પડો પણ ખોદાઈ જાય છે - ટુકડા થઈ જાય છે - વિદારાય છે, તેમ ભગવંત મહાવીર માયારૂપી પૃથ્વીના પડોને શીધ્ર ભેદી નાંખનારા છે.
હવે આ પહેલી ગાથાનું ચોથું ચરણ લઈએ, તો તેમાં પૂર્વાર્ધમાં શ્રી વીર પરમાત્માને નમસ્કાર કરાયેલ છે અને ઉત્તરાર્ધમાં ભગવંત મહાવીરનું વિશેષણ અપાયેલ છે. તે આ પ્રમાણે – નાભિ વર - “િિર-સાર-થર
૦ નમામિ - હું નમસ્કાર કરું છું, હું વંદન કરું છું. ૦ વીર - ભગવંત મહાવીર પરમાત્માને. – “વીર’ શબ્દ પૂર્વે સૂત્ર-૧૧ “જગચિંતામણી'માં આવી ગયેલ છે. - હું વીર પરમાત્માને નમસ્કાર કરું છું. કેવા વીર પરમાત્મા ? ૦ િિર - પર્વત, પહાડ, શૈલ ઇત્યાદિ. ૦ સર - ઉત્તમ, શ્રેષ્ઠ... પર્વતોમાં શ્રેષ્ઠ તે મેરુપર્વત. ૦ થીર - ધીર, વૈર્યવાનું (એવા ભગવંત મહાવીરને)
અહીં થીર શબ્દ ભગવંત મહાવીરનું વિશેષણ છે. પણ થર કેવા ? મેરુ. પર્વત જેવા સ્થિર, જેમ મેરુ પર્વતને કોઈ ચલિત કરી શકે તેમ નથી, તેમ ભગવંત મહાવીરને પણ કોઈ ચલાયમાન કરી શકે તેમ નથી.
– પર્વતોમાં ઉત્તમ હોવાથી તેને “મેરુ પર્વત' કહ્યો છે, કેમકે મેરુપર્વત સર્વશ્રેષ્ઠ છે. વળી મેરુપર્વતના ૧૬ નામો જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ નામક આગમમાં અપાયેલા છે. તેમાંનું એક નામ ગિરિરાજ છે માટે પણ અહીં ઉત્તમ ગિરિનો અર્થ ગિરિરાજ કરીને “મેરુ પર્વત” એમ કહ્યું છે.
આ પહેલી ગાથા ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. (૧) ભગવંતના