________________
૧૪૫
સંસારાદાવાનલ-સ્તુતિ-વિવેચન વિશેષણો, (૨) વિશેષ્યરૂપે ભગવંતનું નામ અને (૩) નમસ્કાર.
(૧) વિશેષણો – – સંસારરૂપી દાવાનલના તાપને શાંત કરવામાં જળ સમાન– - મહામોહનીય કર્મરૂપી ધૂળને ઉડાડી દેવામાં પવન સમાન– માયારૂપી પૃથ્વીને ખોદી નાંખવામાં તીક્ષ્ણ હળ સમાન– મેરુ પર્વત સરખા ધીર-વૈર્યવાનું કે અચળ - (એના) (૨) વિશેષ્ય – - ભગવંત મહાવીર સ્વામીને. (૩) નમસ્કાર – - હું નમસ્કાર કે વંદના કરું છું.
બીજી ગાથામાં પણ ક્રિયાપદ તો ‘નાભિ' જ છે. નિન/ન-પનિ' એ કર્મ છે અને કામ' અવ્યય છે. જ્યારે બાકીના બધાં પદો “જિનરાજપદાનિ'ના વિશેષણરૂપે પ્રયોજાયેલ છે. આ ગાથા સર્વ જિનની સ્તુતિરૂપે છે, તેમાં જિનેશ્વર પરમાત્માના ચરણોને નમસ્કાર કરતાં. આ ચરણો કેવા છે ? તેનું વર્ણન કરાયેલ છે.
પહેલી ગાથામાં છે, તેવી જ રચનાપદ્ધતિ હરિભદ્રસૂરિજીએ આ ગાથામાં પ્રયોજી છે. તેના પહેલા ત્રણ ચરણમાં વિશેષણો મૂક્યા છે અને ચોથા ચરણમાં વિશેષ્યપદ, ક્રિયાપદ આદિ મૂક્યા છે તે આ પ્રમાણે
- માવાવનામ-સુર-નવ-માનવેન - ભાવથી નમેલા એવા સુરેન્દ્ર, દાનવેન્દ્ર અને માનવેન્દ્રના–
આ પંક્તિ અહીં અધુરો અર્થ પ્રગટ કરે છે. તેનો સંબંધ બીજા ચરણ સાથે છે. પહેલા બંને ચરણ મળીને એક સંપૂર્ણ અર્થવાળું વિશેષણ બનેલ છે.
૦ ભાવ - સદુભાવ કે ભક્તિભાવ, અંતના બહુમાનપૂર્વક. ૦ પ્રવનામ - નમેલા, નમસ્કાર કરાતા. -૦- માવાવનામ - ભાવભક્તિ વડે નમેલા એવા – (કોણ ? –)
૦ સુ-વનવ-માનવ - “સુર' એટલે દેવો, ‘દાનવ' એટલે અસુરો અને 'માનવ' એટલે મનુષ્યો, નરો - તેમના.
અહીં ‘કુર' શબ્દથી ઉપાસકદશા વૃત્તિ મુજબ “લુ રાબતે’ - જે સારી રીતે પ્રકાશે છે તે સુર એટલે કે “દેવ' એવો અર્થ થાય છે.
રાનવ શબ્દનો અર્થ ઉત્તરાધ્યયન વૃત્તિમાં “ભુવનપતિ' એવો કર્યો છે.જે આદ્ય એવા અસુરકુમાર ભુવનપતિને કારણે “અસુરકુમારો' અર્થથી પ્રસિદ્ધ છે.
આગમોમાં પણ અનેક સ્થાને એવું વાક્ય જોવા મળે છે કે, ભગવંતે દેવોઅસુરો અને માનવોની પર્ષદામાં ધર્મ કહ્યો. તેથી પણ દાનવ શબ્દથી અહીં અસુરો એવા અર્થનું ગ્રહણ યોગ્ય જ છે.
૦ રૂન - દેવ, દાનવ, માનવ સાથે આ શબ્દ જોડાયેલો છે. રૂન નો અર્થ [2|10|