________________
જય વિયરાય સૂત્ર-વિવેચન
૧૦૧
અનુભૂતિનો અભાવ સમજવો.
(૨) યમો - કર્મનો ક્ષય, કર્મનો અભાવ.
– સંસારમાં પરિભ્રમણ કરાવનાર, અનેક પ્રકારના દુઃખ, દુર્ગતિ, દુર્ભાગ્ય આદિનો અનુભવ કરાવનાર કર્યો છે. તેનો ક્ષય થાઓ.
– કર્મનો ક્ષય કે નિર્જરા પણ બે પ્રકારે છે (૧) સર્વથા, (૨) દેશથી. દેશથી કર્મનો ક્ષય તો થતો જ રહે છે અને પ્રયત્નપૂર્વક પણ ખપાવાય છે પણ સર્વથા કર્મલય માટે પુરુષાર્થ અને વીતરાગના માર્ગનું અનુસરણ અત્યંત જરૂરી છે. કર્મના સર્વથા અભાવથી જ દુઃખનો સર્વથા અભાવ થઈ શકે છે. તે માટે પહેલા
સંવર' તત્ત્વની સાધનાથી આવતા કર્મોને રોકવા પડે છે અને પછી કે સાથે સાથે ‘નિર્જરા તત્ત્વની ઉપાસનાથી વળગેલાં કર્મોને ખેરવવાના અર્થાત્ ક્ષય કરવાનો હોય છે.
– “કર્મનો સર્વથા લય' તેને જ તત્ત્વાર્થ સૂત્રકારે “મોક્ષ' કહ્યો છે. તેથી કર્મનો સર્વથા ક્ષય એ સ્પષ્ટતયા મોક્ષની અભિલાષા જ છે.
(૩) સમાહિર - સમભાવપૂર્વકનું મૃત્યુ. - સમાધિ શબ્દની વ્યાખ્યા સૂત્ર-૮ “લોગસ્સ'માં પણ કરાઈ છે. – મરણ એટલે આયુષ્યનો ક્ષય, પ્રાણોનું વિસર્જન.
- સમાધિમરણ માટે એક, ત્રણ, છ, દશ, સોળ આદિ બાબતોનું પૂર્વાચાર્યોએ વિવરણ કરેલું છે. જેમકે – (૧) ચિત્તની સ્વસ્થતા કે આત્માના અધ્યવસાયોની નિર્મળતા મરણ સમયે હોવી તે, (૨) ત્રણ પ્રકારમાં દુષ્કૃત ગર્ણ, સુકૃત્ અનુમોદના અને ચાર શરણા એ ત્રણ બાબત ગણાવી છે.
- સમાધિ મરણની પ્રાપ્તિ માટે નંદનમુનિના ભવે ભગવંત મહાવીરના જીવે કરેલી આરાધનામાં છ બાબતો હતી – (૧) અતિચાર આલોચના, (૨) ક્ષમાપના, (૩) શુભ ભાવના, (૪) ચાર શરણા, (૫) નમસ્કાર, (૬) વોસિરાવવું-અનશન.
- સમાધિ મરણ માટે પર્યન્ત આરાધનામાં દશ અધિકારો કહ્યા છે – (૧) અતિચાર આલોચના, (૨) વ્રત સ્મરણ, (૩) જીવ ખામણા, (૪) અઢાર પાપસ્થાનક વોસિરાવવા, (૫) ચાર શરમાં, (૬) દુષ્કૃત ગર્ણ, (૭) સુકૃત અનુમોદના, (૮) શુભ ભાવના, (૯) અનશન, (૧૦) નવકાર રટણ.
– પાસચંદમુનિ રચિત આરાધનામાં આવા ૧૬ અધિકાર છે. – બીજી પણ અનેક રીતે સમાધિમરણની આરાધના કહેવાઈ છે.
સારાંશરૂપે કહીએ તો – જેના વડે ચિત્તની સમાહિત સ્થિતિ કે વિક્ષેપરહિત અવસ્થા પ્રાપ્ત થાય કે જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનાં યોગ્ય આરાધન થકી સ્વયંભૂ પ્રગટ થાય, આત્મા મોક્ષ પ્રત્યે સ્થાપિત કરાય તેવું પંડિતમરણ' તે સમાધિ મરણ.
આવું સમાધિ મરણ હે પ્રભુ ! મને આપની કૃપાથી પ્રાપ્ત થાઓ. ૦ લઘુ દષ્ટાંત :- ધર્મનાથ ભગવંતના શાસનમાં સમવસરણ રચાયું હતું