________________
૧૦૮
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨ : વિવેચન :
કાયોત્સર્ગ માટે પૂર્વે બે સૂત્રો આવ્યા. સૂત્ર-૬ ‘તસ્સઉત્તરી' અને સૂત્ર-૭ “અન્નત્થ' સૂત્ર જેમાં કાયોત્સર્ગના ઉત્તરીકરણ આદિ ચાર કરણો અને વસિUi આદિ આચારોનું વર્ણન કરાયેલ છે. તેમજ તે સૂત્રોના વિવેચનમાં કાયોત્સર્ગનો અર્થ, સ્વરૂપ, મહત્ત્વ, સમય આદિ અનેક વિષયોનું વિસ્તૃત વિવરણ કરવામાં આવેલ છે.
અરિહંત ચેઇયાણ' નામક આ સૂત્રમાં પણ કાયોત્સર્ગ કરીશ એવી પ્રતિજ્ઞા જણાવીને કયા સાધનો અને કયા નિમિત્તે કાયોત્સર્ગ પ્રવૃત્તિ કરવાની છે તેની વિચારણા કરાયેલ છે.
અરિહંત ચેઇયાણં સૂત્ર ચાર હિસ્સામાં વહેંચાયેલ છે.
(૧) કાયોત્સર્ગ પ્રતિમા - કરેમિ કાઉસ્સગ્ગ – “હું કાયોત્સર્ગ કરીશ' એવી પ્રતિજ્ઞા છે.
(૨) છ નિમિત્તો - “વંદણવત્તિયાએ' આદિ છ નિમિત્તોથી કે છ કારણોથી આ કાયોત્સર્ગ કરવાનો છે.
(૩) પાંચ સાધનો - આ કાયોત્સર્ગ માટે પાંચ સાધનો બતાવાયા છે. તે મુજબ - સદ્ધાએ, મેહાએ આદિ પાંચ સાધન વડે કાયોત્સર્ગ કરવાનો છે.
(૪) કાયોત્સર્ગ પ્રવૃત્તિ - 'ઠામિ કાઉસ્સગ્ગ' દ્વારા પૂર્વોક્ત છ નિમિત્તો અને પાંચ સાધનો વડે કાયોત્સર્ગની પ્રવૃત્તિ કરવાની છે.
આટલી “ભૂમિકા' પછી અહીં સૂત્રના પ્રત્યેક શબ્દોની વિવેચના આવશ્યક સૂત્રની ચૂર્ણિ અને વૃત્તિને આધારે કરેલ છે. તેમજ આ સૂત્ર સંબંધી અનેક વિશેષ કથનીય બાબતો વિશેષ કથન' વિભાગમાં નોંધી છે.
• કાયોત્સર્ગ પ્રતિજ્ઞા - રિહંત વૈયા કરેમિ વિરામ ૦ રિહંત - આ શબ્દની વ્યાખ્યા સૂત્ર-૧ નમસ્કાર મંત્રમાં જોવી.
૦ ૨M - ચૈત્યો - જિનાલયો કે જિનપ્રતિમાજી. આ શબ્દની વ્યાખ્યા સૂત્ર-૧૪ “જાવંતિ ચેઈઆઈમાં જોવી.
૦ રિહંત વેફયા - અર્વતોના ચૈત્યો કે અરિહંત પ્રતિમાઓ.
– અહીં “ચૈત્ય' શબ્દ પ્રતિકૃતિ કે પ્રતિમાના અર્થમાં વપરાયેલો છે. આવશ્યક ચૂર્ણિકાર કહે છે કે ચૈત્ય એટલે કાષ્ઠકર્માદિ પ્રતિકૃતિ.
– આવશ્યક વૃત્તિમાં પણ કહે છે કે, અશોક આદિ આઠ મહાપ્રાતિહાર્ય રૂપ પૂજાને યોગ્ય હોવાથી તેઓ અત્ત કહેવાય છે. આ શબ્દ તીર્થકરોનો પર્યાયવાચી શબ્દ છે. ચૈત્યનો અર્થ પ્રતિમાલક્ષણ કર્યો છે. અહીં આ રીતે ચૈત્ય શબ્દની વ્યુત્પત્તિ જાણવી. વિત્ત એટલે અંતઃકરણ, તેને ભાવ કે કર્મમાં પણ પ્રત્યય લાગી ચૈત્ય શબ્દ બન્યો. અહંતોની પ્રતિમા ચિત્તમાં પ્રશસ્ત સમાધિ ઉત્પન્ન કરતી હોવાથી તેને ચૈત્ય કહે છે.
- લલિત વિસ્તરામાં પણ જણાવે છે કે, ચિત્તને સમાધિ ઉત્પન્ન કરનારાં