________________
અરિહંત-ચેઈયાણં સૂત્ર-વિવેચન
૧૦૯ ભાવ અન્તોની પ્રતિમાઓને અત્ ચૈત્ય કહે છે.
- યોગશાસ્ત્રમાં આ જ વ્યાખ્યા થોડા વિસ્તારથી બતાવી - અંતઃકરણ એટલે ચિત્ત. ચિત્તનો ભાવ કે તેનું કાર્ય તેને ચૈત્ય કહે છે. સિદ્ધહેમ વ્યાકરણ સૂત્ર૭/૧/પ૯ મુજબ ‘ટ્ય' પ્રત્યય લાગવાથી ચૈત્ય બને છે. તેનું બહુવચન ચૈત્યો થાય છે. અરિહંતોની પ્રતિમાઓ ચિત્તમાં સમાધિરૂપ ભાવને ઉત્પન્ન કરનારી હોવાથી (સાધનમાં સાધ્યનો ઉપચાર કરીને) તેને પણ ચૈત્ય કહેવામાં આવે છે.
– ઉવવાઈ સૂત્રમાં ચૈત્ય નો અર્થ “દેવાયતન' કર્યો છે. બૃહત્કલ્પસૂત્રમાં જિનબિંબ કર્યો છે.
૦ વમ - કરું છું, કરવા ઇચ્છું છું. જુઓ સૂત્ર-૯ “રેમિ ભંતે'. ૦ વાઉસ - કાયોત્સર્ગ. વિવેચન જુઓ સૂત્ર-૬ “તસડત્તરી’.
-૦- આવશ્યક સૂત્ર વૃત્તિમાં જણાવે છે કે, વરેમિ એ પહેલા પુરુષ એકવચનનું રૂપ છે. જે બોલનાર વ્યક્તિ પોતા માટે બોલે છે અને વાયો - શરીરનો ત્યાગ. કઈ રીતે ? નિયત આકાર ધારણ કરીને (પદ્માસન કે ઉભા ઉભા કે જિનમુદ્રા આદિ) સ્થાન, મૌન, ધ્યાન ક્રિયા સિવાયની અન્ય સર્વ ક્રિયાનો પરિત્યાગ.
-૦- યોગશાસ્ત્રમાં આ વ્યાખ્યાને વધુ સ્પષ્ટ કરી છે - “જ્યાં સુધી જિનમુદ્રાવાળા મારા શરીરથી કાઉસ્સગ્ન કરું ત્યાં સુધી કાયાથી અમુક આકાર, વચનથી મૌન અને મનથી ધ્યાન (સૂત્રપાઠ અને અર્થના આલંબન રૂપધ્યાન) એ ત્રણ સિવાય બાકીની મન, વચન, કાયાની સર્વ ક્રિયાઓનો ત્યાગ કરું છું.
આ પ્રમાણે આ પાઠથી પ્રતિજ્ઞા કરી. અહીં આવશ્યક વૃત્તિકાર જણાવે છે કે, અત્ ચૈત્યોનો કાયોત્સર્ગ શા માટે કરવાનો? તેની સ્પષ્ટતા સૂત્રમાં નથી, પણ રિહંત વેરૂયા શબ્દ પછી “મંડૂકહુતિ ન્યાયે પછીના બે પદ છોડીને વંદનપ્રત્યય આદિ પદનો સંબંધ જોડવો. એટલે અત્ ચૈત્યોના વંદન આદિ નિમિત્તે કાયોત્સર્ગ કરું છું તેમ જાણવું.
હવેના છ શબ્દોથી કાયોત્સર્ગનો હેતુ, નિમિત્ત કે કારણો જણાવ્યા છે – (૧) વંદન, (૨) પૂજન, (૩) સત્કાર, (૪) સન્માન, (૫) બોધિલાભ, (૬) નિરપસર્ગ. આ છે નિમિત્તોથી કે છ હેતુઓથી કાયોત્સર્ગ કરું છું. આ છ એ શબ્દોમાં સામાન્ય એવો શબ્દ છે “વરિયાઈ'. વરિયાએ એટલે શું ? આવશ્યક વૃત્તિકાર કહે છે કે વત્તિય એટલે પ્રત્યય. જેનો અર્થ છે તે નિમિત્તે, મને કાયોત્સર્ગથી આ ફળ કઈ રીતે પ્રાપ્ત થાય તેવી ભાવના.
યોગશાસ્ત્ર આદિમાં આ જ વાત જણાવી છે કે વરિયાપુ એ પ્રત્યય નું આર્ષ પ્રયોગથી થયેલ રૂપ છે. તેનો અર્થ નિમિત્તે અથવા (વંદનાદિ) થાઓ અથવા કાયોત્સર્ગથી મને (વંદનાદિનો) લાભ મળો. એમ સમજવું.
(૧) વંતરિયાઈ વંદન પ્રત્યય વડે, વંદનના નિમિત્તે, વંદન માટે. – વંદન એટલે પ્રણામ, નમસ્કાર, અભિવાદન આદિ. તે બે પ્રકારે છે.