________________
સૂત્ર-૧૪
જાવંતિ ચેઈયાઇ સૂત્ર સર્વ ચૈત્ય વંદન સૂત્ર
સૂત્ર વિષય :- આ સૂત્ર થકી સ્વર્ગ, તિર્છા અને પાતાળ એ ત્રણે લોકમાં રહેલા સર્વે જિન ચૈત્યોની વંદના કરાયેલ છે.
- સૂત્ર-મૂળ :
જાવંતિ ચેઇયાઈ, ઉદ્ધે અ અહે અ તિરિઅલોએ અ; સવ્વાઇં તાઇં વંદે, ઇર સંતો તત્વ સંતાઇ. (૧) = સૂત્ર-અર્થ :- ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્થાલોકમાં રહેલા જેટલાં પણ ચૈત્યો (જિનાલયો) હોય, તે સર્વેને અહીં રહેલો એવો હું ત્યાં રહેલા સર્વ ચૈત્યોની વંદના કરું છું (વંદુ છું).
૫૭
(જો ચૈત્યનો જિનપ્રતિમા અર્થ સ્વીકારીએ તો ત્રણે લોકમાં રહેલી સર્વે જિનપ્રતિમાઓને વંદના કરું છું તેવો અર્થ પણ થાય છે. જુઓ શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ ગાથા ૪૪નો અર્થ અને વિવેચન)
– શબ્દજ્ઞાન :
-
જાવંતિ જેટલાં ઉદ્ધે - ઉર્ધ્વલોકમાં અહે - અધોલોકમાં સવ્વાઇં - સર્વે બધાં/બધી વંદે વંદન કરું છું સંતો - રહેલો, રહીને – વિવેચન :
આ સૂત્ર ‘જંકિંચિ’ સૂત્રની માફક ફક્ત એક ગાથાનું એવું નાનું સૂત્ર છે. અન્ય આગમોમાં કે આવશ્યક સૂત્ર નામક આગમમાં તે ક્યાંય જોવા મળતું નથી, નિર્યુક્તિમાં પણ ઉલ્લેખ નથી. તેથી પછીની રચના જણાય છે. જો કે વંદિત્તુ સૂત્રની ગાથા-૪૪માં આ ગાથા જોવા મળે છે.
·
ચેઇઆઇ - ચૈત્યો, જિનપ્રતિમાઓ
અ - અને
તિરિઅલોએ - તિર્થાલોકમાં તાઇં - તે (ચૈત્ય/પ્રતિમા)
ઇટ્ટ - અહીં
તત્વ સંતાઇ - ત્યાં રહેલાને
૦ ખાતિ - જેટલાં. આ સંખ્યાવાચી વિશેષણ છે. જે હવે પછીના ચૈત્યો પદની સંખ્યાના નિર્ધારણ માટે વપરાયેલ પદ છે.
૦ ચેવડું - ચૈત્યો. ચૈત્ય શબ્દથી જિનાલય કે જિનમંદિરનું ગ્રહણ થાય છે. પરંતુ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર અર્થાત્ વંદિત્તુ સૂત્રની ટીકામાં શ્રી રત્નશેખરસૂરિજી