________________
નમુન્થુણં-સૂત્ર-વિવેચન
સર્વજ્ઞ ભગવંતે કહ્યું છે એવી હાર્દિક શ્રદ્ધા હોવી જોઈએ. ૦ અભયદયાણં આદિ પાંચે પદોનો સાર
૪૧
અભય, ચક્ષુ, માર્ગ, શરણ અને બોધિદ આ પાંચેય ભાવો અપુનર્બંધકને પ્રાપ્ત થાય છે. પુનર્બંધકને યથાર્થ સ્વરૂપમાં તે પ્રગટ થતા નથી.
અપુનર્બંધક એટલે - મિથ્યાત્વમોહનીય આદિ તે તે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ જેને હવે પછી બંધાવાની નથી તે અપુનર્બંધક, જ્યારે આવા કર્મોની સ્થિતિ ઓછી થવા છતાં પુનઃ ઉત્કૃષ્ટ સ્થિતિ જેને બંધાવાની છે તે પુનર્બંધક.
અરિહંતો અભય, ચક્ષુ આદિ પાંચેને દેનારા છે, તે કથન સત્ય જ છે પણ આવું દાન તેઓ અપુનર્બંધકને કરે છે એમ સમજવું. આ ભાવો ઉત્તરોત્તર પૂર્વપૂર્વના ફળરૂપ છે. તે આ પ્રમાણે – અભયનું (ધૃતિનું) ફળ ચક્ષુ, ચક્ષુનું (શ્રદ્ધાનું) ફળ માર્ગ, માર્ગનું (સુખાનું) ફળ શરણ, શરણનું (વિવિદિષાનું) ફળ બોધિ છે. આવી બોધિ (વિજ્ઞપ્તિ) અરિહંતથી જ પ્રાપ્ત થાય છે.
૦ આ પાંચ પ્રકારના દાનથી ચોથી ઉપયોગસંપદાની સિદ્ધિ છે. તેથી ઉપયોગસંપદામાં હેતુરૂપ પાંચ પદની આ પાંચમી ‘‘ઉપયોગ હેતુસંપદા'' કહી હવે સ્તોતવ્ય સંપદાના જ વિશેષ ઉપયોગરૂપ છઠ્ઠી ‘‘વિશેષોપયોગ સંપદા'' કહે છે. જેમાં પાંચ પદો છે — ધમ્મદયાણું, ધમ્મદસયાણું, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણું અને ધમ્મવરચાઉદંતચક્કવટ્ટીણં.
-
૭ મ – આ પાંચે પદોમાં ‘ધમ્મ’ શબ્દનો પ્રયોગ થયો છે.
ધર્મ શબ્દથી અહીં ચારિત્ર ધર્મ લેવાનો છે. (અન્યથા ‘ધર્મ' શબ્દનો પ્રયોગ સૂત્ર-૮ ‘લોગસ્સ સૂત્ર'માં થયો જ છે. તેનું વિવેચન પણ ત્યાં કરેલું જ છે.) અહીં ધમ્મ શબ્દવાળા પાંચ પદોથી જણાવે છે કે, અરિહંત પરમાત્મા તાત્ત્વિક ધર્મના દાતા છે, તાત્ત્વિક ધર્મના ઉપદેશક છે, તાત્ત્વિક ધર્મના નાયક છે, તાત્ત્વિક ધર્મના સારથી છે અને શ્રેષ્ઠ ધર્મશાશક છે.
-
૦ ધમ્માનં ધર્મ દેનારાઓને, ધર્મ પમાડનારાઓને.
ધર્મ શબ્દ અહીં ‘ચારિત્ર ધર્મ' અર્થમાં સ્વીકૃત્ થયો છે. ચારિત્ર ધર્મના બે ભેદો છે. સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ. તેમાં સાધુધર્મ સર્વ સાવદ્યયોગની વિરતિરૂપે છે અને શ્રાવકધર્મ દેશવિરતિરૂપે છે. આ બંને પ્રકારનો ધર્મ અરિહંત દેવો દ્વારા જ પ્રવર્તે છે એટલે તેમને ‘ધર્મદ' ધર્મ દેનારા કહ્યા છે.
વૃત્તિકાર મહર્ષિ જણાવે છે કે – ધર્મ અર્થાત્ દુર્ગતિમાં પડતા પ્રાણીઓને દુર્ગતિમાં પડતા અટકાવી રાખે તે ધર્મ. આ ધર્મ શ્રુત અને ચારિત્ર સ્વરૂપ છે. · ચારિત્ર કે વિરતિ ધર્મની પ્રાપ્તિમાં બીજા હેતુઓ હોવા છતાં અરિહંત દેવો પ્રધાન કે મુખ્ય હેતુ સ્વરૂપ છે, તેથી તેને ‘ધર્મદાતા' કહ્યા છે. આવા ‘ધવ’ અરિહંતને નમસ્કાર થાઓ - તેવું અહીં જણાવે છે.
- લલિત વિસ્તરામાં શ્રાવકધર્મ અને સાધુધર્મની સુંદર વ્યાખ્યા અપાઈ છે. અરિહંત પરમાત્મા જે ધર્મને આપે છે તે બંને ધર્મોનું સ્વરૂપ શું છે ?