________________
૪૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
(૧) શ્રાવક ધર્મ :- અણુવ્રત આદિ બાર વ્રત અને અગિયાર શ્રાવક પડિમાની ક્રિયા થકી સિદ્ધ થાય છે. તેમજ સાધુધર્મના તીવ્ર અભિલાષરૂપ આત્મ પરિણામ સ્વરૂપ છે.
(૨) સાધુ ધર્મ :- સામાયિક આદિમાં રહેલી વિશુદ્ધિ ક્રિયાથી અભિવ્યક્ત થાય છે. તે અમૃતતુલ્ય સમસ્તજીવના હિતના આશય રૂપ આત્મ પરિણામ રૂપ છે.
આ ધર્મ ઔદયિક ભાવે નહીં પણ લાયોપથમિક ભાવે કરવાનો છે. • ઘસાઈ – ધર્મની દેશના આપનારાઓને, ધર્મના ઉપદેશકોને.
– અરિહંત પરમાત્મા શ્રેષ્ઠ કોટિના ધર્મોપદેશ હોય છે. તેમના દ્વારા અપાતી ધર્મ દેશના થકી જ ધર્મનું પ્રવર્તન થાય છે. વળી પરમાત્માની વાણી પાત્રીશ અતિશયોથી યુક્ત હોય છે. (જેનું વર્ણન સૂત્ર-૧ નવકારમંત્ર'માં થઈ ગયેલ છે.) આવી અતિશયયુક્ત વાણીથી અરિહંતો ધર્મનો ઉપદેશ આપતા હોવાથી તેઓને થHલય કહ્યા છે. આવા ધર્મદેશક અરિહંતોને નમસ્કાર થાઓ.
– ધર્મનું દાન ધર્મ દેશના થકી થાય છે. જીવોની યોગ્યતા અનુસાર, સુંદર રીતે સફળ દેશના દેતા હોવાથી, તેઓ સાચા ધર્મદેશક કહેવાય છે.
• ઘમનાયTI – ધર્મના નાયકોને, ધર્મના સ્વામીને. – ધર્મના નાયક. અહીં નાયક શબ્દનો અર્થ “સ્વામી’ એવો કરાયેલ છે.
– અરિહંત પરમાત્માઓ ચાર કારણે ધર્મના સ્વામી કે નાયકરૂપે કહેવાયા છે - (૧) ધર્મને વશ કરવાથી, (૨) તેનો ઉત્કર્ષ પામવાથી, (૩) તેના ઉત્કૃષ્ટ ફળને ભોગવવાથી અને (૪) તેને વ્યાઘાતરહિતપણે અનુભવવાથી. અહીં – (૧) ચારિત્રને વિધિપૂર્વક પામવું, તેનું નિરતિચારપણે પાલન કરવું અને તેનું યોગ્ય પાત્રને ઉચિત દાન કરવું તે ધર્મને વશ કરવાની ક્રિયા છે. (૨) સર્વોત્કૃષ્ટ સાયિકભાવે ચારિત્રમાં સ્થિર થવું તે ધર્મના ઉત્કર્ષને પામવાનું રહસ્ય છે. (૩) તીર્થંકર પદ એ ધર્મનું ઉત્કૃષ્ટ ફળ છે, અને (૪) અવંધ્ય પુણ્યબીજના યોગે તેઓ વ્યાઘાત રહિતપણે ધર્મને પ્રાપ્ત થયેલા છે.
– વૃત્તિકાર મહર્ષિ કહે છે કે, અરિહંતોનો ધર્મદેશકપણાનો ગુણ બતાવ્યો આ ગુણ ધર્મસ્વામિત્વથી છે, નટની જેમ કથા કરવાનો નથી. ધર્મનો અર્થ તેમણે કર્યો – “ક્ષાયિક જ્ઞાનદર્શન ચારિત્રાત્મક ધર્મ.” તેનું યથાવત્ પાલનકર્તા હોવાથી તેઓ ધર્મના સ્વામી-નાયક કહેવાય છે.
• ઘમસરહs ધર્મ (રૂપી રથના) સારથીઓને.
– ધર્મ શબ્દનો અર્થ પૂર્વે જણાવ્યો. આ ધર્મરૂપી રથનું સમ્યક્ પ્રકારે પ્રવર્તન, પાલન આદિ કરતા હોવાથી અરિહંત દેવો ધર્મના સારથી ગણાય છે. જે રીતે સારથી ઉન્માર્ગે જતા રથને વાળીને માર્ગે લાવે છે, તેમ અરિહંતો પણ કોઈનો ધર્મરૂપી રથ ઉન્માર્ગે જતો હોય તો તેને માર્ગે ચડાવીને સ્થિર કરે છે. માટે તેઓ ધર્મસારથી કહેવાય છે.
- વૃત્તિકાર મહર્ષિ જણાવે છે – જેમ રથનો સારથી રથનું, રથિકનું અને