________________
જાવંતિ ચેઈયાઇં-સૂત્ર-વિવેચન
૫૯
સમભૂતલા પૃથ્વીની નીચે ૯૦૦ યોજન પછીનો બાકીનો જે સાત રાજ લોક ભાગ છે, તેને અધોલોક કે પાતાળલોક કહે છે. પ્રસિદ્ધ વાત મુજબ ત્યાં ભવનપતિના ભવનોમાં આવેલા શાશ્વત ચૈત્યોનો અને જિનપ્રતિમાઓનો ઉલ્લેખ અધોલોકની ચૈત્ય વંદનામાં આવે છે, પરંતુ –
-
અધોલોમાં ત્રણ પ્રકારના સ્થાનોમાં ચૈત્યોનો ઉલ્લેખ વંદિત્તુ સૂત્રની ટીકામાં રત્નશેખરસૂરિજીએ કરેલો જોવા મળે છે.
(૧) ભવનપતિના ભવનોમાં આવેલા ચૈત્યો.
(૨) મહાવિદેહની કુબડીવિજયમાં આવેલા ચૈત્યો.
(૩) વ્યંતરોના આવાસોમાં આવેલા અસંખ્યાત ચૈત્યો. તિરિગોપુ - તિર્થાલોકમાં, મધ્યલોકમાં.
સમભૂતલા પૃથ્વીથી પ્રમાણાંગુલ (એક પ્રકારનું માપ)થી ૯૦૦ યોજન ઉપર સુધી અને ૯૦૦ યોજન નીચે સુધી એમ ૧૮૦૦ યોજનમાં આવેલો અને એક રાજલોક પ્રમાણ વિસ્તારવાળો એવો તિર્થાલોક છે. આ લોક ઉર્ધ્વ અને અધોલોકની મધ્યમાં આવેલો હોવાથી તે મધ્યલોક પણ કહેવાય છે.
—
· અહીં માત્ર મનુષ્યલોક જ અર્થ કરવો અધુરો છે કેમકે મનુષ્ય લોકની બહાર નંદીશ્વરદ્વીપ, કુંડલદ્વીપ, રૂચકદ્વીપમાં પણ શાશ્વત ચૈત્યો જ છે.
ફક્ત શાશ્વત ચૈત્યો-પ્રતિમાઓનો ઉલ્લેખ સૂત્ર-૧૧ ‘જગચિંતામણિ'માં છે જ. પણ શાશ્વત અશાશ્વત બંને સંબંધી સમજણ માટે સૂત્ર-૧૨ ‘જંકિંચિ' સૂત્રનું વિવેચન જોવું.
-
૦ સાતાનું વઢે
-
તે સર્વેને હું વંદન કરું છું. તે સર્વે અર્થાત્ ઉર્ધ્વ, અધો, તીર્થા લોકમાં રહેલા સર્વે ચૈત્યો એટલે કે સર્વે જિનાલયો અને સર્વે જિનપ્રતિમાજીને હું વંદના કરું છું.
--
૦ રૂઠ સંતો તત્વ સંતારૂં – અહીં રહેલો એવો હું, ત્યાં રહેલાંને. “અહીં રહેલો એવો હું' આ વાક્ય ભક્તિભાવથી ઉન્નસિત ચિત્તવાળો વ્યક્તિ બોલે છે અર્થાત્ વંદન કરવાની ભાવનાવાળો બોલે છે.
“ત્યાં રહેલાને” - એ શબ્દોનો સંબંધ ત્રણે લોકમાં રહેલા સર્વ ચૈત્યો
-
અર્થાત્ સર્વે જિનાલયો અને સર્વે જિનપ્રતિમાઓની સાથે છે.
- સારાંશ – હું અહીં રહીને ત્યાં રહેલા સર્વે ચૈત્યોની ભાવ વંદના કરું છું. વિશેષ કથન :
શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રની અર્થદીપિકા ટીકામાં જણાવે છે કે, સમ્યક્ત્વની
શુદ્ધિ અર્થે ત્રણે લોકમાં રહેલા શાશ્વતા-અશાશ્વતા સ્થાપના જીનને વંદના કરવા માટે આ ગાથાની રચના થયેલી છે.
―
-
‘જાવંતિ ચેઇયાઇં’ નામથી પ્રસિદ્ધ આ સૂત્રમાં સર્વે ચૈત્યોની વંદના કરાયેલી હોવાથી આ સૂત્રને “સર્વ ચૈત્ય વંદન સૂત્ર' પણ કહે છે.
• જિનપ્રતિમા આત્મબોધ માટેનું એક અગત્યનું સાધન છે. તેના પ્રત્યેની