________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
કરનાર કે ઉપદ્રવોને દૂર કરનાર એવો જે ‘પાર્શ્વ’ નામો યક્ષ. – ઉપસર્ગોને દૂર કરનાર પાર્શ્વ નામનો યક્ષ (જેમનો સેવક છે એવા) ઉપસર્ગોને દૂર કરનાર પાર્શ્વયક્ષ (ધરણેન્દ્ર અને પદ્માવતી આદિ જેની સમીપમાં રહેલા છે એવા)
6.
-૦- પ્રશ્ન :- ‘ઉવસગ્ગહર' એ વિશેષણ પાર્શ્વ યક્ષ માટે કેમ વપરાયું ? -૦- ઉત્તર :- અહીં પાર્શ્વનાથ ભગવંતના સામર્થ્ય વિશે તો શંકા જ નથી, પણ તેમના મ્કત એવા યક્ષ દેવ પાર્શ્વ પણ ઉપસર્ગ હરવા સમર્થ છે, તેમ બતાવે છે, કેમકે પાર્શ્વનાથ ભગવંતની ભક્તિપૂર્વક સ્તવના કરતા ભક્તોના ઉપસર્ગો પાર્શ્વ યક્ષ પણ પ્રભુની સ્તવનાથી સંતુષ્ટ થઈને નિવારે છે. વળી ચતુર્વિધ સંઘની સ્થાપના થાય ત્યારે શાસનરક્ષક યક્ષ યક્ષિણીની પણ સ્થાપના થઈ જ જાય છે. તે દેવદેવીનું કાર્ય શાસનના આરાધકો પર આવતા વિઘ્નોનું નિવારણ કરવાનું છે. તેમજ ભગવંત તો વિતરાગ છે, કર્મસમૂહથી મૂક્ત છે, તેથી વિઘ્ન આદિનું નિવારણ કાર્ય તો શાસનરક્ષક દેવો જ કરવાના છે, માટે ‘ઉવસગ્ગહર' એ પાર્શ્વ યક્ષના વિશેષણરૂપે પ્રયોજાયેલ છે.
આ પાર્શ્વયક્ષ શ્યામ વર્ણવાળો, હાથી જેવા મુખવાળો, સર્પની ફણાથી મંડિત મસ્તકવાળો, કાચબાના વાહનથી યુક્ત, ચારભુજા સહિત, જમણા બે હાથ બીજોરા અને સર્પ યુક્ત, ડાબા બે હાથ નોળિયા અને સર્પથી યુક્ત છે.
(૨) બીજા મતે પરમાત્મા પોતે અચિંત્ય માહાત્મ્યવાળા કલ્પવૃક્ષ કે ચિંતામણી રત્ન સમાન છે. (આ વાત સૂત્ર-૧૧ ‘ચિંતામણિ’ માં પણ આવે જ છે અને સૂત્ર-૮ ‘લોગસ્સ સૂત્ર'ના વિવેચન અવસરે પણ જણાવાયેલ છે.) તેથી પાસું શબ્દનો અર્થ ‘પાર્શ્વયક્ષ' ન કરતા તેને ભગવંત પાર્શ્વના વિશેષણ રૂપે જ અર્થ કરીને પણ કેટલાંક વૃત્તિકારો જણાવે છે કે–
૦ પાસ (પાર્શ્વ) એટલે ‘સમીપ’.
=
· ઉપસર્ગોને દૂર કરનારા (દેવો) સમીપમાં છે જેમને એવા અથવા
– ઉપસર્ગોને દૂર કરનારું સામીપ્ય છે જેમનું એવા.
૦ પાસ (પશ્ય) એટલે ‘જોનારા’.
ત્રણે કાળમાં વર્તતી વસ્તુઓના સમૂહને જુએ તે પશ્ય (પાસ). ૦ પાસ એટલે જેની આશાઓ સંપૂર્ણપણે ચાલી ગઈ છે તેવાને, આકાંક્ષા વિનાનાને. (પ્રમાતા આશા યસ્ય સ)
૦ પાસ એટલે પરમૈશ્વર્ય યુક્ત.
-
આ રીતે ‘પાસ' શબ્દ જુદા જુદા અર્થોમાં વ્યાખ્યાયિત થયો છે. પણ આ દરેક વ્યાખ્યામાં વસાહર શબ્દ ભગવંત પાર્શ્વના વિશેષણરૂપ છે.
૦ પ્રશ્ન :- જો વસાહર અને વાણં બંને જુદા જુદા દ્વિતીયા એકવચન રૂપ ગણીશું તો તો (૧) ઉપસર્ગનું હરણ કરનાર અને ભક્તજનોને જે સમીપ છે, તેવા બંને વિશેષણો પાર્શ્વનાથના થઈ જશે જે વિભક્તિ મુજબ યોગ્ય જ છે. પણ જો