________________
નાણંમિ Åસણંમિ સૂત્ર-વિવેચન
૨૯૭
પ્રતિક્રમણાદિક થઈ શકે છે. તે રીતે જ ઘાતીકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે.
—
- અનિત્ય, અશરણ આદિ બાર ભાવનાને પણ અનુપ્રેક્ષા કહે છે. (૫) ધર્મકથા :- સ્વાધ્યાય તપનું પાંચમું અને અંતીમ સોપાન ધર્મનો ઉપદેશ અને સૂત્રાર્થની વ્યાખ્યા કરવી તે છે.
‘‘થા’' શબ્દનો અર્થ વાર્તા પણ થાય છે અને કથન પણ થાય છે.
જો કથાનો અર્થ ‘વાર્તા' છે, તેવું સ્વીકારીએ તો - એવા પ્રકારની ધર્મકથા કહેવી કે જેથી માણસો સંવેગ પામે, વૈરાગ્ય પામે, ધર્મ કરવા પ્રેરાય. ધર્મકરણીમાં પ્રવૃત્ત થાય.
જો “કથા'' શબ્દ ‘કથન' અર્થમાં સ્વીકારીએ તો સૂત્રોના અર્થ અને રહસ્યોની વ્યાખ્યા તથા પ્રરૂપણા કરવી તેવું અભિપ્રેત થશે.
વાચના-પૃચ્છના વગેરે સ્વાધ્યાય તપ થકી અવધારેલ અને પરાવર્તના થકી સ્થિર કરેલ તથા અનુપ્રેક્ષા દ્વારા ચિંતન કરાયેલ એવા શ્રુતજ્ઞાનને ધર્મકથન અને કહાની દ્વારા લોકો સુધી પહોંચાડવું - બીજાના જીવનને પ્રેરણા કરીને ધર્મમાર્ગમાં સ્થાપના કરવા કે સ્થિર કરવા. તે ધર્મકથા સ્વાધ્યાયનો મુખ્ય ધ્યેય છે.
આઠ પ્રકારના પ્રભાવકોમાં ‘ધર્મકથી' નામે એક પ્રભાવક કહ્યા છે. આ ધર્મકથી શબ્દ પણ ધર્મકથન કરનાર પરથી બન્યો છે. જે ધર્મકથા કરે તે”
ધર્મકથી.
-
શ્રેણિક રાજાના પુત્ર નંદિષણને યુવાવસ્થામાં રાજાએ ૫૦૦ કન્યા પરણાવેલી હતી. તેણે પ્રભુ મહાવીર પાસે ધર્મકથા (ધર્મદેશના) શ્રવણ કરી શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો. પછી તેને ચારિત્ર લેવા માટે ઇચ્છા થઈ. ત્યારે શાસનદેવીએ તેને સાવધાન કરતા કહ્યું કે તારે હજી ઘણાં ભોગ ભોગવવાના બાકી છે, માટે હમણાં દીક્ષા લઈશ નહીં, તો પણ નંદીષેણે દીક્ષા અંગીકાર કરી. પછી ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. તેઓ અનેક સૂત્રાર્થના જ્ઞાતા પણ બન્યા.
ચારિત્રના પરિણામોથી પડતા એવા તેમણે આત્મહત્યાના પણ અનેક પ્રયત્નો કર્યા, પણ તેમાં નિષ્ફળ ગયા. કોઈ વખતે છઠ્ઠને પારણે ગૌચરી માટે ફરતા-ફરતા કોઈ વૈશ્યાના ઘેર જઈ ચડ્યા. નંદિષણ મુનિને તપના પ્રભાવે અનેક લબ્ધિ ઉત્પન્ન થયેલી. વૈશ્યાએ જ્યારે તેમની મશ્કરી કરતા કહ્યું કે, અહીં ‘ધર્મલાભ' નહીં ‘અર્થલાભ' છે. ત્યારે તેમણે એક તૃણ ખેંચ્યુ તો દશ કરોડ સુવર્ણની વૃષ્ટિ થઈ. તે જોઈને આશ્ચર્ય ચકિત થયેલી વૈશ્યા તેમને વળગી પડી.
નંદીષેણમુનિને દેવીએ કહેલ ભોગાવલી કર્મની વાત યાદ આવી. ત્યાં જ વૈશ્યામાં રક્ત બન્યા. પણ કઠોર અભિગ્રહ ધારણ કર્યા સાથે રોજ દશ જણને પ્રતિબોધ કરવા ધર્મકથા કહેવાનો નિર્ધાર કર્યો. ત્યાં રહીને તેઓ રોજ-રોજ દશદશ પુરુષોને પ્રતિબોધ કરવા લાગ્યા. રોજ દશ વ્યક્તિ નંદીષેણ પાસે ધર્મકથા સાંભળી સીધા વીરપ્રભુ પાસે જઈને દીક્ષા લેવા લાગ્યા. આ ક્રમ એક-બે દિવસ,
-