________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
અઠવાડિયા કે મહિના સુધી નહીં પણ બાર-બાર વર્ષ સુધી અવિરત ચાલ્યો. કેવું પ્રચંડ ‘ધર્મકથા-સામર્થ્ય'' હશે તેમનું ? ધર્મકથા સ્વાધ્યાયની કેવી અજોડ શક્તિ હશે તેમની ?
૨૯૮
આ ધર્મકથાના ચાર ભેદો શાસ્ત્રકારે જણાવ્યા છે.
(૧) આક્ષેપણી કથા શ્રોતાને આકર્ષી રાખવા તે. (૨) વિક્ષેપણી કથા દ્વારા જેમાં સન્માર્ગમાં જીવોને (૩) સંવેગની કથા જેમાં કર્મવિપાક (કર્મના ફળો)ના નિદર્શન દ્વારા શ્રોતામાં વૈરાગ્ય ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરાય છે તે.
ઉન્માર્ગના દોષ અને સન્માર્ગના ગુણો રજૂ કરવા સ્થાપન કરવામાં આવે છે તે.
વીતરાગ દેવ દ્વારા પ્રતિપાદિત શુદ્ધ ધર્મ તરફ
-
(૪) નિર્વેદની કથા - સંવેગની કથા દ્વારા શ્રોતામાં જાગૃત થયેલી મુક્તિની તેમજ સંસારની અસારતા સમજીને નિર્વેદ
અભિલાષા કઈ રીતે પૂર્ણ કરવી ઉદાસીનતા લાવવી તે અંગેની કથા.
આ રીતે વાચનાદિ પાંચ ભેદ સ્વાધ્યાય તપ કહ્યો છે. ૦ સ્વાધ્યાય તપની મહત્તા :
– ગૌતમ સ્વામી - હે ભગવંત ! સ્વાધ્યાયથી જીવને શું પ્રાપ્ત થાય ? ભ૰ મહાવીર - હે ગૌતમ ! સ્વાધ્યાયથી જ્ઞાનાવરણીય કર્મ ક્ષય પામે.
-
-
– ઉદ્ગમ ઉત્પાદન અને એષણાના દોષરહિત શુદ્ધ આહારને રોજ વાપરતો એવો જો તે પ્રતિ સમયે ત્રિવિધ યોગ એટલે કે મન, વચન, કાયાના યોગ વડે સ્વાધ્યાયમાં તત્પર હોય તો... હે ગૌતમ ! તે એકાગ્ર મનવાળાને કદી સાંવત્સરીક તપ વડે પણ ઉપમી ન શકાય એટલે કે સરખાવી ન શકાય, કારણ કે સાંવત્સરીક ઉપવાસ કરતાં પણ અનંતગણી નિર્જરા આ પ્રકારે સ્વાધ્યાય તપ કરનારને થાય છે.
(૫) જ્ઞાનં
ધ્યાન. અત્યંતર તપનો પાંચમો ભેદ છે. અંતર્મુહૂર્ત સુધી ચિત્તની એકાગ્રતા તે ધ્યાન.
ધ્યાન શુભ અને અશુભ બંને હોઈ શકે, પણ અહીં ‘તપ’ના સંબંધમાં શુભ ધ્યાન જ ગ્રહણ કરવાનું છે.
-
‘ધ્યાન’ એ ઘણો જ ગહન અને વિસ્તૃત ચર્ચા માંગી લેતો વિષય છે. આવશ્યળ સૂત્રની વૃત્તિમાં ‘ધ્યાન' વિષયને અતિ વિસ્તારથી રજૂ કરેલો છે. ૧૦૦ શ્લોક પરિમાણવાળું ‘ધ્યાનશતક' ત્યાં વૃત્તિમાં રજૂ થયેલ છે. અહીં તો ‘ધ્યાન’નું સંક્ષેપથી જ વિવેચન કરીએ છીએ.
જે રીતે ચીરકાળના એકઠા કરેલા કાષ્ઠને પવનની સાથે રહેલો અગ્નિ બાળી નાંખે છે, તે રીતે અનંત કર્મરૂપી ઇંધણને એક ક્ષણ માત્રમાં જ ધ્યાનરૂપી અગ્નિ બાળી નાંખે છે.
– તત્ત્વાર્થાધિગમ સૂત્રકર્તા ઉમાસ્વાતિજી મહારાજ જણાવે છે કે, “ઉત્તમ