________________
૩૧૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ વિનય રહિતપણે, બહમાનરહિતપણે કે યોગ-ઉપધાન કર્યા સિવાય ભણે.
(૩) જે ગુરુ પાસે ભણે તે ગુરુને બદલે કોઈ બીજા ગુરુ પાસે ભણ્યાનું કહે.
(૪) દેવવંદન, ગુરુવંદન, પ્રતિક્રમણક્રિયા, સ્વાધ્યાય વગેરે કરતી વેળા તેના અક્ષરો કાના, માત્ર આદિથી અધિક ભણે કે ઓછા ભણે અર્થાત્ સૂત્રમાં કયાંક કાનો, માત્રા વગેરેની બોલતી વખતે વધઘટ થઈ જાય.
(૫) સૂત્ર, અર્થ કે તે બંને હોય તેના કરતા વિપરીત કરીને કે કંઈક અન્યરૂપે જ તે સૂત્ર બોલે-અર્થ કરે.
(૬) સૂત્ર અને અર્થ ભણ્યા પછી તેમાંથી કંઈક ભૂલી જાય.
(૭) વસતિની શુદ્ધિ આદિ તપાસ્યા વિના, યોગ-ઉપધાન કર્યા વિના સૂત્રાદિ ભણ્યા હોય.
(૮) જ્ઞાનના ઉપકરણ એવા પાટી, પોથી, ઠવણી, સાપડા, સાપડી, ચોપડા ઇત્યાદિને પગ લાગે, થુંક લાગે, થંકથી કોઈ અક્ષર ભેંસ, ઓશિકે આવા કોઈ સાધન રાખે, આમાંનું કોઈ સાધન પાસે હોય ત્યારે ખાય-પીએ કે મળ-મૂત્ર કરે.
(૯) જ્ઞાનદ્રવ્યનું ભક્ષણ કરે, ઉપેક્ષા કરે, ઓછી સમજણને લીધે તેનો વિનાશ કરે, વિનાશ થતો હોય તે જાણવા છતાં ઉપેક્ષા કરે કે શકિત હોવા છતાં જ્ઞાનદ્રવ્યની સાર સંભાળ ન રાખે. - (૧૦) જ્ઞાની આત્મા પરત્વે દ્વેષ રાખે, માત્સર્ય ભાવ રાખે, તેમની અવજ્ઞા કરે, આશાતના કરે.
(૧૧) કોઈ ભણતા હોય કે જ્ઞાનની આરાધના કરતા હોય તેને તેની સાધના-આરાધનામાં અંતરાય કરે, વિદનો ઉભા કરે.
(૧૨) પોતે કંઈક વિશેષ જાણતા હોય તેનો ગર્વ કરે. (૧૩) મતિ, મૃત આદિ પાંચ જ્ઞાનો બાબતે અશ્રદ્ધા રાખે.
આવા પ્રકારે જ્ઞાનચાર સંબંધે કંઈપણ અતિચાર લાગ્યા હોય તો તેની ચિંતવના કરી મન, વચન, કાયાથી મિચ્છા મિ દુક્કડં આપે.
(૨) દર્શનાચાર :
આ સૂત્રની ત્રીજી ગાથામાં દર્શનાચારના આઠ નિયમો કે આઠ આચારોનું વર્ણન કરાયેલ છે. તે મુજબ – (૧) નિઃશંકતા, (૨) નિષ્કાંક્ષતા, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢ દૃષ્ટિતા, (૫) ઉપબ્હંણા, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવના. એ આઠ ભેદો છે, જેનું વિવરણ વિસ્તારથી “વિવેચન' વિભાગમાં કરાયેલ છે. પણ તેના અતિચારો સંબંધી ચિંતવના કરવી હોય તો “પાક્ષિક અતિચાર" આધારે આ પ્રમાણે અતિચારો જણાવી શકાય
(૧) દેવ, ગુરુ, ધર્મના વિષયમાં નિઃશંકપણું ન હોવું. (૨) ધર્મથી પ્રાપ્ત થતા ફળના વિષયમાં સંદેહ રહિત બુદ્ધિ ન હોવી. (૩) સાધુ-સાધ્વીના મેલયુક્ત શરીર કે વસ્ત્ર જોઈને દુગંછા થવી.