________________
૭૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
– હર્ષકીર્તિસૂરિ ઉવસગ્ગહરં સ્તોત્રની વ્યાખ્યામાં “નર તિરિએસ' શબ્દની વ્યાખ્યા કરે છે “મનુષ્યરૂપી તિર્યંચો' મનુષ્ય હોવા છતાં પશુ સમાન જીવન જીવતા જેવા કે બાળક, ગોવાળીયા આદિ (પણ દુઃખ દારિદ્રને પામતા નથી).
– જો કે એક જ વખત વિશુદ્ધ ભાવથી અને શુદ્ધ શ્રદ્ધાથી ભગવંતને પ્રણામ એટલે પ્રકૃષ્ટ નમસ્કાર કરનાર જીવને માટે સૂત્ર-૨૩ 'સિદ્ધાણં બુદ્ધાણં'ની ગાથા૩ માં તો કહ્યું છે કે તે જીવ સંસાર સાગરથી તરી જાય છે. છેવટે તે નિયમો સમ્યકત્વ પામે છે. સમકિતી આત્મા વૈમાનિક સિવાય ક્યાંય ઉત્પન્ન થતો જ નથી. પણ જો પૂર્વે આયુષ્ય બંધાઈ ગયું હોય અને સમ્યકત્વ પછી પ્રાપ્ત કરે તો તે મનુષ્ય કે તિર્યંચ ગતિમાં પણ જાય. જો આ બંને ગતિને પામે, તો પણ તે ત્યાં દુઃખ કે દારિદ્રને પામતો નથી, તેમ આ પદ દ્વારા સૂચવેલ છે.
૦ વિ - પણ. અહીં વિ શબ્દ વિસ્મયસૂચક છે. તે એવું સૂચવે છે કે મનુષ્ય અને તિર્યંચના ભાવોમાં દુઃખ અને દારિદ્ર હોય તે સંભવિત નથી. પણ વિસ્મયની વાત એ છે કે તમને પ્રણામ કરનાર કદાચ મનુષ્ય કે તિર્યંચમાં જાય તો પણ ત્યાં દુઃખ કે દુર્દશાને પામતા નથી.
૦ નીવા - જીવો, આત્માઓ. - આ શબ્દનું વિવેચન જુઓ સૂત્ર-૫ ‘ઇરિયાવહી.' ૦ ૧ પાવંત - પામતા નથી. પ્રાપ્ત કરતા નથી. ૦ ટુર્વાદ્ય - દુઃખ અને દારિદ્ર કે દૌભાગ્યને.
– 'દુઃખ' શબ્દથી અહીં શારીરિક અને માનસિક એમ બંને પ્રકારના દુઃખો સમજવાના છે. “દારિદ્ર' શબ્દથી “નિર્ધનતા' અર્થ લેવાનો છે.
– તીર્ઘ ને બદલે કયાંક તો' શબ્દ પણ પાઠાંતર રૂપે વપરાયો છે. તેનો અર્થ દૌર્ભાગ્ય થાય છે. દૌર્ભાગ્ય એટલે ખરાબ ભાગ્યવાળા હોવું અને દુર્ભગપણું એટલે કોઈને ન ગમવાપણું અર્થ થાય.
– વાદ્ય એટલે દુર્ગતિનો જે ભાવ કે પરિણામ સંપત્તિનો નાશ થવો, પ્રતિષ્ઠાનો નાશ થવો કે એકાએક દરિદ્રાવસ્થામાં મૂકાઈ જવું તે દૌર્ગત્ય કહેવાય.
– અર્થકલ્પલતા વૃત્તિમાં જણાવ્યા પ્રમાણે આ સમગ્ર ગાથાનો અર્થ જો દેવ-દેવીના પક્ષે કરવામાં આવે તો – ત્યાં પ્રસાદાભિમુખપણું પ્રણામ શબ્દનો અર્થ કરેલ છે. ત્યાં કહે છે કે, મંત્ર તો દૂર રહો, તમારું એટલે કે પાર્શ્વયક્ષ, પદ્માવતી તથા ધરણેન્દ્રનું પ્રસાદાભિમુખપણું' પણ ઘણું ફળદાયક થાય.
-૦- આ રીતે ગાથા-૩માં ભગવંત પાર્શ્વના નમસ્કારનું મહત્ત્વ જણાવ્યું. હવે ચોથી ગાથામાં સમ્યક્ત્વ પામીને મોક્ષ સ્થાન મેળવે છે, તે કથન છે.
• તુદ સમજે છે - તમારું સમ્યક્ત્વ પામવાથી.
૦ તુK - તમારું. આ શબ્દ અહીં પાર્શ્વનાથને આશ્રીને વપરાયેલ છે. (જો કે વાસ્તવમાં “અરિહંત માત્રનું' અર્થ ઘટી શકે. કેમકે જૈનશાસન વ્યક્તિલક્ષી સમ્યકત્વમાં માનતું જ નથી. તે ગુણવાચી પદ જેમકે અરિહંત, સિદ્ધ આદિને