________________
૭૯
ઉવસગ્ગહર સ્તોત્ર-વિવેચન આશ્રીને સમ્યકત્વ માને છે. પણ ભક્તિ ભરપુર હૃદયથી સ્તવના, સ્તુતિ આદિ થતા હોય ત્યારે તથા પ્રભાવ દર્શાવવા માટે આવા પ્રયોગો આર્ષવથી થતા જોવા મળે છે. તેમાં કશું જ અનુચિત નથી.)
- આ શબ્દ દેવ-દેવી પક્ષે થતાં અર્થઘટનમાં પાર્શ્વયક્ષ, પદ્માવતી દેવી અને ધરણેન્દ્ર માટે વપરાયેલ છે, પણ ત્યાં “મિત્ત' નો અર્થ સમ્યકત્વ ન થાય. ૦ સમ્મત્તે - સમ્યક્ત્વ
૦ 7 - પ્રાપ્ત થવાથી. – સમ્યક્ત્વ એ જૈન દર્શનનો પારિભાષિક શબ્દ છે. તેમાં “સમ્યકૂ' શબ્દ પ્રશંસા કે અવિરુદ્ધભાવને દર્શાવે છે. સખ્યપણાનો ભાવ તે “સમ્યકત્વ' કહેવાય છે. સમ્યકૂનો બીજો અર્થ જીવ પણ કર્યો છે. જીવનો ભાવ, તેના અવિરુદ્ધ પ્રશંસનીય શુદ્ધ પરિણામ તે સમ્યકત્વ કહેવાય છે.
– શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યરૂપ આત્માનો જે પરિણામ તે સમ્યક્ત્વ કહેવાય છે. મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમથી તે ઉત્પન્ન થાય છે. સામાન્ય વ્યવહારમાં શુદ્ધ શ્રદ્ધા અર્થમાં આ શબ્દ પ્રયોજાય છે.
– ઉમાસ્વાતિજી મહારાજ અને હરિભદ્રસૂરિજી મહારાજ “તત્ત્વોના અર્થની શ્રદ્ધા તે સમ્યક્ત્વ કે સખ્યમ્ દર્શન' છે તેમ જણાવે છે.
- તત્ત્વની વ્યાખ્યા બે પ્રકારે છે. (૧) પરમાર્થથી - જીવ, અજીવ (પુણ્ય, પાપ) આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત (નવ) તત્ત્વો છે. આ તત્ત્વોના સદ્ભાવમાં શ્રદ્ધા રાખવી તે સમ્યકત્વ છે. (૨) વ્યવહારથી સુદેવ, સુગુરુ, સુધર્મમાં શ્રદ્ધા રાખવી તે સમ્યક્ત્વ છે.
– ઉવસગ્ગહરં સ્તોત્રના વૃત્તિકારે પણ કહ્યું છે કે, સમ્યક્ત્વ એ મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમ, ક્ષય કે ઉપશમથી ઉત્પન્ન થનારો એવો વિશિષ્ટ ગુણ છે. જે વિશિષ્ટ જ્ઞાનસ્વરૂપ છે અથવા તો દેવ, ગુરુ, ધર્મતત્ત્વના નિશ્ચયરૂપ છે.
– બાર વ્રત ઉચ્ચરતા કે શ્રાવક વિધિમાં અને દીક્ષા સમયે પણ સમ્યક્ત્વ ઉચ્ચરવા માટે ત્રણ વખત આ ગાથા બોલાય છે
અરિહંતો મહ દેવો, જાવજીવે સુસાડુણો ગુરુણો; જિણપન્નાં તત્ત, ઇઅ સમ્મત્ત મએ ગહિય. - જ્યારે દેવ-દેવીના અર્થમાં આ સ્તોત્રનું અર્થઘટન થાય છે ત્યારે સમસ્ત પદનો અર્થ સાંમત્ય, સંમતપણું કે વલ્લભપણું અર્થ કરેલ છે.
• ચિંતા-બાય-મણિ - ચિંતામણિ અને કલ્પવૃક્ષથી પણ વધુ. ૦ વિંતામણિ - શબ્દની વ્યાખ્યા - જુઓ સૂત્ર-૧૧ “જગચિંતામણિ.' ૦ પૂપાયવ - કલ્પવૃક્ષ ઇચ્છિત ફળને દેનારા (દશ પ્રકારના) વૃક્ષો.
– આ વાક્ય પ્રયોગ સમ્યક્ત્વની મહત્તા દર્શાવવા માટે થયેલ છે. તે મુજબ ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળું તમારું સમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યારે એવો અર્થ છે. ત્યારે શું ? હવે પછીના પદોમાં કહ્યું છે.
– સમ્યક્ત્વની મહત્તા દર્શાવતી આ ઉપમામાં કહ્યું છે - ચિંતામણિ રત્ન