________________
“કલ્લાણ-કંદ
સ્તુતિ
સૂત્ર-૨) ‘‘કલાણ-કંદં'' સ્તુતિ
પંચજિન સ્તુતિ
| સૂત્ર-વિષય :- ચાર ગાથાની આ સ્તુતિમાં પહેલી ગાથામાં શ્રી ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી એ પાંચ જિનની સ્તુતિ થાય છે. બીજી ગાથા સર્વે જિનેન્દ્રોની સ્તુતિ માટે છે. ત્રીજી ગાથામાં શ્રુતજ્ઞાનની સ્તુતિ કરાયેલ છે. ચોથી ગાથા વડે મૃતદેવી સરસ્વતીની સ્તુતિ કરવામાં આવેલ છે.
1. સૂત્ર-મૂળ :કવાણ-કંદં પઢમં જિણિદં, સંતિ તઓ નેમિજિર્ણ મુણિદં; પાસે પયાસ સુગુણિક્કઠાણ, ભીઈ વંદે સિરિવઢમાણે. (૧) અપાર-સંસાર-સમુદ-પાર, પત્તા સિવં દિંતુ સુઇક સાર; સલ્વે જિણિંદા સુરવિંદ-વંદા, કલ્લાણ-વધીણ વિસાલ-કંદા. (૨) નિવ્વાણ-મગે વર-જાણ-કપું, પણાસિયાસેસ - કુવાઈ - દર્પ, મયં જિણાણે સરણે બુહાણ, નમામિ નિચ્ચે તિજગપ્પહાણ. (૩) કું હિંદુગોકુખીર તુસાર વત્રા, સરોજ હસ્થા કમલે નિસત્રા; વાઈસરી પુલ્વય-વચ્ચ-હત્થા, સુહાય સા અ૭ સયા પસન્થા. (૪)
સૂત્ર-અર્થ :કલ્યાણના મૂળરૂપ પહેલા તીર્થકર (ઋષભદેવ) જિનેન્દ્રને, (સોળમાં તીર્થંકર) શાંતિનાથને, ત્યારપછી (બાવીસમાં તીર્થંકર) મુનિઓમાં ઇન્દ્ર સમાનમુનીન્દ્ર નેમિનિને, (ત્રણે ભુવનમાં) પ્રકાશરૂપ તથા સમગ્ર સદ્ગણોના સ્થાનરૂપ (તેવીસમાં તીર્થકર) પાર્શ્વનાથને તથા શ્રી વડે યુક્ત એવા (ચોવીશમાં તીર્થકર) વર્ધમાન (મહાવીર સ્વામીને) હું ભક્તિપૂર્વક વંદન કરું છું.
(જેઓ) અપાર એવા સંસારપી સમુદ્રને પાર પામેલા (છે), દેવોના સમૂહ વડે પણ (જેઓ) વંદાએલા (છે), કલ્યાણરૂપી વેલડીના પરમમૂળ સમાન (છે) એવા સર્વે જિનેન્દ્રો, મને ઉત્તમ અને અપૂર્વ સારરૂપ મોક્ષ આપો. (૨)
(જે) નિર્વાણ અર્થાત્ મોક્ષમાર્ગમાં (પ્રયાણ કરનાર માટે) ઉત્તમ યાનવાહન સમાન (છે), સમગ્ર કુવાદીઓના અહંકારનો નાશ કરનાર (છે), વિદ્વાનોને શરણરૂપ (છે), ત્રણે લોકમાં (જ) શ્રેષ્ઠ (છે); તેવા જિનમતને - જિનેશ્વર દેવોના સિદ્ધાંતને હું નમસ્કાર કરું છું.
(૩)