________________
પુકુખરવરદીવઢ-સૂત્ર-વિવેચન
૧૬૭ -- તમ એટલે બદ્ધ, સ્પષ્ટ અને નિધત્ત એવું જ્ઞાનાવરણીય કર્મ અને નિકાચિત જ્ઞાનાવરણીય કર્મ તે તિમિ.
૦ પડે એટલે પટલ, છંદ કે સમૂહ. – અજ્ઞાનરૂપી અંધકાર અથવા પૂર્વોક્ત જ્ઞાનાવરણીય કર્મનો સમૂહ. ૦ વિદ્ધસારી - (તેનો) નાશ કરનાર,
– જ્ઞાન (શ્રત) એ અજ્ઞાનનો તથા જ્ઞાનાવરણીય કર્મોનો નાશ કરનાર છે. તેથી તે શ્રુતજ્ઞાનને હું વંદુ છું - એ પ્રમાણે વાક્ય સંબંધ જાણવો.
• સુનિરિંત મહિસાસ - દેવસમૂહ અને નરેન્દ્રોથી પૂજાયેલા (એવા મૃતધર્મને હું વંદન કરું છું.)
– આ સૂત્રની બીજી ગાથામાં પ્રથમ ચરણની માફક આ બીજા ચરણમાં પણ મૃતધર્મની મહત્તા જણાવી તેને વંદન કરાયેલ છે.
૦ સુખ - દેવોનો સમૂહ - અહીં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક ચારેય નિકાયના દેવોનો સમૂહ સમજવો.
૦ નહિ - નરેન્દ્ર અર્થાત્ ચક્રવર્તી રાજાઓ (તેમનાથી) ૦ મહિયસ - પૂજાયેલા (તેને) - (તે મૃતધર્મને વંદુ છું.) • સીમાથરસ વેઢે - સીમા ધારણ કરનારને હું વંદું છું.
- આ ચરણ ગાથાનું ત્રીજું ચરણ છે. તેમાં પણ મૃતધર્મની મહત્તા જણાવતું એક પદ છે. તેની સાથે ક્રિયાપદ પણ મૂકેલું છે. ૦ સીમા એટલે મર્યાદા
૦ ઘર - ધારણ કરનાર – મર્યાદા ધારણ કરનાર કે મર્યાદાવંત એવા શ્રુતજ્ઞાનને વંદુ છું. અહીં મર્યાદા શબ્દનું વિવરણ કરતા-યોગશાસ્ત્ર વૃત્તિમાં કહ્યું કે, કાર્ય-અનાર્ય, ભસ્યઅભક્ષ્ય, હેય-ઉપાદેય, ધર્મ-અધર્મ આદિ સર્વ વ્યવસ્થા શ્રુતજ્ઞાનમાં રહેલી છે.
– અહીં કારક - તૃતીયા અર્થમાં ષષ્ઠી વિભક્તિ પ્રયોજેલ છે.
– સિદ્ધહેમ શબ્દાનુશાસનના અધ્યાય-૮, પાદ-૩માં વિદ્ દ્વિતીયા: એ પ્રમાણે સૂત્ર છે. ત્યાં બીજી આદિ વિભક્તિને સ્થાને છઠી વિભક્તિ વપરાય છે, તેમ કહેલું છે. ત્યાં દૃષ્ટાંતરૂપે નોંધાયેલ વાક્ય છે – સીધરસ વન્ડે આ જ વાતનો ઉલ્લેખ આવશ્યક સૂત્ર વૃત્તિ તથા યોગશાસ્ત્રમાં પણ કરેલ છે.
– “વહે’ શબ્દ માટે આવશ્યક વૃત્તિ અને યોગશાસ્ત્રમાં એવું કહ્યું છે કે, અહીં ‘વંદે' શબ્દથી હું શ્રતને વંદુ છું અને શ્રુતના માહાભ્યને વંદુ છું અથવા હું તેને વંદન કરું છું એમ અર્થ જાણવો.
– જેઓ આગમવંત છે, તેઓ જ મર્યાદાને ધારણ કરે છે. તેમ આવશ્યક સૂત્ર-વૃત્તિમાં કહ્યું છે. તેથી “સીમાધર' શબ્દ અહીં આગમવંત અથવા આગમયુક્તના અર્થમાં વપરાયેલો છે. આગમ એટલે આપ્તવચનવાળું શાસ્ત્ર. આગમનો એક પર્યાય શ્રત છે. શ્રુતજ્ઞાનમાં ગમે તે પુસ્તકનો સમાવેશ થતો નથી, પણ જે આગમરૂપ હોય તે શ્રતનો જ સમાવેશ થાય છે. માટે અહીં શ્રતને વંદુ છું