________________
નાસંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન
૨૯૫
– ઉત્તમ પાત્રોની વૈયાવચ્ચ મોક્ષ પ્રાપ્તિ માટેનું નિમિત્ત બને છે. – ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન-૨૯માં કહ્યું છે કે
વૈયાવચ્ચથી તીર્થંકર નામકર્મ બંધાય છે. નીચ ગોત્રકર્મનો બંધ થતો નથી.”
૦ આ રીતે વૈયાવચ્ચ તપનું સ્વરૂપ અને મહત્ત્વ સમજીને સાધુ માત્રની વૈયાવચ્ચ ભક્તિ કરવા જોઈએ.
તે માટે આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, સંથારો, દાંડો, દશી, દાંડી, મુહપત્તી, પેન્સીલ, કાગળ વગેરે શક્તિ મુજબ વહોરાવવા આદિ અનેક પ્રકારે વૈયાવચ્ચ દ્વારા આ અત્યંતર તપ થઈ શકે છે.
(૪) સન્કાઉો - સ્વાધ્યાય. અત્યંતર તપનો ચોથો ભેદ જાણવો.
– “સ્વાધ્યાય' શબ્દમાં “સ્વ + અધ્યાય' શબ્દો રહેલા છે. “સ્વ” એટલે પોતાનું કે આત્માનું અને અધ્યાય' એટલે મનન કે અધ્યયન, એવો વાચ્યાર્થ થાય. તેનો વિશિષ્ટ અર્થ ઘટાવતા કહી શકાય કે આત્માને હિતકર એવા શાસ્ત્રોનું અધ્યયન અને અધ્યાપન તે સ્વાધ્યાય.
– મોટી નિર્જરાને કરનારો એવો સ્વાધ્યાય તપ પાંચ પ્રકારે કહ્યો છે. એના વડે જ તપની પૂર્તિ થાય છે. માટે અરિહંતો વડે સ્વાધ્યાય તપને સર્વોત્કૃષ્ટ તપ
કહ્યો છે.
– સર્વજ્ઞ પરમાત્માએ પ્રરૂપેલા બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવું તપ કર્મ કોઈ છે પણ નહીં અને થશે પણ નહીં - એ પ્રમાણે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહેલું છે.
– આ સ્વાધ્યાય તપના પાંચ ભેદો કહેવાયા છે :(૧) વાચના :- સ્વાધ્યાયનો પ્રથમ ભેદ છે વાચના. – સૂત્રનો કે અર્થનો પાઠ લેવો અથવા આપવો તે વાચના.
– “કોઈપણ નવું સૂત્ર મુખપાઠ કરતા પહેલા ગુરુ મહારાજ પાસેથી લેવુંગ્રહણ કરવું જોઈએ.” આ વિધાન થકી ગુરુ પરત્વેનું બહુમાન અને વિધિ એ બંનેની જાળવણી થાય છે.
– સૂત્ર લેતાં પહેલાં વંદન વિધિ કરી, ત્યાર બાદ વાયણા (વાચના) લેવાની વિધિ છે. જેમની પાસેથી વાચના લેતા હોઈએ તે તજજ્ઞ છે. તેમણે મુખપાઠ કરેલો છે, તેઓએ પણ પોતાના વડિલાદિક પાસે સૂત્ર ગ્રહણ કરીને વાચના આપેલ છે, તે પ્રકારનું બહુમાન જાળવવાનું છે.
– વળી સૂત્ર, તેમાં રહેલી સંપદાઓ, ઉચ્ચારણો, લઘુ-ગુરુ અક્ષરોનું જ્ઞાન, છંદ વગેરે વાચનાચાર્ય પાસેથી જ પ્રાપ્ત થઈ શકે.
(૨) પૃચ્છના :- વાચના પછીનું બીજું સોપાન છે પૃચ્છના.
– સૂત્ર અને અર્થ સંબંધી કોઈપણ પ્રકારનો સંદેહ ઉત્પન્ન થાય તે દૂર કરવા તથા તેને હૃદયમાં અવધારવા કે દૃઢ કરવા માટે વિશેષજ્ઞાતાને પૂછવું તે પૃચ્છના.